જ્ઞાનનું જ્ઞાન અને વાર્તા ની વાર્તા!

1044876_608617595835754_488011722_n

જ્ઞાનનું જ્ઞાન અને વાર્તા ની વાર્તા!

===============

એક ખેડૂત પાસે એક ઘોડો અને એક બકરો હતો…..

એક દિવસ, ઘોડો બીમાર પડ્યો. તેથી તેમણે પશુચિકિત્સક ને બોલાવ્યો:

પશુના ડોક્ટરે કહ્યુઃ “ઘોડાને વાયરલ ઈન્ફેક્શન છે. તેણે ત્રણ દિવસ માટે આ દવા લેવી પડશે. જો ત્રણ દિવસમાં ઘોડો સાજો ના થાય તો તેનું “રામ બોલો ભાઈ રામ” કરવું પડ્શે!

નજીકમાં ઉભેલો બકરો આ વાતચીત ધ્યાનથી સાંભળતો હતો….

પછીના દિવસે, પશુનો ડોક્ટર ઘોડાને દવા આપીને જતો રહ્યો….

બકરો ઘોડા પાસે ગયો અને કહ્યુ કે: “દોસ્ત મજબૂત બન!, નહિતર આ લોકો તને હંમેશા માટે સુવડાવી દેશે”.

બીજા દિવસે, ડોક્ટર ઘોડાને ફરીથી દવા આપી અને જતો રહ્યો.

બકરો ઘોડા પાસે પાછો આવ્યો અને કહ્યું: “ચાલ ભાઈ ઉભો થા નહિંતર તું મરી જઈશ!,ચાલ, હું તમને મદદ કરીશ, ઠીક છે? ચાલો, એક, બે, ત્રણ … ”

ત્રીજા દિવસે, ડોક્ટરે ઘોડાને ફરીથી દવા આપી જણાવ્યું કે,”જો ઘોડાની હાલત આમ જ રહેશે અને સાજો નહી થાય, તો કાલે આપણે ઘોડાને મારવો પડ્શે, નહિંતર આ ઘોડાનાં વાયરસનો ચેપ અન્ય ઘોડાઓને પણ લાગવાની શક્યતા છે”.

ડોક્ટર ગયા પછી બકરાએ ઘોડા ને કહ્યું;”જો ભાઈ, અભી નહીં તો કભી નહીં! હવે તું હિમ્મત કરીને ઉભો થઈ જા,કોશિશ કર, ચાલ, ઉભો થા!, ચાલ, ઉભો થા ! સરસ… ધીમે ધીમે…સરસ! હવે આપણે દોડશું…વન્, ટુ,થ્રી..ગુડ,. હવે ઝડપી,…….. જબરદસ્ત! !હજી વધુ …. શાબાશ! યેસ! તે કરી બતાવ્યુ હવેં તું ચેમ્પિયન છો …! ”

અચાનક ઘોડાનો માલિક, આવ્યો અને જોયું કે ઘોડો દોડી રહ્યો છે…અને તે ખુશ થઇને બુમાબુમ કરવા લાગ્યો:

“અદભુત્ ચમત્કાર! મારો ઘોડો સાજો થઇ ગયો. ચાલો જોરદાર પાર્ટી થઇ જાય. આ બકરો વધેરો અને ખુશી મનાવો!”

 

બોધ પાઠ:

કોઇને પણ ક્યારેય ખબર નથી હોતી કે કઈ સફળતા પાછળ ક્યા કર્મચારીનો ફાળો હોય છે,અથવા ખરેખર કોના પ્રતાપે અને યોગદાનથી કામો પાર પડે છે.

કોઇપણ પ્રકારનાં યશ ની અપેક્ષા વગર જીવતાં શીખવું એ એક કળા છે…જો કોઇ તમને કહે કે તમારું કામ અણઘડ કે કે અનપ્રોફેશનલ છે… તો યાદ રાખો:

“આદિ પૂર્વજોએ લાકડાનું સાદું જહાજ બાંધ્યું હતું (જેણે આખી માનવ જાતને પ્રલય સમયે બચાવી; મનુ મહારાજ વાળી વાત તો યાદ જ હશે!),

જ્યારે..આધુનિક ઇજનેરોએ ટાઇટેનિક બાંધ્યું (જેમાં બધાં બધા દુઃખદ રીતે મૃત્યુ પામ્યા)”

સંકલન : દીપેન પટેલ

 

ટીપ્પણી