“મેહસાણાની ફેમસ હળદર”, બહુ ઓછા લોકોને આ રેસીપી વિષે ખ્યાલ હશે

મેહસાણાની ફેમસ હળદર

ઘણા વખતથી કેટલા મિત્રો જેની ફરમાઈશ કરી ચુક્યા છે તે ટેસ્ટી વાનગી મહેસાણાની પ્રખ્યાત હળદર (Haldar) આજે રજુ કરીએ છીએ!!

હળદર (Haldar)

સામગ્રી:

500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ,
500 ગ્રામ ટમેટાની અધધકચરી ગ્રેવી,
500-750 ગ્રામ હળદર,
500-750 ગ્રામ લસણ,
500 ગ્રામ ઘી,
500 ગ્રામ દહીં (લસ્સી જેવું),
250 ગ્રામ આદું,
250 ગ્રામ મરચાની પેસ્ટ,
250 ગ્રામ લીલા વટાણા,
200 ગ્રામ કોથમીર,
200-400 ગ્રામ સમારેલ ગોળ,
મીઠુ,
લાલ મરચું,

રીત:

– સૌ પ્રથમ ઘી માં હળદર લાલાશ થાય ત્યાંસુધી સાંતળી લેવી(બળી ન થાય તેનુ ધ્યાન રાખવું.)
– પછી લસણ ઉમેરી સાંતળવું, સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી.
– પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી.
ઘી છૂટું પડે એટલે આદું વાસણને અડે નહીં તેમ છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દહી મરચાની પેસ્ટ ઉમેરવી.
– પછી જરૂર મુજબ મીઠુ, લાલ મરચું ઉમેરવું.
– પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું.
– છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું.
– કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું.
તો તૈયાર છે હળદર.
– કોઈ પણ લોટના રોટલા જોડે સર્વ કરવું.

નોંધ:

નાના-મોટા કુલ 20 વ્યક્તિ માટે આ રેસિપી છે.
– વધારે પડતો આ હળદર બનવાનો પ્રોગ્રામ વાડીએ થતો હોય છે, વાસણ વધારે પડતાં પીળા થઈ જાય છે તયારેે ધ્યાન રહે કે કામવાળા ભાઈ બેન રજા પર ન હોય, નહિતર જેટલી શક્તિ હળદર ખાવાથી મળશે તેનાથી ત્રણ ગણી વાસણ સાફ કરવામાં જતી રહેશે.

રેસીપી – દીપકભાઈ પટેલ (કડા,મહેસાણા)

સાભાર – હિરલ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી