મનની મીરાત – ઇમોશનલ ક્રાઇસિસનો એક્સ-રે… દરેક કપલ માટે ખૂબ ઉપયોગી એકવાર જરૂર વાંચો…

મનની મીરાત

ઇમોશનલ ક્રાઇસિસનો એક્સ-રે

અઠ્યાવીસ વર્ષની એવરગ્રીન અશની આજે ફરીથી ઊલઝી ગઇ છે. એવામાં તેની એકદમ નજીકની કઝિન કમ ફ્રેન્ડ એવી અયની અમેરિકાથી તેને લોંગ ડિસ્ટન્સ વીડિયો કોલ કરે છે.

‘હાય અશી! હાઉ આર યુ સ્વીટી! તારો મૂન લાઇક ફેસ આજે કેમ ફેડ અપ થયેલો દેખાય છે મને? વોટ હેપન્ડ બેબી? એનિથિંગ રોંગ ઓર સમથિંગ સીરિયસ? તું આમ ગૂંગી ગુડિયા કેમ બની ગઇ છે અશી? જે હોય તે જલદીથી કહી દે મને. જો તો ખરી મારો જીવ હવે અદ્ધર થઇ ગયો છે.અવસાદગ્રસ્ત અશની ઊતરેલી કઢી જેવા મોંએ તેને કમ્પ્લેઇન કરે છે, ‘યાર અયની, આઇ એમ રિયલી ડિસ-અપોઇન્ટેડ. કોણ જાણે કેમ પણ આફ્ટર મેરેજ મારી લવ લાઇફ થોડીક સ્લો ડાઉન થઇ છે. અદીન મને પહેલાં જેવો પ્રેમ કરતો નથી. આવું કેમ? સ્નેહના ધુધવતા સાગરમાં અચાનક ઓટ આવવાનું અગમ્ય કારણ શું હોઇ શકે?’એ મેચ્યોર અશનીની ફરિયાદ સાંભળી રહેતી અયની તેને શાંત ચિત્તે સમજાવે છે, ‘માય ડિયર અશની, આઇ કાન્ટ બીલિવ કે અદીન તને અગાઉની માફક પ્રેમ નથી કરતો. હા,તારી અપેક્ષા પ્રમાણેનો નહીં કરતો હોય એ નક્કી પણ એનો મતલબ એવો નથી કે અદીન તને ચાહવાનું ચૂકી ગયો છે. તેની પ્રેમ વ્યક્ત કરવાની અભિવ્યક્તિમાં સમયની સાથે પરિવર્તન આવ્યું હોય એવું બને. હું તને મારી ગમતી શેરપંક્તિ ફરીથી આજે સંભ‌ળવી દઉં: કવિ હરીન્દ્ર દવે કહે છે, ‘કોઇનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, માત્ર આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.’ લિસન કેર ફુલી !ક્યુટી, તારે પણ તારી અંતરની અને અપેક્ષાઓનો એક્સ-રે કરાવવાની જરૂર છે. આનાથી તને ખ્યાલ આવશે કે પ્રેમનો ઉછાળ સમય જતાં ઓસરી જાય એના માટે અનેક કારણો જવાબદાર હોઇ શકે છે.’અત્યાર સુધી આ છેડે અજીબ અસ્વસ્થતા સાથે સાંભળી રહેલી અશની અંતરની અકથ્ય ઉર્મિઓને વાચા આપે છે, ‘અયની, આ ઇમોશનલ ક્રાઇસિસ મોટા ભાગે હું અનુભવતી હોઉં એવું મને લાગે છે. જ્યારે અદીને તો ઇમોશન્સની કંઇ દરકાર જ નથી. ‘હગ’થી દૂર રહેતા અદીનને તો બસ પોતાનો હક જમાવવો છે મારા પર. જ્યારે ને ત્યારે તે મને મેણું મારે છે: બ્યુટીને તો તું સાચવી નથી શકી હવે તારી ડ્યુટીને સાચવ તોય ઘણું છે. તે મને અધિકાર પૂર્વક કહે છે કે મને પ્રેમ કરવો એ તારી ફરજ છે. હું તેને પ્રેમ કરું અને એ ફીલિંગ્સને એક્સપ્રેસ કરું એવું એ એક્સ્પેક્ટ કરે છે. સામે મારે એની પાસેથી પ્રેમની અપેક્ષા નહીં રાખવાની એવું કેવું?’

