આ શિયાળામાં કચરિયું બહારથી લાવાની જરૂરત નહિ રહે, નોંધી લો આ રીત…!!! સ્ટેપ બાય સ્ટેપ રેસીપી..

“તલનું કચરિયું”

1) ૧ કપ સફેદ તલ (કાચા)
2) ૧/૨ કપ ગોળ
3) ૧/૨ કપ ખજૂર
4) ૧/૪ કપ સુકું ટોપરું છીણીને
5) ૧ ચમચી સુંઠ પાવડર
6) ૧/૨ ચમચી ગંઠોડા પાવડર
7) ૧/૨ ચમચી ખસખસ
8) ૧/૨ ચમચી એલીચી અને જાયફળ નો પાવડર
9) ૧/૪ કપ તલ નું તેલ
10) ૧/૨ ચમચી મગજતરી ના બી

1) તલ ને મિક્ષરમાં અધકચરા crush કરવા

2) હવે તેમાં ગોળ,સમારેલી ખજૂર,સુંઠ,ગંઠોડા અને થોડું ટોપરું એક કરી ફરી થી crush કરવું

3) મિક્ષર માં વધારે ફેરવવું નહી

4) બધું crush થાય એટલે ૩-૪ ચમચી તલ નું તેલ ઉમેરી ફરી થી મિક્ષરમાં થોડું crush કરી લો

5) ફરી થી ૨-૩ ચમચી તેલ ઉમેરી ને મિક્ષરમાં થોડું crush કરી લો

6) એક વાસણ માં કાઢી લોટ બાંધતા હોય એ રીતે ૪-૫ મિનીટ મસળવું

7) બાકી નું ટોપરા નું છીણ,મગજતરી ના બી એક કરી મિક્ષ કરી દો

8) હવે કચરિયું તૈયાર છે તેને બરાબર દબાવીને ડબ્બા માં ભરી દો

9) તેના પર સજાવટ માટે ખજૂર, ટોપરું, ખસખસ, મગજતરી ના બી અને બદામ લગાવી શકો છો

આ રેસિપીનો ફૂલ વીડિઓ જોવા ક્લિક કરો.

સૌજન્ય : શ્રીજી ફૂડ 

ખુબ સરળ રીત છે તો શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી