ગુજરાતનું ટાઈટેનિક “વીજળી” – તમે નહિ જાણતા હો આ ઘટના વિષે….

આપણે બધા ટાઈટેનિક વિષે જાણીએ છીએ પણ ગુજરાતી ટાઈટેનિક ‘વૈતરણા’ ના નામ થી કેટલા વાકેફ છે? હા, આપણે આજે એક ગુજરાતી ટાઈટેનિક જહાજ ‘વૈતરણા’ ની વાત કરવાના છીએ.

૮ નવેમ્બેર ૧૯૮૮ ના દિવસે પોતાના જીવનની પ્રથમ સફર માટે માંડવીથી નીકળી બોમ્બે જવા રવાના થવાનું હતું. જે આશરે ૩૦ કલાકની દરિયાઈ સફર બાદ બોમ્બે પહોંચવાનું હતું. આજના ‘વીજળી’ ની સફર ના કપ્તાન કાસમ ઈબ્રાહીમ અને હાજી કાસમ નૂરમોહમ્મદ હતા.

‘વીજળી’ ની આ યાત્રા માં કેટલાક વિદ્યાર્થીઓ, જાનૈયા અને વેપારી મિત્રો હતાં. ‘વૈતરણા’ પર ઈલેક્ટ્રીક લાઈટો જડી હોવાને કારણે એ ‘વીજળી’ ના લોક લાડીલા નામથી વધારે ઓળખાયું. આ સફરમાં મુસાફરો અને કર્મચારી મળી ને આશરે ૭૫૦ જેટલા માણસો સવાર હતા. આ કાફલા ને અણી-સુધા એ ખ્યાલ ના હતો કે આ તેમની અંતિમ સફર સાબિત થવાની હતી.

‘વીજળી’ માંડવી થી બોમ્બે વાયા દ્વારકા અને પોરબંદર જવાનું હતું. ‘વીજળી’ જયારે પોરબંદર થી પસાર થતા સમયે તે વખત ના અંગ્રેજ જનરલ લેલી એ ‘વીજળી’ ને પાછું વળવા ફરમાન કર્યું હતું પરંતુ કપ્તાને આ સંદેશો નજર અંદાજ કરી આગળ વધ્યું.

જહાજ પોરબંદર વટાવે તે પહેલા વાતાવરણ માં પલટો આવાના કારણે પોરબંદર થી આગળ વધી તે માંગરોળ પોહચવાની હતી પરંતુ ‘વિજળી’ માંગરોળ ન પહોચતા માંગરોળ થી પોરબંદર તાર મોકલી ‘વીજળી’ ની ખબર લેવામાં આવી.

અંતે માલુમ થયું કે વીજળી કાલે સંધ્યાકાળે પોરબંદર નું બારું છોડી ચુકી હતી. ત્યાર બાદ કેટલીક જગ્યાએ શોધખોળ ચલાવામાં આવી પણ વીજળી ના કોઈ વાવડ ના મળતા વીજળી એ જળ સમાધિ લીધાનું માનવામાં આવ્યું.

‘વીજળી’ ની જળ સમાધિ લીધા બાદ ઇંગ્લેન્ડ માં તેના પર સમીક્ષા સમિતિ બેસાડવામાં આવી. સમિતિ ના અંતિમ રિપોર્ટ માં જાણવામાં આવ્યું કે ‘વીજળી’ પોરબંદર અને માંગરોળની નજીક દરિયા પાતાળ કુવો હતો.

આમ તો એમાં કાયમ ચ્કીકની ભીની માટી જ હોય એટલે દરિયામાં તળિયા જેવું લાગે પણ ક્યારે પવન કે પાણી ના કે બીજા કોઈ ન કદાય એવા કારણે ઘડો ફાટે એટલે ઉપર ના પાણી અને નીચે ની માટી એક સાથે ઉલેચાય અને પાછા ખેંચાય. ‘વીજળી’ એમાં ખેંચાઈ હશે ને ઘડા માં દરિયા ની માટી થી દબાઇ ગઈ હશે.

‘વીજળી’ એ ખાલી જળસમાધી ન લીધી પણ તે સમુદ્રમાં એવું તે ગરકાવ થયું કે ના તેનો અંશ મળ્યો કોઈ ના કોઈ મૃતદેહ. ‘વીજળી’ એક પ્રશ્નચિન્હ સાથે રહસ્ય બને છે. છેવટે વીજળી દંતકથા ની જળસમાધી એક દંતકથા સાથ બની ને રહે છે.

‘વીજળી’ પર ગુજરાતી સાહિત્ય માં ગુણવંતરાય આચાર્ય, ઝવેરચંદ મેઘાણી અને રાજેન્દ્ર દવે જેવા સહિયાકારો દ્વારા ઘણું લખાયું છે. તેમની એક કાવ્ય રચના “કાસમ, તારી વીજળી” ઘણી લીક્પ્રિય છે.  અહી, તે સાંભળી શકો છો !

‘વીજળી’ અને ‘ટાઈટેનિક’ બંને ને લંડન ની શેફર્ડ શિપયાર્ડ કંપની દ્વરા બનાવામાં આવ્યું હતું. ‘વીજળી’ ની લંબાઈ ૧૭૦ ફૂટ, ૨૭ ફૂટ પહોળી, અને આશરે ૧૦ ફૂટ ઉંડી હતી. ‘વીજળી’ માં વિશાળ કદ ના એન્જિન હતા. તેમાં સાત વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ હતા કે જેથી એકથી વધુ કમ્પાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જાય તેમ છતા તે તરતી રહી શકે. પણ એ રાતે તે ભયાનાક રાતે ફુંકાતા પવન સામે ટક્કર લેવા તૈયાર હતું?

વીજળી કોઈ રીતે તૂટે તો નહિ પણ આજ સુધી તેના અવશેષનો એક અંશ સુદ્ધા કેમ મળ્યો નથી તે ખરું રહસ્ય છે! દુર્ઘટના ઘટી પછી વર્ષો સુધી સૌરાષ્ટ્રના દરિયામાં કયારેક વીજળીના ભૂત દેખાય છે એવું વાતો ફેલાતી હોય છે એટલે એને ગુજરાતના સામુદ્રિક ઈતિહાસ માં “ઘોસ્ટ શીપ” તરીકે પણ ઓળખાય છે.

લેખક : ઉર્વીલ પટેલ (દુબઈ)

કોને કોને આ વિષે ખ્યાલ હતો ? કોમેન્ટ માં તમારો પણ મત જણાવજો !

ટીપ્પણી