ઇમોશનલ ક્રાઇસિસને ઉકેલવામાં અનુભવી એવી અયની અકળાયેલી અશનીની વાતનો આન્સર આપતાં કહે છે, ‘અશી,અદીન હોય કે અન્ય કોઇ, દરેક પતિ પોતાની પત્ની પાસેથી અમુક પ્રકારનું અપેક્ષિત વર્તન ઇચ્છતો હોય છે. એ તેની પરંપરાગત ટેવ છે. સદીઓ જૂની તેની આ આદતને તું ઇચ્છીશ તો પણ કદી બદલી નહીં શકે. અદીનની અપેક્ષા પ્રમાણે તારે બીહેવ કરવું. વળી, તેની પાસેથી પ્રેમપૂર્ણ વ્યવહારની વધુ પડતી અપેક્ષા ન રાખવી જોઇએ. અદીન ઓફિસ જાય ત્યારે તને હગ કરીને જાય એવો હરહંમેશ તેનો મૂ઼ડ ન હોય અથવા તો એ સમયે એવી અનુકૂળતા પણ ન હોય એવું બને. એનો અર્થ એવો નહીં કરવાનો કે એ તને પ્રેમ નથી કરતો કે એને કંઇ તારી પડી જ નથી. એ દિવસે એવું પણ બને કે એ રાતે ઘરે પાછો ફરે અને પ્રોપર પ્રાઇવસી મેન્ટેન થતી હોય ત્યારે તને ટાઇટ હગ કરે અને એ રીતે તારો દિવસભરનો થાક પળવારમાં ઉતારી નાખે. નિરપેક્ષિત પ્રેમની એ અમૂલ્ય અને આહલાદક પળોનેમાણતા શીખી જા તો તારી લાઇફ લાઇવલી અને લવલી બની જશે. દરરોજ સવારે તારાથી દૂર જતા પહેલાં તને કિસ કરે એને પ્રેમ નહીં પણ ઉપક્રમ કહેવાય. એવી જ રીતે ‘હગ’ની હદમાં બંધાઇ ગયેલો સ્નેહ શુષ્કતાનો સરવાળો કરતો રહે છે. આવો કંટાળાજનક પ્રેમ જિંદગીનો થાક ઉતારતો નથી પણ વધારે છે. આને કંઇ રીતે લાંબા સમય સુધી સહન કરી શકાય? અશી, એકબીજાના ઇગોને ઇગ્નોર કરીને ઇમોશન્સનો ઇકો સાંભળવાની મજા અનેરી છે. તારી લાઇફમાં અન્વોન્ટેડ એન્ટ્રી મેળવનારી ઇમોશન લક્રાઇસિસ માટે તું જ મહદંશે જવાબદાર છે.’

અશની અપાર આશ્ચર્ય સાથે પૂછે છે, ‘ અયની, આવું તું કેમ કહે છે?’
અશનીના અંગતજી વનમાં એક દમથી આવી પડેલી ભાવનાત્મક કટોકટીનું અન્ય એક કારણ દર્શાવતા અયની કહે છે, ‘અશી, તારા દિલ પર હાથ મૂકીને તું મને સાચેસાચું જણાવ કે સાત વર્ષ પહેલાં તું જેટલી સુંદર લાગતી હતી એટલી ખૂબસુત તું અત્યારે લાગે છે? આઇ એમ સ્યોર કે આનો જવાબ ના છે કેમ કે છેલ્લાં પાંચેક વર્ષમાં તેં 15 કિલો વજન ખડકી દીધું છે. જ્યારે અદીનના કિસ્સામાં એવું નથી જોવા મળતું. ટુ બી વેરી ફ્રેન્ક, અદીનની ઉંમર વધે છે તેમ તે વધારે હેન્ડસમ લાગી રહ્યો છે. થોડું ફોકસ તું તારા ફિગર પર કર. તારે આ બાબતે સીરિયસ થવાની જરૂર છે. અદીન પોતાના પ્રોફેશનમાં પ્રગતિ કરીને સફળતાના શિખર સર કરી રહ્યો છે. તેની આસપાસ અનેક રૂપાળી તિતલીઓ ફરતી રહે છે ત્યારે તેને સ્વભાવિક પણ એવી અપેક્ષા રહે કે તેની પત્ની એટ લિસ્ટ પ્રેઝન્ટેબલ લુક ધરાવતી હોય.’ અશનીને વાસ્તિવકતાનું ભાન થતા સજ્જ અને સ્વસ્થ બને છે, ‘અયની, હું આજથી ફિગર કોન્સિયસ બની ગઇ છું અને મારી ક્રાઇસિસને મેનેજ કરવા માટે મજબૂત પણ. હું વેઇટ લોસ પ્રોગ્રામ ચાલું કરી દઉં છું. થોડા સમયમાં તું પણ મારામાં આવેલો ચાર્મિંગ ચેન્જ જોઇ શકીશ. ટીલ ધેન બાય. લવ યુ બેબી!!’
અમીરાત: ઓકળી આકાશ સુધી લીંપીને, ઝંખના સંબંધની સ્થાપી હતી.
સાતરંગી તેજ નીખરતું અજબ! વારે વારે વાદળી માપી હતી.

-કિશોર મોદી

લેખક : મીરાં ત્રિવેદી

તો મિત્રો અભિપ્રાય જરૂર આપજોકોમેન્ટમાં, અને દરરોજ આવી અનેક વાતો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી