ચહેરાના શેપ પ્રમાણે કરાવો આ હેર કટ, મળશે એકદમ સ્ટાઇલિશ લુક

ચહેરાના શેપ પ્રમાણે કરાવો આ હેર કટ, મળશે એકદમ સ્ટાઇલિશ લુક

ચહેરાની ખૂબસુરતી તમાર હેર કટ પર પણ નિર્ભર કરે છે. પણ જો તમે કોઇના હેર કટની કોપી કરો છો તો તમારે સો વાર વિચાર કરવો જોઇએ કે આ હેર કટ તમારા ફેસ પર સારા લાગશે કે નહિં. જો કે ઘણા બધા લોકોને એકબીજાના હેર કટ કોપી કરવાની આદત હોય છે. જો તમારા હેર કટ પર તમે પૂરતુ ધ્યાન નથી આપતા તો તે તમારા ચહેરાનો લુક બગાડીને મુકી દે છે.

લાંબા વાળથી છોકરીઓની પર્સનાલિટી કંઇક અલગ જ પડે છે. આજકાલ લોન્ગ હેરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો આજે અમે તમને કેટલાક ટ્રેન્ડી હેર કટ વિશે જણાવીશું જે તમારા લુકને એકદમ જ ચેન્જ કરી દેશે અને તમારા ફેસ પર લાગશે પણ મસ્ત…

સ્ટ્રેટ કટસ્ટ્રેટ કટની હાલમાં ખૂબ જ ફેશન ચાલી રહી છે. જો તમારુ કપાળ મોટુ હોય, નાકનો શેપ એકદમ અણીદાર હોય અને ચહેરો બહુ જાડો ના હોય તો તમારા ફેસ પર સ્ટ્રેટ કટ બહુ જ મસ્ત લાગે છે. સ્ટ્રેટ કટ કરાવતા પહેલા એક વાતનુ ધ્યાન રાખવુ એ ખૂબ જ જરૂરી છે કે, તમારા હેર સ્ટ્રેટ અને લોન્ગ હોવા જોઇએ તો જ તમને આ હેર કટ તમારા પર શૂટ થશે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં સ્ટ્રેટ કટની ફેશન ચાલી રહી છે.

લેયર્સ બ્લંટ કટલાંબા અને પાતળા વાળમાં લેયર્સ બ્લંટ કટ એકદમ સુપોપ લાગે છે. આ કટમાં ઘણા લેયર્સ આવે છે જે વાળને એકદમ હેવી લુક આપે છે. જો તમારા હેર પાતળા હોય તો તમારા માટે આ હેર કટ એક બેસ્ટ ઓપ્શન છે. આ હેર કટ વેસ્ટર્નથી લઇને દરેક પ્રકારના ડ્રેસિંગ પર સારા લાગે છે. જો તમે આ હેર કટ કરાવવાનુ વિચારી રહ્યા છો તો કોઇ સારા સલૂનમાં કરાવજો જેથી કરીને લેયર્સ એકદમ પરફેક્ટ પડે.

કોર્નકેવ ફ્રીંજઆ હેર કટમાં વાળ વચ્ચેથી નાના અને છેડેથી મોટા હોય છે. આ હેર કટ થી આંખ અને નાક આકષર્ણનું કેન્દ્ર બને છે. આમ, જો તમારો ચહેરો ગોળ છે તો તમારે આ હેર કટ જરૂર ટ્રાય કરવા જોઇએ. પણ જો તમારો ફેસ લાંબો છે તો તમારે આ હેર કટ પર વધુ ધ્યાન ના આપવુ જોઇએ કારણકે આ હેર કટથી ફેસ થોડો વધારે લાંબો દેખાશે.

સ્મૂધ લોન્ગ લેયર્સ ટીનએજર્સમાં સ્મૂધ લોન્ગ લેયર્સ સ્ટાઇલ લોકો વધુ પ્રમાણમાં પસંદ કરી રહ્યા છે. આ હેર કટ દરેક ફેસ પર સારા લાગે છે. આ હેર કટ કરાવતી વખતે તમારે ખાસ ધ્યાન એ રાખવાનુ છે કે, તમારા હેર થોડા લોન્ગ હોય. જો તમે શોર્ટ હેરમાં આ હેર કટ કરાવો છો તો એ જરા પણ સારા નથી લાગતા.

કર્લી સ્ટાઇલ જો તમે તમારા લુકમાં ચેન્જ લાવવા ઇચ્છો છો તો કર્લી હેર પણ તમારા માટે એક ઓપ્શન છે. આમ, જો તમારા વાળ લાંબા હોય તો તમારે કર્લી હેર સ્ટાઇલ વિશે જરૂરથી એકવાર વિચારવુ જોઇએ. કર્લી હેર સ્ટાઇલ તમારા લુકને એકદમ ચેન્જ કરી દે છે. કર્લી હેર દરેક ફંક્શનમાં સારા લાગે છે. આજકાલ લુક ચેન્જ કરાવવા માટે ઘણી છોકરીઓ હેરને કર્લ કરાવતી હોય છે.

 

ટીપ્પણી