ચાલો જાણીએ હૈદરાબાદના ફલકનુમા મહેલ વિષેની અવનવી વાતો

હાલમાં જ અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પે ભારતની મુલાકાત લીધી હતી. ઇવાન્કા ટ્રમ્પનું ભારતના ટેક્નો હબ હૈદરાબાદમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. તેણીની બધી જ ઇવેન્ટ હૈદરાબાદના પ્રખ્યાત તેમજ આલિશાન ફલકનુમા મહેલમાં ગોઠવવામાં આવી હતી.

ફલકનુમા મહેલનું નિર્માણ સર બાઈકર દ્વારા કરાવવમાં આવ્યું હતું. તેમણે પોતાના અંગત નિવાસસ્થાન માટે આ મહેલ બનાવ્યો હતો. પણ તેના નિર્માણ પાછળ તેમની ધારણા કરતાં વધારે ખર્ચો થઈ ગયો હતો. છેવટે પોતાની બુદ્ધિમાન પત્નીની ચાલાકીથી તેમણે આ મહેલ હૈદરાબાદના નિઝામને વેચી દીધો. જેથી કરીને તેમણે ખર્ચ કરેલા બધા જ નાણા તેમને પરત મળી ગયા. ત્યાર બાદ હૈદરાબાદના નિઝામ તેનો શાહિ અતિથિ ગૃહ તરીકે રોયલ મહેમાનો માટે ઉપયોગ કરવા લાગ્યા. કારણ કે અહીંથી સમગ્ર શહેરનું દૃશ્ય ખુબ જ રમણિય દેખાતું હતું.

કહેવાય છે કે આ કુટુંબ પાસે એક જમાનામાં ભારતીય સરકાર કરતાં પણ વધારે પૈસો હતો. જો કે હાલ તેમની હાલત તેટલી સદ્ધર નથી માટે તેમણે ફ્લેટમાં રેહવાના દિવસ આવ્યા છે. અને હાલ આ મહેલને ટાટા હોટેલ્સ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

હૈદરાબાદના નિઝામની વૈભવતાઃ

  • હૈદરાબાદના છેલ્લા નિઝામનું નામ હતું ઉસ્માન અલી ખાન સિદ્દીકી.
  • આ નિઝામની એક જમાનામાં એવી જાહોજલાલી હતી કે તે સમયે તેઓ 20 કરોડ ડોલરના હિરાનો પેપર વેઇટ તરીકે ઉપયોગ કરતાં હતા.
  • તેમને વૈભવતાનો ખુબ શોખ હતો, તેઓ મોતી, ઉચ્ચ નસ્લના ઘોડાઓ, તેમજ ઝર-ઝવેરાતના ભારે શોખીન હતા. આજે પણ તેમની અનનવી વાતો લોકોમાં સાંભળવા મળે છે.
  • 1720 આસપાસ મુઘલ સામ્રાજ્ય વતી હૈદરાબાદના નિઝામનું શાસન ચાલતું હતું. જેનો પાયો મીરકમારુદ્દીન ખાને નાખ્યો હતો અને ઉસ્માન અલી ખાન તેના છેલ્લા નિઝામ હતા.
  • એક સમયે નિઝામ ઉસ્માન અલી ખાન પાસે એટલી સંપત્તિ હતી કે તેમનું નામ ફોર્બ્સની યાદીમાં શામેલ થતું હતું.
  • એક અહેવાલ પ્રમાણે નિઝામ ઉસ્માન અલીની સંપત્તિ લગભઘ 2 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી.

ફલકનુમા મહેલનું વ્યવસ્થાપનઃ

  • એમ કહેવાય છે કે આ પેલેસમાં એક વખતે રાષ્ટ્રપતિ ભવન કરતાં પણ વધારે મોટો સ્ટાફ હતો.
  • નિઝામ એવી લક્ઝરીયસ લાઈફસ્ટાઇલ જીવતા હતા કે તેને પહોંચી વળવા પેલેસમાં છ હજાર લેકોનો સ્ટાફ રાખવામાં આવતો હતો. જેની સામે રાષ્ટ્રપતિ ભવનમાં આજે પણ માત્ર 1500 લોકોનો જ સ્ટાફ રાખવામાં આવ્યો છે.

  • એવું કહેવાય છે કે તે સમયમાં કેન્ડલ સ્ટેન્ડ પરની ધૂળ સાફ કરવા માટે જ માત્ર 38 લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો હતો.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

દેશ-વિદેશની રસપ્રદ માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ – “જલ્સા કરોને જેંતીલાલ” 

 

ટીપ્પણી