હેન્ડડીપ્ડ ચોકલેટ્સ – તમારા વ્હાલા બાળકોને આપો આવી રીતે ડેકોરેટ કરીને ચોકલેટ…..બાળકો ખુશ થઇ જશે …….

ચોકલેટ્સ હવે ઘરે ઘરે બનતી થઇ ગઈ છે પણ શું તમે મહેમાનોને કંઇક એવું ચખાડવા માંગો છો જે મેઇનસ્ટ્રીમ ના હોય અને પ્રેઝન્ટેશનમાં પણ અવ્વલ લાગે અને સ્વાદમાં પણ?? એના માટે એટલી એક્સપર્ટીઝની જરૂર નથી. આ ટિપ્સ વાંચશો અને પ્રેક્ટિસ કરશો એટલે ડેફિનેટલી તમે પણ કંઈક નવું કર્યાનો અનુભવ કરશો.

આપણે હેન્ડડીપ્ડ ચોકલેટ્સ કરી રહ્યા છીએ અત્યારે. આ ચોકલેટ્સમાં તમે ધારો એટલી ક્રિએટિવિટી કરી શકો.
મેરી બિસ્કીટ બધાએ ઘણીવાર ખાધા હશે. ચાલો, એમાંથી જ બે અલગ ફ્લેવરની ચોકલેટ્સ બનાવીએ. It’s fun really. બાળકો પણ કરી શકશે.

ચોકલેટ સ્લેબને ડબલ બોઇલરમાં મેલ્ટ કરી લો. હવે મેરી બિસ્કીટને વન બાય વન એમાં ડીપ કરો. અને બટર પેપર પર મૂકો. સાથે સાથે બાજુમાં ચિઝ પોપકોર્ન બનાવી લો. Cheese and chocolate – the combination is always yum.
હવે ચોકલેટ કોટેડ બિસ્કીટમાં પોપકોર્ન લગાવો. અને ઉપર મેલ્ટેડ ચોકલેટ ડ્રીઝલ કરો. અને ફ્રિજમાં અડધી કલાક સેટ કરો. Cheese popcorn chocolates are ready now. Enjoy!

હવે થોડી વ્હાઇટ ચોકલેટ પણ ઓગાળો. અને મેરી બિસ્કીટને અગાઉની જેમ જ ડાર્ક ચોકલેટમાં ડીપ કરો. વ્હાઇટ ચોકલેટને પાઈપીંગ બેગમાં ભરીને ઝીગઝેગ મેનરમાં બિસ્કીટ પર રેડો. હવે એક ટુથપિકની મદદથી તમે વ્હાઇટ અને ડાર્કમાં ચાહો એ રીતે ડિઝાઇન કરી શકો. અને એને ફ્રિજમાં સેટ કરો .તો આસાનીથી આપણે આર્ટિસ્ટિક બિસ્કીટ ચોકલેટ બનાવી શકીએ. બરાબર ને??

હેન્ડડીપ્ડ ચોકલેટ્સના ત્રીજા પ્રકારમાં આપણે લિટલ હાર્ટસ બિસ્કીટનો ઉપયોગ કરી શકીએ. મેથડ એ જ છે. આ સ્વાદ પણ બધાને ગમશે એની 100% ગેરેન્ટી.

કેવા લાગ્યા આજના વેરીએશન્સ?? જરૂરથી જણાવજો. Have a chocolaty life ahead!! 😊

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી