હાંડવા બાઇટ્સ

સામગ્રી:

મિશ્રણ માટે:

ચોખા: ૧ કપ
તુવેર ની દાળ: ૧/૪ કપ
ચણા ની દાળ: ૧/૨ કપ
અડદ ની દાળ: ૨ ચમચી
દહીં: ૧/૨ કપ
મીઠું: સ્વાદ મુજબ
પાણી: જરૂર મુજબ

હાંડવા માટે શાકભાજી:

બટાકા: ૧/૨ કપ, છીણેલા
દૂધી: ૧/૨ કપ, છીણેલી
લીલા વટાણા: ૧/૨ કપ
ગાજર: ૧/૨ કપ, છીણેલું
ડુંગળી: ૧/૩ કપ, છીણેલી
લસણ: ૨ કળી, છીણેલું
લીલું મરચું: ૧ બારીક સમારેલું
હળદર પાવડર: ૧/૨ ચમચી
આદુ: ૧ ચમચી છીણેલું
સોડા બાઈ કાર્બોનેટ (ખાવાનો સોડા): ૧/૨ ચમચી
મીઠું: ૨ ચમચી અથવા સ્વાદ પ્રમાણે
ગોળ: જરૂર મુજબ

હાંડવા ને વઘારવા માટે:
રાઈ: ૨ ચમચી
હિંગ: ચપટી
મીઠો લીમડો: ૧૦-૧૨ પત્તા
તેલ: ૫ ચમચા

રીત:

હાંડવા ના મિશ્રણ માટે:
– ચોખા, ચણા ની દાળ, અડદ ની દાળ અને તુવેર ની દાળ ને ધોઈ ને ૪ કલાક માટે પલાળો.
– પછી તેમાંથી પાણી કાઢી લઇ તેને મિક્સર જાર માં લો, તેમાં દહીં, મીઠું અને જરૂર મુજબ પાણી નાખી ને સ્મૂથ પેસ્ટ બનાવી લો.
– હાંડવા ના મિશ્રણ ને આથો લાવા માટે ગરમ જગ્યા ઉપર 8 થી 9 કલાક માટે મુકો.

હાંડવા મિશ્રણ ના શાકભાજી:

– હાંડવા ના મિશ્રણ માં છીણેલા દુધી, બટાકા, ડુંગળી, ગાજર નાખી ને હલાવી લો. લીલા વટાણા ઉમેરો અને મિક્સ કરો.
– હવે બારીક સમારેલું આદુ, લસણ, લીલું મરચું અને હળદર, મીઠું નાખી ને હાંડવા ના મિશ્રણ ને સારી રીતે હલાવી લો. જો ગોળ નાખતા હો તો તેને ઝીણો સમારી ને નાખો અને જરૂર મુજબ પાણી નાખી ને હાંડવા ના મિશ્રણ ને પાતળું કરો. છેલ્લે ખાવાનો સોડા નાખી ને મિશ્રણ ને બરાબર મિક્સ કરી લો.
– હાંડવા નું મિશ્રણ તૈયાર છે.
– હવે એક કડાઈ માં તેલ લઇ ને તેમાં રાઈ, હિંગ અને લીમડો નાખી ને વઘાર કરો. તેને હાંડવા ના મિશ્રણ માં ઉમેરો, મિક્સ કરો.
– હવે અપ્પમ પાત્ર ને ગરમ કરો, તેમાં દરેક ખાના માં ૧-૧ ટીપું તેલ ઉમેરો, પછી તેમાં થોડું-થોડું હાંડવા નું મિશ્રણ ઉમેરો, ઢાંકણ બંધ કરો અને તેને ૩ મિનિટ સુધી શેકાવા દો.
– એક બાજુ સોનેરી કલર ના થાય એટલે તેને પલટાવી દો, અને બીજી બાજુ ૨ મિનિટ માટે શેકો.
– બંને બાજુ થી સોનેરી કલર ના થાય એટલે તેને એક પ્લેટ માં કાઢી લો.
– તો તૈયાર છે યમ્મી અને ટેસ્ટી હાંડવા બાઇટ્સ…!!
– તેને ગરમા ગરમ ચા, ટોમેટો સોસ અથવા ફુદીના ની ચટણી સાથે પીરસો.

રસોઈની રાણી – સુકેતા મહેતા (અમદાવાદ)

ટીપ્પણી