ફક્ત ૩ ધોરણ ભણેલા, મળ્યો છે પદ્મશ્રી એવોર્ડ…જાણો, એવું તો શું કર્યું આ વ્યક્તિ એ !!!

ગઈકાલે કોન બનેગા કરોડપતિ માં એક છોકરીને એક સવાલ પૂછવામાં આવ્યો. સવાલ હતો
Which celestial body will ISRO’s proposed “Aditya” mission study ?

સવાલની નીચે ઓપ્શનમાં તેને ચંદ્ર, સૂર્ય, તારા અને એક ગ્રહનું નામ આપવામાં આવ્યું હતું. હવે જયારે જયારે આદિત્ય નામ સાંભળીયે એટલે સામાન્ય માણસને ખ્યાલ આવી જ જાય કે સૂર્ય આવે પણ આ છોકરીએ જવાબ ખોટો આપ્યો અને તે હારી ગઈ. આજે હું તમને આ વાત એટલે જણાવી રહી છુ કે આજે જે વ્યક્તિ વિષે વાત કરવાના છે એ વ્યક્તિ ફક્ત ૩ ધોરણ ભણેલા છે.

સફળતાને ભણતર સાથે કોઈ લેવા દેવા નથી. એટલે એનો મતલબ એવો નથી કે ભણવાનું નહિ ભણવાનું તો ખરું પણ થોડું ગણવાનું. પેલા પ્રશ્નનો ખોટો આપ્યો ત્યારે અમિત સરે તે છોકરીને પૂછ્યું તને આદિત્ય એટલે સૂર્ય થાય એ નોહતી ખબર તો પેલી છોકરી કહે મેં તો આવું સાંભળ્યું પણ નથી. એ છોકરીની ઉમર ૧૯ વર્ષ છે. માટે મિત્રો તમારા બાળકો પર એકલું ભણવાનું પ્રેસર ના કરશો તેમણે બાહ્ય જ્ઞાન પણ આપો. આજ હું જે વ્યક્તિ વિષે તમને કેહવાની છુ એ વ્યક્તિ ઉપર ૫ વ્યક્તિઓએ Phd કરેલ છે. એટલું જ નહિ તેમણે ૨૦૧૬માં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે.

ઓડીશાના ૬૬ વર્ષના હલધર નાગ નામના વ્યક્તિએ એ સાબિત કરીને બતાવ્યું છે કે જીવનમાં હમેશા સફળ થવા માટે પુસ્તકિયું જ્ઞાન જરૂરી નથી. અમુક લોકોમાં પોતાના માં રહેલ ખાસિયત જાણી શકતા નથી માટે તેઓ સફળ થતા નથી અને બીજા બીજા ક્ષત્રોમાં કામ કરતા રહે છે. આ વ્યક્તિ પાસેથી પણ આપણે એ જ શીખવાનું છે. હલધર નાગ એ કોસલી ભાષાના કવિ છે. તેમણે આજ સુધી અનેક કવિતાઓ લખી છે અને સાથે સાથે તેમણે ૨૦ મહાકાવ્યો પણ લખ્યા છે. આટલું ઓછુ હોય એમ એમને પોતાની બધી કવિતાઓ મોઢે યાદ છે. તેમનો એક કવિતા સંગ્રહ “હલધર ગ્રંથાવલી–૨“ ને સંબલપુર વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ ને ભણવામાં પણ આવે છે.

તેઓ ઓડીશાના બાડગઢ જીલ્લાના ઘેંસ ગામના રેહવાશી છે. તેઓનો જન્મ ખુબ ગરીબ પરિવારમાં થયો હતો. આર્થિક પરિસ્થિતિને લીધે તેઓ વધુ ભણી શક્યા નોહતા. તેઓ નાના હતા ત્યારે એક મીઠાઈની દુકાનમાં વાસણ સાફ કરવાનું કામ કરતા હતા. બે વર્ષ પછી તેમના ગામના એક વ્યક્તિની મદદ થી તેઓ હાઇસ્કુલ જાય છે પણ ભણવા નહિ મિત્રો રસોઈ બનવા માટે ૧૬ વર્ષ સુધી તેઓ ત્યાં કામ કર્યું. તે સમય દરમિયાન તેમને લાગ્યું કે તેઓ કવિતા લખી શકે એમ છે અને તેમણે વર્ષ ૧૯૯૦માં પોતાની પેહલી કવિતા “ઘોડો બરગચ” (ધ ઓલ્ડ બનયન ત્રી) ની રચના કરી અને તેને સ્થાનીય સમાચાર પત્રમાં છપાવા માટે મોકલાવી અને તેની સાથે બીજી પણ કવિતાઓ મોકલાવી હતી. તેમણે મોકલાવેલી બધી કવિતા પ્રગટ થઇ હતી આ જોઇને તેમને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું આગળ લખવા માટે. એમણે જેટલી પણ કવિતાઓ લખી એ બધી લોકોને ખુબ પસંદ પડી હતી.

તેઓ ઓડીશામાં લોક કવિ રત્ન ના નામથી ઓળખાય છે. તેમની કવિતા હંમેશા પ્રકૃતિ, સમાજ, પૌરાણિક કથાઓ અને ધર્મ પર આધારિત હોય છે. તેઓ પોતાની કવિતા દ્વારા સમાજમાં રહેલી અમુક કુરીતિઓને સમાપ્ત કરવા માંગે છે. તેઓ જણાવે છે કે આજના યુવાનો તેમની કવિતામાં રસ લે છે એ તેમણે ખુબ ગમે છે.” તેઓ એક દિવસમાં ૩ કે ૪ કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે અને પોતાની અલગ અલગ કવિતા લોકોને સંભળાવે છે.

તેઓ ખુબ સાદું જીવન જીવે છે તેઓ ચંપલ પણ નથી પેહરતા. તેઓ ફક્ત સફેદ ધોતી અને બંડી જ પેહરે છે. મિત્રો આપણે એમના જીવન પરથી શીખવું જોઈએ કે તેઓ પોતાની સાદાઈ થી કેવી રીતે લોકોને આકર્ષે છે આપણે પણ હમેશા આપણી અંદર રહેલી શક્તિઓ ને ઓળખવી જોઈએ. એવું નથી કે એના માટે તમારે તમારી નોકરી કે ધંધો છોડી દેવાનો છે પેહલા તમે જોવો કે તમને કયા કાર્યમાં મજા આવે છે તમારા વ્યક્તિત્વ માં એવું શું છે જેનાથી લોકો તમારા પ્રત્યે આકર્ષાય છે.

લેખન-સંકલન – અશ્વિની ઠક્કર
મિત્રો પોસ્ટ શેર કરો તમારા મિત્રો સાથે જેથી એમને પણ પ્રોત્સાહન મળે.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block