“હક્કા નુડલ્સ” – હવે ઘરેજ બનાવો હોટલ જેવાજ નુડલ્સ… વાંચો અને શેર કરો..

“હક્કા નુડલ્સ”

સામગ્રી :

૧ + ૧/૨કપ.. બાફેલા નુડલ્સ,
૧ ટે સ્પૂૂન.. તેલ,
૧ ટે સ્પૂન.. આદુ-લસણ (જીણું સમારેલું),
૧ નંગ.. ડુંગળી (સ્લાઇસ કરેલી),
૧ નંગ.. કેપ્સીકમ (સ્લાઇસ કરેલાં),
૧/૨ કપ.. કોબીજ (લાંબુ સમરેલું),
૧/૪ કપ.. ગાજર (લાંબુ સમરેલું),
2 ટી સ્પૂન સોયા સોસ,
1 ટી સ્પૂન ચીલી ઓઇલ,
મીઠુ,
૧ ટી સ્પૂન.. વિનેગર (Optional),

રીત :

• પેન માં તેલ લઇ આદુ-લસણ સાંતળો. પછી ડુંગળી ઉમેરી લાઇટ ગોલ્ડન શેકાય પછી કેપ્સીકમ, ગાજર, કોબીજ બધું વારાફરતી ઉમેરી મિડિયમ ફાસ્ટ ફ્લેમ પર સાંતળો.
હવે તેમાં સોયા સોસ અને મીઠું ઉમેરી
એકાદ મિનિટ પછી બાફેલાં નુડલ્સ, વિનેગર ઉમેરી સારી રીતે મિક્સ કરી ચીલી ઓઇલ ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.

ચીલી ઓઇલ બનાવાની રીત

ઍક પેન માં તેલ ગરમ કરી સુકા લાલ મરચા નાખી 5 મિનીટ ઢાંકી ને રાખો હવે તેલ ઠંડું થઈ જાય એટ્લે મરચા કાઢી તેલ ઉપયોગ માં લો.

નોંધ બૌઇલ કરેલા નુડલ્સ પર તેલ વાળો હાથ ફેરવી દેવો જેથી નુડલ્સ એકબીજા ને ચોંટે નહીં.

તો તેયાર છે હક્કા નુડલ્સ

રસોઇ ની રાણી : ચાંદની ચિંતન જોશી(જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી