ગુરુ ગોવિંદ સિંહ” ની ૩૪૭મી જન્મજયંતી

- Advertisement -

Guru_Gobind_Singh b2

 

આજે “ગુરુ ગોવિંદ સિંહ” ની ૩૪૭મી જન્મજયંતી છે ! ચાલો, તેમના વિષે થોડું જાણીએ !

શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદ સિંહે વૈશાખીના દિવસે જ ખાલસા-પંથનો પાયો નાખ્યો હતો. ‘ખાલસા’ ખાલિસ શબ્દ પરથી બન્યો છે. જેનો અર્થ થાય છે, શુદ્ધ, પાવન કે પવિત્ર. ખાલસા-પંથની સ્થાપનાની પાછળ ગુરુ ગોવિંગ સિંહનો હેતુ લોકોને તત્કાલિન મુગલ શાસકોના જુલમથી મુક્ત કરી તેમને ધાર્મિક, નૈતિક ને વ્યહારિક જીવનને શ્રેષ્ઠ બનાવવાનો હતો.

આ પંથ દ્વારા ગુરુ ગોવિંદ સિંહના લોકોનો ધર્મ અને જાતિના આધારે ભેદભાવ ભૂલીને તેના સ્થાને માનવીય ભાવનાઓને આપસી સંબંધોમાં મહત્વ આપવાની દ્રષ્ટિ હતી.

એટલે આભડછેડની ભાવના સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી જ તેમને વૈશાખીના પવિત્ર દિવસે જ શ્રી ગુરુ ગોવિંદ સિંહને પંજાબના શ્રી કેશગઢ, આનંદપુર સાહિબમાં પોતાના ચેલા, જે પંજ પ્યારેના નામે પ્રસિદ્ધ છે અને અલગ-અલગ જાતિના હતા. તેમને ખંડની પાહુલી અર્થાત્ અમૃતપાન કરાવ્યું હતું અને તેમને સિંહના નામે નવાજ્ય હતા. સાથે જ તેમને પોતાના ગુરુનું પદ છોડી ગુરુગ્રંથ સાહિબને સર્વોપરી માની ગાદી ઉપર રાખી નવી પંરપરાની શરૂઆત કરી.

 

પોસ્ટ લાઈક કરી તેઓને યાદ કરીએ !

ટીપ્પણી