આજનો દિવસ :- ગુરુ પુર્ણીમા, આજના દિવસે આટલું વાંચો

ગુરુ બ્રહ્મા ગુરુ વિઁષ્ણુ : ગુરુ દેવો મહેશ્વર:|
ગુરુ સાક્ષાત્પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ: ||

આજે ગુરુ પુર્ણીમા !

ગુરુ કોને માનવા ?

જે સત્યની સમજ આપે, વાસ્તવિકતાનું ભાણ કરાવે, કડવુ પણ સત્ય કહે, આપણા જીવનનો મતલબ સમજાવે અને મોક્ષ માર્ગે આગળ જવાના સાચા રસ્તા બતાવે તે સાચો ગુરુ !

સાચો ગુરુ આ જમાનામાં મળવા મુશ્કેલ છે, એટલે ભગવાન બુધ્ધે કહ્યુ છે “કોઇ ગુરુ, ઉપદેશક, દેવ કે સ્વયં ઇશ્વર તમારો ઉધ્ધાર કરી આપશે નહી, જ્યાં સુધી તમે તમારા અંતર આત્માને ગુરુ નહી બનાવો ! રોજ અંતર આત્માના અવાજ ને સાંભળો અને તેના પ્રમાણે જીવન જીવો આ જ તમારો ખરો ગુરુ છે જેને ઓળખો અને તેને અનુસરો તે જ સાચી ગુરુવાણી !

👉 આજે ગુરૂ પુર્ણીમા જેવા પાવન તહેવારે આ મહાન ગૂરૂ શિષ્ય નો મહાભારત કાળનો પ્રસંગ કેમ ભુલાય !

👉 ગુરૂ દક્ષિણા

દ્રોણાચાર્યે કૌરવા તથા પાંડવોને ધનુર્વિદ્યા અને અનેક પ્રકારની શસ્ત્રવિદ્યામાં પારંગત કરવા માડ્યા ત્યારે કેટલાક બીજા રાજાઓ અને રાજ પુત્રો એમની પાસે અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા શિખવા માટે આવવા માડ્યા. વૃષ્ણીઓ અધકો અને કર્ણે પણ એમની પાસે આવીને વિદ્યા શીખી.

અર્જુન ધનુરવિદ્યાનુ વધુમા વધુ જ્ઞાન મેળવવા હંમેશા દ્રોણાચાર્ય પાસે જ રહેતો હતો તે તેમનો લાડલો શિષ્ય હતો. દ્રોણાચાર્ય પોતે પણ તેનુ વિશેષ ધ્યાન રાખતા. અર્જુનની ગુરુભકિત્ અને તેની શ્રધ્ધા અને તેની વિદ્યા થી પ્રસન્ન થઈને તેમને વચન આપ્યુ કે તે એ વાતનો ખ્યાલ રાખશે કે આ ધરતી પર તેના જેવો કોઈ બાણવીર નહિ બને.

નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એક્લ્વ્ય પણ તેમની પાસે શિક્ષા લેવા માંગતો હતો પણ દ્રોણાચાર્યે કહ્યુ કે ‘ મારી પાસે બધા રાજકુમારો જ આવે છે અને તુ એક ભીલપુત્ર છે. તને શીખવાડુ તો રાજકુમારો નારાજ થશે, એટલે તુ મારો શિષ્ય નહિ બની શકે.

પરંતુ એકલવ્ય નિરાશ ન થયો. એણે દ્રોણાચાર્યને વંદી, મનોમન તેમને ગુરુ માની ત્યાંથી પ્રયાણ કર્યુ. પછી જંગલમાં જઈને એમની માટીની મૂર્તિ બનાવી, અને એમની આગળ ધનુરવિદ્યા શિખવાની શરુ કરી. ગુરુએ શિષ્યનો સ્વીકાર ન કર્યો તો શુ થયુ શિષ્યે તો તેમને ગુરુ માની લીધા હતાને? જેથી કરીને એની ભાવનાનો વિજ્ય થયો.અને એની સફળતાનો માર્ગ મોક્ળો થયો.

એકવાર ગુરુની આજ્ઞાથી કૌરવો અને પાંડવો શિકાર માટે રથમાં બેસીને વનમા જતા હતા ત્યારે તેમણે શિકાર કરવાના સાધન અને કૂતરા સાથે ફરતા કોઈ માનવને જોયો. કૂતરો જંગલના રસ્તે એકલો આગળ વઘીને ધનુર્વિદ્યાના પ્રયોગો કરતા એકલવ્ય પાસે પહોચી ગયો.

જટાધારી એકલવ્યને જોઈને તે ભસવા માંડ્યો, એટલે એકલવ્યે તેને ભસતો બંધ કરવા માટે એના મુખમાં કુશળતાપૂર્વક સાતબાણ માર્યા.એ બાણ થી કૂતરો મર્યો પણ નહિ કે ઘાયલ પણ ના થયો. બસ મૂગો બની ગયો. એવી જ અવસ્થામાં એ પાંડવો પાસે આવીને ઉભો રહ્યો ત્યારે પાંડવો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એમની બુધ્ધિ કે સમજ શકિત કાઈ કામ ન કરી શકી. આવી કુશળવિદ્યા તેમણે ક્યાંય જોઈ નહોતી કે એની કલ્પના પણ નહોતી કરી.

તે આતુરતાપૂર્વક એ શૂરવીર્ ને જોવા વનની અંદર ગયા. પણ એકલવ્યનુ બાહ્યરુપ બદલાઈ ગયુ હોવાથી તેને ઓળખી શક્યા નહિ. એકલવ્યે પોતાની ઓળખાણ આપતા જણાવ્યુ કે ‘ હું હિરણ્ય ધનુનો પુત્ર અને દ્રોળાચાર્યનો શિષ્ય છું.

તેનો પરિચય પામીને તેની પ્રશંસા કરતા-કરતા તેઓ ગુરુ પાસે ગયા અને બધી વાત કરી. દ્રોળાચાર્યને ધણું આશ્ચર્ય થયુ કે ‘મારો એક પણ શિષ્ય આટલો નિપુણ નથી તો પછી આ કોણ છે જેને હું નથી શિખવાડ્યુ છતાંય તે મારો શિષ્ય છે. જ્યારે તેમણે અર્જુનની સામે જોયુ તો એના ચેહરાના ઈર્ષાના ભાવને જોઈને એના મનની વાત સમજી ગયા. તેમણે મનોમન કશુ વિચાર્યુ અને તે અર્જુનને લઈને એકલવ્ય પાસે ગયા.
એકલવ્ય તેમણે ઓળખીને એમના ચરણોમાં પડીને એમનુ વિધિપૂર્વક પૂજન કર્યુ.તેને હાથ જોડીને પોતાની શિષ્ય તરીકે ઓળખાણ આપી, એટલે દ્રોણાચાર્યે કહ્યુ કે તે મારી મરજી વગર મને ગુરુ બનાવીને વિદ્યાતો મેળવી લીધી તો હવે ગુરુદક્ષિણા પણ આપવી પડશે.

એકલવ્યે ગુરુદક્ષિણામાં સર્વ કાંઈ સમર્પિત કરવાની તૈયારી બતાવી. દ્રોણાચાર્યતો અર્જુન પ્રતિ શિષ્ય પ્રેમમાં પોતાની મહાનતા પણ ભૂલી ગયા હતા અને તેમણે પોતાની મહાનતાને ન શોભે તેવી માંગણી કરી અને એકલવ્ય પાસે જમણા હાથનો અંગૂઠો માંગી લીધો જમણાં હાથનો અંગૂઠો એટલે ધનુર્વિદ્યાની જીવાદોરી, એના વગર આ વિદ્યાની કલ્પના કરી જ ના શકાય.

એકલવ્ય અગર ઈચ્છા રાખતતો એ ના પાડી શકતો હતો, પણ તેને પોતાના વિદ્યાની લાજ રાખીને તરતજ પોતાના જમણા હાથનો અંગૂઠો કાપી આપીને સાચા શિષ્યની ઓળખાણ આપી અને પોતાની સમર્પણભાવના ને કારણે અમર બન્યો.

👉 આવા પાવન દિવસે એક સંતને પણ યાદ કરીએ.

ગુજરાતની એક એવી પવિત્ર ભુમી છે કે જે ભુમિમાં અનેક સંતો થઈ ગયા છે. જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતી થાય. મારે પણ આજે એક એવા જ સંત ની વાત કરવી છે કે જેમને “રાષ્ટ્રિય સંત” નુ બિરૂદ મળેલ છે. જેમને ભક્તિ ના પંથની સાથે-સાથે દેશની સેવા પણ કરેલી છે. એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે. જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધેજ બગદાણા એક ધામ બની ગયું છે. જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા, શ્રદ્ધા લઇને આવે છે. બાપા બજરંગ બધાનાં જ દુખ મટાડે છે. જેમને લોકો “બાપા સીતારામ” નાં હુલામણા નામથી ઓળખે છે.

ઈ.સ. ૧૯૦૬ ની સાલ હતું. ભાવનગરનાં અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું. શીવકુંવરબા સગર્ભા હતાં ત્યારે તેઓ પિયર જતાં હતાં અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી. ત્યાં બાજુમાં જ ઝાંઝરીયા હનુમાનજી નું મન્દીર હતું. આજુબાજુની બહેનો એમને લઇને મન્દીરની ઝુંપડીમાં લઈ ગયાં અને મંદીરમાં હનુમાનજી ની આરતી નાં ઝાલર રણકવા મંડ્યા અને એવા શુભ દી એ એક બાળકનો જનમ થયો.

રામાનન્દી સાધુ હોવાના કારણે નામ રાખ્યું, “ભક્તીરામ”. નાનપણથી જ ભક્તીરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતાં ખરેખર તેમનામાં નામ પ્રમાણેજ ગુણ પણ હતાં. એક સવારે ભક્તીરામ મોડે સુધી સુઈ રહ્યાં તો પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે જરુર ભક્તીરામ શેષ નારાયણનાં અવતાર હોવો જોઈએ. ભક્તીરામને ભક્તી ની એવી તો માયા લાગી ગઈ તી કે તેઓ ૨ ધોરણ સુધી જ ભણ્યા હતાં અને ૧૧ વરસની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમનાં ગુરુ હતાં સીતારામ બાપુ એમની પાસેથી દિક્ષા લઈને સમાધીમાં લીન થઈ ગયાં.

પરમતત્વ અને યોગસિદ્ધીનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણાં આપવા ગયાં. ગુરુ શ્રી સીતારામ ભક્તીરામને ઓળખી ગયાં અને કહ્યું કે ખરાં ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય. ત્યારે ભક્તીરામ બોલ્યાં કે ખરેખર જો તમે મને કઈંક આપવા જ ઈચ્છતા હોય તો એવું કઈક આપો કે મારા રુવે-રુવે રામનું રટણ ચાલું જ રે. ત્યારથી સીતારામજી એ એમને નવું નામ આપ્યું “બજરંગી” અને કહ્યું કે જાવ બજરંગી હવે તમે દુનીયામાં ભ્રમણ કરો અને દીન દુખીયાં ની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો.

ભક્તીરામ આખા જગતમાં “બાપા બજરંગદાસ” અને “બાપા સીતારામ” ના નામથી ઓળખાવા લાગ્યાં. એક વાર ભ્રમણ કરતાં-કરતાં બાપા મુંમ્બઈ આવી પહોચ્યાં. ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો. બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નિકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગુ કરતા હતા. તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો. બાપા એ જ વખતે જ્યાં ઉભા તાં ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યાં. અને જોત જોતાંમાં ત્યાં લોકોનું ટોળું આ કુત્તુહલ જોવા ભેગુ થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઇને ગોરો અમલદાર પણ બાપાના પગમા પડી ગયો હતો.

બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણનાં મન્દીરમાં રહ્યાં ત્યાંથી તેઓ ચાલતાં ચાલતાં હણોલ ગામે રણજીત હનુમાનજીનાં મન્દીરમાં સાત વરસ રહ્યાં. તેમનાં ભ્રમણ દરમ્યાન તેઓ ભાવનગર જાડેજા ને ત્યાં પણ ગયાં હતાં ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયાં અને કળમોદર બાપા ત્રણ વરસ રહ્યાં. બાપાનાં ભ્રમણ દરમ્યાન એમનાં હાથે ઘણાં ચમત્કાર થયાં પણ બાપાતો ફકત એક જ વાકય બોલતાં જેવી મારાં વ્હાલાની મરજી.

ભ્રમણ કરતાં-કરતાં બાપા બગદાણા આવ્યાં ત્યારે એમની ઉંમર હતી ૪૧ વરસ. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો. બગદાણામાં બાપાને ૫ મુળતત્વો જોવા મળ્યાં:

બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ, બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યાં. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો.
બાપા ૧૯૪૧ માં બગદાણા આવ્યાં.

👉 ૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી.

👉 ૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલું કર્યુ.

👉 ૧૯૬૦ માં ભુદાન હવન કર્યો.

👉 ૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.

👉 ૧૯૬૫ માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.

👉 ૧૯૭૧ માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.

આમ, ભારતનાં ઈતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મુકીને પોષ વદ ચોથનાં દિવસે દેવ થઈ ગયાં અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ, બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી. પશું પંખીઓએ પણ પોતાનો કિલ્લોલ છોડી દીધો હતો..!

👉 બાપાના જીવન પર એક ગુજરાતી ચલચિત્ર “દુખીયાના બેલી બાપા સીતારામ” નામનુ ચલચિત્ર બનેલુ જેમાં બાપાનુ પાત્ર અભિનેતા શ્રીકાંત સોની એ ભજવેલી.

👉 આજના દિવસે બગદાણાનુ પવિત્ર ભુમીના દર્શને માનવ મહેરામણ ઉમટે છે.

👉 અંગત મંતવ્ય

આમ તો જેની પાસે થી કંઇક શીખીએ એને ગુરુ કહેવાય, એટલે કોઈ એક ને ગુરુ કહીને પૂજવામાં તો હું નથી જ માનતો.

બસ જે જે પાસે થી શીખું છું એ બધાને આજ ના દિવસે કોટી કોટી વંદન.

👉 માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

👉 લેખન, સંકલન અને Post :-
— Vasim Landa ☺
The-Dust Of-Heaven ✍

👉 આ પોસ્ટમાં કોઇએ કોઇપણ પ્રકારનો ફેરફાર કરવો નહિ.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!