પ્યાર-વ્યાર ઠીક પણ પહેલો ક્રશ! આહ્હાહા… વાત જ ના પૂછો સાહેબ શું દિવસો હતા…

પ્યાર-વ્યાર ઠીક પણ પહેલો ક્રશ! આહ્હાહા…

સમય અને સમાજ આજ કાલ એટલી ઝડપથી બદલાઈ રહ્યાં છે કે તમે નવી આવેલી કોઈક એક વસ્તુ અપનાવો, શીખો ત્યાં તો એ જૂની થઈ ગઈ હોય અને નવી કોઈક ચીજ જાણવા શીખવા માટે હાજર હોય. તે જ રીતે આ ખાયમ હોલ્લામાં એ એક જ ટેલિવીઝન અને એક જ ચેનલ (દૂરદર્શન) હોવાથી લઈને સમય એ હદ સુધી બદલાઈ ગયો કે એક જ ઘરમાં અનેક ટી.વી અને ઢગલાબંધ ચેનલ્સ આવી ગઈ. પણ હવે તો એ સમય પણ જૂનો થઈ ગયો છે. સ્માર્ટ ફોનના અતિ સ્માર્ટ જમાનામાં હવે તો હોટ સ્ટાર જેવી એપ્લિકેશને સફાઈદાર માર્કેટીંગ દ્વારા આપણાં દિમાગને પર્સનલ ટેલિવિઝન જેવી નવી મેન્ટાલિટી વિશે સમજાવી દીધું છે. ત્યારબાદ તો જોકે અનેક સોશિયલ ચેનલ્સ હવે ટેલિવિઝન ક્ષેત્રેજ માત્ર નહીં, મોબાઈલ ફોન ક્ષેત્રે પણ આવી ગઈ છે. ટીવી એફ પ્લેથી લઈને અલ્ટ બાલાજી, વૂટ, નેટફ્લીક્સ વગેરે અનેક ચેનલ્સ ધૂમ મચાવી રહી છે. ત્યારે એન્ટરટેઈન્મેન્ટ મામલે પણ હવે માત્ર ટી.વી. શ્રેણીઓ અને ફિલ્મોજ નથી રહી. શોર્ટ ફિલ્મથી લઈને વેબ સિરીઝો હવે એવા અફલાતૂન કન્ટેન્ટ સાથે આવવા માંડી છે કે એક પછી એક જોતાં રહેવા છતાં સ્ટોક શોર્ટ જેવી પરિસ્થિતિ ઊભી જ નહીં થાય.

બદલાયેલા આ નવા સમયની નવી મોસમે જ્યારથી અમને પણ દત્તક લીધા છે ત્યારથી અનેક શોર્ટ ફિલ્મ્સ અને વેબ સિરીઝઅ મે પણ જોઈ નાખી અને હજીય જોતાં રહીએ છીએ. બસ અને ત્યાંજ અમે એક નવી વેબ સિરીઝમાં મળ્યા રજત(રજ્જો)અને ઈશિતાને. ઓહ માય, માય… આ નવા છોકરાઓએ એજ જૂની કથા વસ્તુ વાળી કહાનીને શું તરોતાઝા રીતે પીરસી છે. અને ત્યાંજ વિચાર જનમ્યો આર્ટીકલ ઓન ફર્સ્ટ ક્રશ વિશેનો. ‘પહેલો ક્રશ’ આ એક એવો વિષય, એવી લાગણી અને જિંદગીના એ ચોક્ક્સ પડાવ પર આવેલો પહેલો વિસામો છે જે હરહંમેશ અદ્‍ભૂત હોય છે. આ એક એવો મૂકામ છે જે સમય બદલાય, સંજોગો બદલાય, સમાજ બદલાય છતાં બદલાતો નથી. અમને નથી લાગતું કે આ દુનિયામાં કોઈ એક વ્યક્તિ પણ એવી હોય જેને જિંદગીમાં પહેલો ક્રશ નહીં થયો હોય. અને મજાની વાત એ છે કે આ પહેલાં ક્રશ વાળી ઘટનામાં સામે પક્ષે ઉંમરનો કોઈ બાધ નથી. તે હમઉમ્ર સાથેનો પણ હોય શકે, પોતાનાથી મોટી ઉંમરની વ્યક્તિ માટે પણ હોય શકે અથવા નાની ઉંમરની વ્યક્તિ માટે પણ… ટીચર, કાકા-કાકી, બહેનની મિત્ર,ભાઈનો ફ્રેન્ડ, પપ્પાના મિત્ર કે મમ્મીની સહેલી, મહોલ્લાના નાકે રહેતો યુવાન કે ગલીમાંથી પસાર થઈ રોજ ટ્યુશન જતી કોઈ યુવતિ પણ. અહીં ઉંમર કે હોદ્દાનો કોઈ બાધ નથી. પરંતુ હા, આપણી ઉંમર જરૂર એક જ હોવાની, ટીનએજ. બસ એ વ્યક્તિ સામે જોતાં જ મન-શરિરમાં જાણે એક ઠંડકનું લખલખું પ્રવેશી જાય અથવા હુંફાળી આહ નીકળીજ જતી હોય એ નક્કી. અચ્છા અહીં ક્યાંય સેક્સ કે જીવન સાથી બનાવી લેવા જેવી ભાવના તો પાછી હોય નહીં. બસ તેને જોવો કે જોવી ગમે, તેની સાથે ક્યારે ક્યાં કઈ રીતે વાત થઈ શકે તેવા મૌકાની તલાશ અવિરત ચાલૂ રહે અને ક્યાંક તે વ્યક્તિનો કે તેના નામનો ઉલ્લેખ થાય એટલે ચહેરા પણ એક અલગજ ચમક આવી જાય. વાઉ… સો સુપર્બ ફિલીંગ ઈટ ઈઝ!
પાંચમા ધોરણથી લઈને કોલેજના પહેલાં વર્ષમાં આવ્યા સુધીની આ ઉંમરના તબક્કામાં આવિ સામોજે મજા આપે છે. એ મજા, એ અનુભવનું શું કહેવું. હા, પાછીએ વાત પણ સાચી કે મોટા થયા પછી આપણને ખૂદને જ વળી આપણીજ એ લાગણી પણ હસવું પણ આવે પણ છતાં તે સમયેય તે લાગણી તો બદલાય હોય જ નહીં. ‘આ વ્યક્તિ મારો પહેલો ક્રશ હતી! ‘તેવું આપણેજ આપણી જાતને પાછા યાદ પણ કરાવીએ. અને તે વખતે પણ થોડું નાચી લેવાની મનોમનજે ઈચ્છા થઈ આવે તે તો વળી પાછો સાવ અલગ જ અનુભવ.

યાદ કરો એ દિવસ કે જ્યારે સાવ આમ રૂટિન જિંદગી માફક રસ્તે ચાલતાં તમે જતાં હોઉ અને અચાનક સ્કૂલમાંથી પેલા ટીચર બહાર નીકળે! નહીં? અચ્છા તો યાદ છે એ દિવસ કે જ્યારે નજીકના સગાંને ત્યાં લગ્નમાં ગયેલા અને મુંબઈવાળા પેલા કાકી સિલ્કની સુંદર ચલકતી સાડી પહેરીને અચાનક તમારી સામે આમે આવી ગયા હતાં. યાદ આવ્યું? હા બસ એજ. એજ દિવસની વાત કરીએ છીએ. અને તેમાં વળી કમાલ તો ત્યારે થયેલી જ્યારે તેમણે તમારા ગાલ પર હળવો ચોંટ્યો ભરીને પૂછ્યુ હતું, ‘હેય, હાય ગુલ્લૂ ક્યારે આવ્યો દીકરા? બસ ત્યારેતો કહી જ દેવાનું મન થયેલું કે,’ગુલ્લૂ દીકરા મત કહોના…!’ પણ હોંઠ અને જીભને એટલી બળજબરીએ અટકાવી લીધેલા કે, અને મનમાં આવેલાએ શબ્દો… ‘આજે તમે મસ્તન ઢીંચાક લાગો છો કાકી!’ પણ કેવા રોકી લીધેલાં! સ્લિવલેસ બ્લાઉસ સાથે ગોલ્ડન કિનાર વાળી સાડી પહેરીને તે દિવસે ક્લાસમાં આવેલા ટીચર જ્યારે આપણી સાવ નજીક આવીને દાખલો સમજાવતા હતાં ત્યારે સાચુ કહેજો આપણું ધ્યાન તે દાખલા તરફ હતું કે ટીચરના અપ્રતિમ દેખાવ તરફ?
ના ખોટું નથી, જરા પણ ખોટું નથી જ. સો, આજે એ પળો યાદ કરતી વખતે ગિલ્ટ મહેસૂસ કરવાની કોઈ જરૂર નથી. મજાની વાત એ છે કે આ સમય દરમિયાન આપણો દેખાવ, આપણી ઉંમર, આપણું વજન વગેરે કંઈ જ વચમાં નથી આવતું. ભલેને આપણે તે સમયે૧૦૦ કીલોના ગોલૂ-મોટુ હોઈએ પરંતુ, ૩૫-૪૦ વર્ષની નાજૂક નમણી, સેક્સી દેખાતી આંટી પ્રત્યે ક્રશ અનુભવતા આપણને કોઈ જ રોકી શકે તેમ નહોતું. એ નાઈટીઝના જબરદસ્ત ગીતો યાદ આવી ગયા હમણાં નહીં? જે બધાએ આપણને ટીનએજમાં પણ યુવાન હોવાની લાગણી જન્માવી હતી.

પહેલા પહેલાં પ્યાર હૈ, પહેલાં નશા પહેલાં ખુમાર, દેખા તુજે તો જીને લગે હમ, ઓહ માય ગોડ. કુમાર શાનુ, ઉદિત નારાયણ, અભિજીત અને સાથે અલ્કા યાજ્ઞિક અને કવિતા ક્રિષ્નામૂર્તિ. આજે જ્યારે ઈલેક્ટ્રોનિક મિડીઆ અને વોટ્સ ઍપ, ઈન્સ્ટાગ્રામનો જમાનો ફૂલ બહારમાં ખીલ્યો છેત્યારે શું એ સમય યાદ નથી આવતો કે જ્યારે ટીનએજમાંથી પસાર થયેલી છોકરી ઓની ચોપડીઓમાં તેમના ફેવરિટ હીરોનો પોસ્ટ કાર્ડ સાઈઝનો ફોટો પૂર્ણ જતનથી રાખવામાં આવ્યો હોય?
પહેલો ક્રશ એક એવો સમય છે, એક એવી યાદ છે જે માણસ ૭૦નો થાય ત્યારે પણ યાદ હોય છે, યાદઆવતોહોયછે.ભલેતેસમયેતેલાગણીકોઈનેકહેવાઈ નહીં હોયઅનેમનોમનજખુશ થયા હોય અથવા ‘તમેલઈગયાઅમેરહીગયા’જેવોઅફસોસ પણ થયો હોય. અચ્છા આ બધાંની સાથે જ હમઉમ્રનો પહેલાં ક્રશવાળોપેલો ટીનએજ લવ? હાવળીક્રશજહતોને! જેને આપણે તે સમયે, નાની ઉંમરને ફર્સ્ટ લવ સમજી બેઠાં હતાં. કેવો સુંદર સમય હતો એ જ્યારે મમ્મી દાખલા ગણવા બેસવા માટે રસોડામાંથી લેકચર આપતી હોય અને આ તરફ બંદો કે બંદી પેલી કે પેલાની યાદમાં મુસ્કુરાઈ રહ્યા હોય. મમ્મીશું બોલે છે, શું બરાડા પાડે છે… તેથી કોઈ ફર્ક નહીં પડે. પછી અચાનક જ્યારે રૂમમાં આવી માથાં પર ટપલી પડે ત્યારેજ ભાન પડે કે, મમ્મી પૂછી રહી છે, ‘ધ્યાન ક્યાં છે તારું?’ તે સમયે જવાબ થોડો જ હતો આપણી પાસે, આપણી પાસે તો હતું માત્ર થોડું અમથું સ્મિત જે મમ્મી તરફ ફેંકી દેતા અને કહેતાં ‘ઓહ, સૉરી મમ્મી.’
કવિતા વાંચવા પ્રત્યેનો અને એથીય વધુ લખવા પ્રત્યેનો પ્રેમ આ ઉંમરે જ તો શરૂ થયો હતો. ગઈકાલ સુધી બોરિંગ લાગતી કવિતાઓ અને ગઝલો અચાનક ગમવા માંડે છે. જગજીત સિંઘની ઊંડાણવાળી ગઝલો કરતાં પંકજ ઉધાસજીની કે મનહર ઉધાસજીની સરળતાથી સમજમાં આવી જતી ગઝલો ગમવા માંડી એટલું જ નહીં ગૂનગુનાવતા પણ થઈ ગયેલાં. એકતો પોકેટ મનીની આમેય અછત હોય અને છતાં તે સમયે ટીચર્સ ડે કે ફ્રેન્ડશીપ ડે આવતા આપણાંએ અતિ પ્રિય ટીચરને ચોકલેટ કે ગુલાબ આપવાનું ભૂલાતું નહોતુ. અને મન થઈ આવતું કે કુમારશાનુ ભાઈ પ્લીઝ આપણે મદદે આવે અને બેકગ્રાઉન્ડમાં કોઈ સુંદર ગીત ગાઈ દેખાડે. આજે સોમવાર છે તો કઈ સાડી પહેરીને આવશે તે ધારણાથી લઈને આજે ટીચર મારી સામે જોઈને હસશેકે નહીં ત્યાંસુ ધીનો સટ્ટો મનોમન જામ્યો હોય. આ તો સ્કૂલ વાળી વાત પણ ઘરે? ‘ગુલ્લૂ આજે પપ્પી આંટી આવવાના છે!’ બસ આટલી વાત સાંભળતાજ ગુલ્લૂભાઈ ગૂલતાનમાં આવી જાય. વારે ઘડીયે નજર ઘડિયાળ તરફ રહ્યા કરે, ચાર વાગ્યે આવવાના હતાં, ચાર વાગીને ઉપર બે મિનિટ થઈ ગઈ હજી કેમ નહીં આવ્યા હોય? આવો પ્રશ્ન એક નહીં હજાર વાર થયા કરે. સાચુ કહું તો પરિક્ષાનું રિઝલ્ટ આવવાનું હોય તોતેની પણ આપણે એટલી આતુરતાથી રાહ નહોતી જોઈ જેટલી પપ્પી આંટીના આવવાની જોવાતી હતી.
અને આ ક્રશની પેલી હમઉમ્ર પ્રત્યે ક્રશવાળી કેટેગરીમાં પહેલાં સ્પર્શ વાળી ફીલિંગ યાદ આવે છે? આજેતો હવે છોકરા-છોકરી એકબીજાને સ્પર્શ કરે, શેક હેન્ડ કરે તેમાં કોઈ નવાઈ નથી અનેપહેલી જ મુલાકાત શેક હેન્ડ સાથેની હોય છે. પરંતુ આપણાં એ પહેલાં ક્રશ સમયે ફર્સ્ટ ટચનું એક અલગ જ મહત્વ હતું નહીં? ટ્યુશનક્લાસમાં એન્ટર થતી વખતે કે નોટ્સ આપતી વખતે કે સ્કૂલની રિસેસમાં બહાર દોડ-દોડી કરતી વખતે જો પેલી કે પેલા ફ્રેન્ડના હાથનો કે શરિરના કોઈ અંગનો અચાનક સ્પર્શ થઈ જાય તો તો જાણે ૧કરોડની લોટરી લાગી ગઈ હોય તેવું મન ઉછળકૂદ કરવા માંડે. અને પાછું એ આપનું મન પણ આપણાં જેવું જ નહીં? એટલે સ્વૈર વિહારે નીકળી જાય અને આ સ્પર્શમાં કોઈ છૂપો સંકેત તો નથીને તેની શક્યતાઓ શોધવા માંડે. અને તેવામાં ધારો કે તેણે આપણી પાસે નોટ કે ચોપડી માગી લીધી કે ક્લાસમાંથી બહાર નીકળતા આપણાં નામની બૂમ પાડી લીધી બસતો તો ગયા જસમજો. મન અચાનક મન મટી વકીલ બની જાય અને દલીલો કરવા માંડે, ‘નક્કી હું તેને ગમુજ છું, નક્કી તે મારી સાથે વાત કરવાનું બહાનુંજ શોધતી હતી અથવા શોધતો હતો. બાપરે આવિચારો અનેઆ દલીલો એટલા ગમતાં હતાં ને વાત નહીં પૂછો. નવરાત્રીની યાદોનુંતો પાછું એક આખું અલગ જ ફોલ્ડર. એનાં મહોલ્લામાં રમાતા ગરબા જોવા નહીં પરંતુ એક્સક્લુઝિવલી તેને ગરબા રમતાં જોવા માટે જ નવરાત્રી પ્રત્યે ઉત્સાહ જામ્યો હોય, અને તેમાં વળી જો તેના મહોલ્લાંમા આપણો કોઈ મિત્ર રહેતો હોય અને તેનીએ જ રાઉન્ડમાં ઘૂમવાનો ચાન્સ મળી ગયોતો ભયો ભયો. ગૂલમહોર તરફ ક્યારેય નહીં જોતા આપણને આ દિવસોના ઉનાળામાં ગૂલમહોરજ નહીં તેના ખરી પડતાં ફૂલો પણ ગમવા માંડે અને ઉજાણી કરવાદરિયે જતાં કે મિત્રો સાથે ફિલ્મ જોવા જવાના બનતા રહેતાં દરેક પ્લાનમાં તે આવશે કે નહીં ની શક્યતાઓ ચકાસતાં આપણે એટલા પ્રમય અને એટલી સાબિતીઓ તપાસી લઈએ કે જેટલાં ભૂમિતીની પરિક્ષાઓ સમયે પણ નહીં તપાસ્યા હોય. એ દિવસો યાદ છે જ્યારે તમે તમારાએ સમયના ગમતાં હીરો કે હિરોઈન માટે કોઈ જરાં સરખુ આમ-તેમ બોલ્યું હોય અને તમે લડી પડ્યા હોય. તમને નહીં ગમ્યું હોય, ગુસ્સો આવ્યો હોય. એનું એક પણ પીક્ચર છોડવાનું નહીં વાળી જીદ્દ તો ખરી જ પણ આપણાંમાના જ કેટલાંક એવા નબીરા કે નબીરીઓ પણ છે જ કે જેમણે તે સમયે તે ગમતિલી હિરોઈન કે હીરોનું એક જ પીકચર એક કરતાં વધુવાર જોઈ લેવામાં ઓલમ્પિક ગોલ્ડ જીત્યાની લાગણી અનુભવી હોય.
આમ ભલે જૂના ગીતો નહીં ગમતાં હોય પણ છતાં એ પાર્ટી સામે દેખાતા ‘બહારોં ફૂલ બરસાઓ, મેરા મહેબૂબ આયા હૈ’ગણગણી લેવાનું તો મન થઈ જ આવે. આવી સરસ ઉંમરના એપડાવનો તે ગમતિલો વિસામોજો ખરેખરજ યાદ આવીજ ગયો હોય તો આજે એ બાલિશ લાગણી પર ફરી એકવાર ગણગણી લો… ‘બહારોં ફૂલ બરસાઓ, મેરા મહેબૂબઆયા હૈ’ એમાં શું. એમાં કંઈ ખોટું થોડું છે. ઉંમર હતી, લાગણી હતી અને ગમતી હતી કે ગમતો હતો. એમાં શું. એમાં કંઈ જ ખોટું નથી. અરે ઉલ્ટાનું ગુલાબી ગુલાબી છે આ અહેસાસ તો. તો આજની આ થોડી પળો તે પહેલાં ક્રશને નામ…અને હજીય મનોમન વધુ મુસ્કુરાઈ લેવાની, ખુશ થઈ લેવાની ઈચ્છા હોય તો જસ્ટ ૫ એપિસોડ છે, મારી લો યુટ્યુબ બાબા પાસેથી ડાઉનલોડ અને જોઈ નાખો ‘ફ્લેમ્સ – પ્યાર ઔર પઢાઈ’ નામની એ પ્યારી સી નિર્દોષ, ગમી જાય તેવી લવસ્ટોરી… બિલીવ મી. મજા પડી જશે!

લેખક : આશુતોષ દેસાઈ

આના અભિપ્રાય જરૂરથી કોમેન્ટમાં આપજો અને દરરોજ આવી અનેક અવનવી વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી