ગિફટ – લગ્નને એક વર્ષ પૂરું થયું હતું અને તેના પતિને જરાપણ ઉત્સાહ નહોતો…

ગિફટ”

રીતુ…ખુબજ મસ્તી ખોર, ચુલબુલી અને એક પણ મિનિટ તેનું મો બંધ ના રહે. બધાને પોતાના કરી દેવાની કળા તો એનેજ આવડે..

હવે વાત ચાલે છે રીતુના લગનની અને બધા એવુંજ કહે છે આને કેવો છોકરો મળશે ભગવાન જાણે!

અને એક દિવસ રીતુને જોવા છોકરાવાળા આવે છે. તેમને રીતુ પસંદ પડે છે. રીતુનું લગ્ન નક્કી થયું રાકેશ સાથે. રાકેશ ખુબજ શાંત અને કામ પૂર્તિજ વાત કરવા વાળો. પણ દેખાવ માં એકદમ સ્માર્ટ. ખુબજ દેખાવડો. એક નજરમાં જ ગમી જાય એવો. વાત

નક્કી થઇ પછી ચુલબુલી રીતુ તેનું બોલવાનું ચાલુ રાખતી અને રાકેશ બધું સાંભળતો અને સ્માઈલ કરતો. એને રીતુ ખુબજ ગમવા લાગી અને તેના લગ્ન હવે રીતુ સાથે જલ્દી થાય તેવું વિચારવા લાગ્યો અને એ દિવસ આવી ગયો અને રીતુ ને રાકેશ ના લગ્ન થઇ ગયા.ઘર માં બધા રીતુ થી ખુશ. રાકેશ ની જોબ પણ સારી એટલે આર્થિક રીતે કોઈ વાંધો આવે એવું નહતું અને એટલે રીતુ ઘરમાંજ સાસુ સસરા બધા સાથે રેહતી. દિવસમાં એક વાર રાકેશ ફોન પર શું કરે છે એવું પૂછી લેતો અને એની આગળ કોઈ વધારે વાત ન કરતો અને રીતુ અકળાઈ જતી અને આ રોજનો નિયમ. સાંજે રાકેશ આવતો ત્યારે સાથે જમવાનું અને બસ એક સ્વીટ સ્માઈલ આપતો અને રીતુ અકળાઈ જતી. પણ રાત પડે રાકેશ એને પોતાનામાં સમાવી લેતો ત્યારે રીતુ ને લાગતું આના જેવું સુખ બીજે ક્યાં નથી! અને એ પોતાનો બધો ગુસ્સો અકળામણ ભૂલી તેની બાંહોમાં સમાઈ જતી પણ પાછું સ્ત્રી હ્રદય એટલે.. વિચારો તો એવાજ કરે બીજાબીજાના હસબંડ કેમ આટલા રોમેન્ટિક હોય છે? પોતાની પત્ની ને બહાર લઈ જાવી, શોપિંગ કરાવવું અને હાથ માં હાથ નાખી કોઈ એકાંતમાં બેસવું આવું કેમ મારા નસીબ માં નથી? અને એ દુઃખી થઇ જતી …

પણ એ જો પોઝિટિવ વિચારે તો પ્રેમાળ પતિ, માં-બાપ જેવા સાસુ સસરા અને પોતાની મરજી મુજબ જીવન જીવવાની છૂટ જે લગ્ન પછી બધા ના નસીબમાં નાહોય એવું જીવન જીવવાનું હતું પણ રીતુ તોય દુ:ખી રેહતી. જાણે કૈક ખૂટ તું હોય તેવું એને લાગતું અને આજે એના લગ્નને 1 વર્ષ પૂરું થયું આજે તેની મેરેજ એનીવર્સરી હતી એ ખુશ હતી પણ રાકેશ તરફથી કોઈ પ્રતિભાવ ના મળવાથી થોડી અપસેટ હતી સાંજે જેવો રાકેશ ઘરે આવ્યો એટલે વિચારવા માંડી કેવો માણસ છે.? એને કોઈ ફરક નથી પડતો! પણ થોડી વારમાં જ રાકેશ તૈયાર થઇ આવ્યો અને કહે આજે મારા મિત્રના ઘરે જવાનું છે તું જલ્દી તૈયાર થઇ જા! અને રીતુ
કશું પણ બોલ્યા વગર તૈયાર થઇ ગાડીમાં બેસી ગઇ.

ગાડી એક મોટી હોટેલ પાસે ઉભી રાખી એટલે રીતુ કહે તમાંરા મિત્ર ને અહી મળવા જવાનું છે? રાકેશ કહે હા તું ચાલ તો ખરી! અને રાકેશ રૂમ ની ચાવી લઇ રિસેપ્શનિસ્ટ સાથે કંઈક વાત કરી પણ રીતુ કઈ સમજતીના હતી કે આ શું ચાલે છે.? એને તો બસ એજ ખબરકે એના ફ્રેન્ડ ને મળવાનું છે અને રાકેશ તેને હાથ માં હાથ નાખી હોટેલ માં જ્યાં રૂમ બુક કર્યો છે ત્યાં લઇ જાય છે જેવું બારણું ખોલે છે ત્યાંજ ફૂલોનો વરસાદ થાય છે અને સજાવેલો રૂમ અને હેપી મેરેજ એનીવર્સરી માય રીતુ. ડાર્લિંગ…આઈ લવ યુ…અને રીતુ આસરપ્રાઈઝ જોઈ રાકેશ ને વળગી પડે છે. રાકેશ માટે એને બધી ફરિયાદ દૂર થઇ જાય છે…. અને રાકેશ એટલુંજ કહે છે રીતુ હું તને બહુ પ્રેમ કરું છું પણ તને કહી નથી શકતો. અને ત્યાંજ રીતુ તેના મો ઉપર હાથમૂકી દે છે અને કહે છે.. તમારે કોઈ ખુલાસો આપવાની જરુર નથી… હું તને સમજી ના શકી તે બદલ સોરી અને રીતુ પહેલી મેરેજ એનીવર્સરી ને જાણે આજેજ લગ્નની પહેલી રાત હોય તેવો અનુભવ કરે છે… અને રાકેશ કહે છે કેવી લાગી મારી ગિફ્ટ… સરપ્રાઈઝ ગિફ્ટ…..હું એવું માનું છું કે દરેક સ્ત્રી એ પોતાનો પતિ અંતર મુખી હોય કે પ્રેમ નો એકરાર બીજા ની જેમ ના પણ કરી શકે તો એ તમને પ્રેમ નથી કરતો એવું માનવાની ભૂલ ક્યારેય નહિ કરવી. પતિ પત્ની નો સબંધ પ્રેમ અને વિશ્વાસથી ચાલે તેમાં દેખાવ કરે એ જરૂરી નથી..

લેખક : નયના નરેશ પટેલ..

રોજ આવી નાની નાની અને સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી