ગુજરાતીઓના ઘરે ઘરે બનતો ફેમસ ‘ઓળો રોટલા’ આજે જ બનાવો

ઓળો રોટલા

સામગ્રી:

૩ રીંગણા,
૪ ડુંગળી લીલી/સૂકી,
૨ ટમેટા,
૧/૪ કપ વટાણા (નાખવા હોય તો),
૧ લીલું મરચું,
૧.૫ ચમચી લસણની પેસ્ટ (લીલું લસણ હોય તો વધારે સારું),
૧ સુકું મરચું,
૨ ચમચી લાલ મરચું,
૨ ચમચી ધાણાજીરું,
૧/૨ ચમચી હળદર,
મીઠું,
૩ ચમચા તેલ,
૧ ચમચી રાઈ,
૧ ચમચી જીરું,
ચપટી હિંગ,
લીમડાના પાન.

રીત:

સૌ પ્રથમ ટમેટા, ડુંગળી, મરચા ઝીણું સમારી લેવું. હવે રીંગણા પર તેલ લગાવી ચપ્પાનો કાપો મૂકી ગેસ પર શેકવા મુકવા. રીંગણા શેકાય જાય એટલે છાલ નીકાળી લેવી.

તેના ડીટીયા કાપી વચ્ચેથી અડધો કાપો કરી જોઈ લેવું કે ઈયળ નથી ને, રીંગણામાં કાપા કરી પછી મેશ કરી લેવું. હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડાના પાનનો વધાર કરી તેમાં લસણની પેસ્ટ, લીલું મરચું, લાલ સુકું મરચું મિક્ષ કરવું.

પછી તેમાં વટાણા, ડુંગળી નાખી તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું નાખી હલાવી લેવું, ટમેટા મિક્ષ કરી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળવું. હવે તેમાં મેશ કરેલ રીંગણાનો માવો ઉમેરી મિક્ષ કરવો. કોથમીર ભભરાવી હલાવી લેવું.

તો તૈયાર છે ગરમ ગરમ ઓળો. ઓળાને રોટલા, ગોળ, માખણ, દહીં/છાસ, પાપડ, ડુંગળી જોડે ગરમ ગરમ સર્વ કરવો.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી