ઓલિયો – ઈશ્વર જયારે કોઈ પાસેથી અમુક શક્તિ છીનવે છે ત્યારે એક અનોખી શક્તિ પણ જરૂર આપે છે…

ઓલિયો

ઉતરાણ હોવાથી બિલ્ડીંગ માં પતંગ ઉત્સવ રખાયો હતો.
સવાર થી જ બિલ્ડીંગ ની ટેરેસ પર ચહલપહલ ચાલુ થઈ ગઈ હતી…….
સવારનું જમણ સોસાયટી તરફથી હતું… ઊંધિયું, પુરી ને ગુલાબજાંબુ… રાતનાં બલોક નંબર 204..ના ભારતી બેન તરફથી ગરમ ગરમ વઘારેલો ખીચડો…..

દિવસ દરમિયાન દરેકના ઘરમાંથી ચીક્કી, બોર, લાડુડી જેવો નાસ્તો તો ચાલું જ હતો

મોટા આવજેDVD playerમાંથી બેસુરું સંગીત વાગ્યા કરતું હતું. બધા લોકો ખૂબ આનંદ માં હતા..ખાસ કરીને નાના નાના બાળકો ને યુવાનોનો ઉત્સાહ બમણો હતો. અમારો નાનકડો પાર્થ પણ તેના ભાઈ બહેન સાથે ટેરેસ પર જ હતો…. બધા ખૂબ મજા કરતાં હતાં ત્યાંજ વિભાવરીબેન નો આખો પરિવારઆવી પહોંચ્યો… સાથે બીપીનકાકા પણ ખરા…..!!!!!!

નાનાં બાળકો ચુપ થઈ ગયા, ટેપ નો અવાજ ધીમો કરી દેવામાં આવ્યો… લગભગ દરેક ને લાગ્યું કે હવે આપણી મજા મરી જશે….

વિભવરીબેન નો પરિવાર બહુ સારો ને સુખી સંપન,પણ તેના દિયર બીપીનકાકા કે જે મગજના થોડા અસ્થિર હતા…તે ગમે ત્યારે ગમે તેવું તોફાન કરી મુકતા….

આજે પણ તેઓ વિભાવરીબેન સાથે ટેરેસ પર આવ્યા હતા….બાળકોને લાગ્યું કે આપણી પતંગ લઇ લેશે તો????

ફિરકી તોડી મુકશે તો??? પણ વિભાવરીબેન બાળકોની આ અસમંજસ ને પારખી ગયા અને બોલ્યા કે “જુઓ બાળકો….. બીપીનકાકા પણ તમારી જેમ બલૂન,પતંગ ને ફિરકીલાવેલા છે, તે પણ તમારી જેમ પતંગ ઉડાવશે…….”તેની પાસે પતંગો ને માંજો પણ છે….. બધા ને આશ્ચર્ય પણ થયુંને હવે તો બહુ મજા પડશે…

બીપીનકાકા પતંગ ચગાવવા ની કોશીશ કરવા લાગ્યાં… દોરને ઢીલ દેતા ગયા….. પણ વ્યર્થ.. પાર્થ મોટેથી હસવા લાગ્યો…બેન તેને નીચે લઇ આવી તેને નીચે આવેલો જોઈને બધા તેની મજાક કરવા લાગ્યા….”કેમ ભાઈ !!!! હજું તો રાત ને વાર છે, કેમ?? વેલા આવી ગયાં???

પાર્થ ગુસ્સામાં બોલ્યો પેલા વિભવરીબેન ના બીપીનકાકા પણ આવ્યા તેને બઘી મજા બગાડી નાખી!!!! સાવ પાગલ જ છે”

ત્યાંજ નાની માં એ અટકાવ્યો, અને કહયું આવ તને એક વર્તા કહું….”અમારા ગમમાં એક ભગુકાકા હતા, બાલ્યાવસ્થામાં માં તે કામવાળી બાઈના હાથમાંથી પડી જતા તેના મગજમાં ગંભીર ઈજા પહોંચી…. તેના પિતાજી એક પોલીસ ફોજદર હતા….તેથી તેની ખૂબ સારવાર કરવી ડોરા ધાગા પણ કરાવ્યા….પણ બઘું વ્યર્થ….. વળી ભગુકાકા ના માં પણ અંધ હતા. તેથી તેને મોટા કરવામાં બહુ મુશ્કેલીઓ પડી….તે શરીર થી જ મોટા હતા પણ દિમાગથી બિલકુલ બાળક….નાહવા માટે નું કેવું પડે આ સાબુ, ડબલુ, પાટલી પર બેસો….

આમ કરતાં કરતાં તે મોટા થઈ ગયા….તે સફેદ લેંઘો, ઝભ્ભો, કાળી ટોપી પેરતા. લેંઘા નું નાડું નીચે સુધી લબડતું…. હાથમાં લાકડી રાખતા થઈ ગયાં . .. કદાચ કોઈ ટીખળખોર થી બચવા…..બાકી બહુ ભોળા માનવી…….તદ્દન નિરક્ષર હતાં. પણ ધાર્મિક વૃત્તિના અને પાકા આસ્તિક…..એક પણ એકાદશી ન ભૂલતા તે દિવસે તે વર્ત રાખતા અને ફકત ફળાહાર કરતા…
તો હે, નાનીમાં તે તો નિરક્ષર હતા, તો તિથી કે તારીખ કેમ વાંચતા????

હા! સાચી વાત!!!! પણ બેટા, ભગવાન તેને છઠ્ઠી ઇન્દ્રિ આપી દે……તેં પણ ખૂબ સતેજ… પાર્થ એકાગ્ર બની ને વાત સાંભળી રહ્યો…….

તેમના નાના ભાઈની પત્નિ એક શિક્ષિકા હતા.. ખૂબ પરગજુ અંધ સાસુ, અસ્થિર જેઠને પોતનો સંસાર ચલાવવો, તે કોઈ ખાવાનો ખેલ નથી!!!!!

તેમણે ભગુકાકા ને સમજાવી દીધું કે, બે એકડા 11 આવે ત્યારે એકાદશી કે’વાય…… તેથી ભગુકાકા ઊઠતાંવેત પેલાં ગુજરાતી કેલેન્ડર ના તરીખ્યાં માં જોતા, ને તેનુવ્રત ન તૂટે તેની કાળજી રાખતા….. તેના નાના ભાઈના પત્ની એ તેમની આ વડીલની પોતાના સંતાનો ની જેમ સેવા કરી હતી તેના અમે સાક્ષી છીએ……..

ભગુકાકા એક તાદર્શ વૈષ્ણવ હતા. નિયમિત રણછોડ જી ના મંદિરે જતા…પછી ભલેને ટાઢ, તડકો કે વરસાદ હોય….મંગળા, રાજભોગ કે શયન… હોય…એમ અઠે યસમાં ની ઝાંખી કરવા પોહોંચી જતા.ખરા અર્થમાં કહુને,તો! એ નરસિંહ મહેતા નો બીજો અવતાર જ હતા….કયારેક મુખીયાજી પાસે ઝાંઝ,પખવાજ વગાડવા આપે તેવી વિનંતી કરતાં.. અને ભલા મુખીયાજી, આ ઓલિયાને ઝાંઝ વગાડવા આપતા…. ભલે તે પછી સૂર માં ન હોય….પણ તેનો નાદ સાક્ષાત રણછોડજી પાસે પોહોંચી જતો..એક દિવસ 85 વર્ષ ની આયુએ આ ઓલિયા અમને બધા ને આશીર્વાદ આપીને ગૌલોક વાસી થયા…આટલું બોલતા જ નાનીમાં ની આંખો ના ખુણાભીના થઈ ગયા.

નાના પાર્થ ની આંખો માંથી દળદડ આસું ટપકવા લાગ્યા…. ને નાની ના ખોળા માં બેસી ને બોલ્યો” હવેથી હૂં ક્યારેય કોઈની મજાક નહીં કરું….સૉરી,,,, નાનીમાં…..

લેખિકા :- અલ્પા પંડ્યા દેસાઈ….

દરરોજ અનેક અલગ અલગ વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.. તો તમે લાઇક કર્યું કે નહિ???

ટીપ્પણી