ગુંદરપાક બનવાની ખુબ સરળ રીત… લાઇક કરો અને શેર કરો….

ગુંદરપાક (Gundar-Paak)

સામગ્રી :

૧૦૦ ગ્રામ ગુંદર
૧ લિટર દૂધ
૧ કપ સાકર
બે ટેબલસ્પૂન સૂંઠ પાઉડર
બે ટેબલસ્પૂન ગંઠોડા પાઉડર
બે ટેબલસ્પૂન બદામનો ભૂકો
બે ટીસ્પૂન ખસખસ
બે ટીસ્પૂન મગજતરીનાં બી
બે ટીસ્પૂન બદામની કતરણ
ચોરસ ટ્રે

રીત :

સૌપ્રથમ એક પૅનમાં ઘી ગરમ કરી એમાં ગુંદરને તળી લેવો. બીજા પૅનમાં દૂધ લઈ એને ગરમ કરવા રાખવું. ઊભરો આવે એટલે એમાં તળેલો ગુંદર (અધકચરો) દૂધમાં મિક્સ કરી સતત હલાવતા રહેવું. દૂધ ફાટી જશે. પછી એમાં સાકર મિક્સ કરી એનો લચકો કરવો. આ લચકામાં ઉપરની બધી સામગ્રી – બદામ, ખસખસ, મગજતરીનાં બી, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર મિક્સ કરી લેવાં. એને ટ્રેમાં પાથરી એના પર બદામની કતરણથી ગાર્નિશ કરવું.

રસોઈની રાણી :- કેતકી સૈયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી