weekend special ” ગુજરાતી પિઝ્ઝા” બનાવી દેજો તમારા બાળકોને હેપ્પી હેપ્પી થઇ જશે

 “ગુજરાતી પિઝ્ઝા”

સામગ્રી :

સૌ પ્રથમ પીઝાના રોટલા તૈયાર કરવા :
1 નાની તપેલી ઘઉં નો ભાખરી નો લોટ (Bhakri Wheat flour)
1 નાની વાડકી ઘઉં નો રોટલી નો લોટ (Chapati Wheat flour)
અજમો, જીરૂં, મીઠું જરૂર મુજબ
ઘી નું મોણ મુઠી વડે એટલું (Ghee)
પાણી લોટ બાંધવા માટે (Water)
ગ્રેવી તૈયાર કરવા :
4 થી 5 નંગ ટામેટા (Tomato)
2 થી 4 નંગ ડુંગળી (Onion)
લીલું લસણ જરૂર પ્રમાણે (Green Garlic)
1 નંગ કાકડી (Cucumber)
1 નંગ કેપ્સીકમ મરચું (Capsicum Chili)
ચીઝ જરૂર મુજબ (cheese)
ટોમેટો કેચપ જરૂર મુજબ (tomato catchup)

રીત :

સૌ પ્રથમ ઘઉં ના બંને લોટ ભેગા કરી તેમાં જીરૂ, અજમો, મીઠું નાખી ઘી નું મોણ નાખી સહેજ સહેજ પાણી નાખી કઠણ લોટ બાંધી રોટલા વણી એટલે કે સહેજ જાડી ભાખરી વણી નોન સ્ટીક તવી માં રૂમાલ થી દબાવીને ધીમાં તાપે ગુલાબી શેકી લેવી.

આ ભાખરી 4 થી 5 દિવસ સુધી ઉપયોગ માં લઇ શકાય એવી બને છે. ત્યારબાદ એક તાસરામા તેલ મૂકી તેમાં હિંગ નાખી જીણા સમારેલા ટામેટા, ડુંગળી, લીલું, લસણ, મરચાં નાખી મીઠું ઉમેરી સહેજ ખદખદે એટલે ગેસ બંધ કરી દેવો.

ત્યારબાદ એક ડીસ માં ભાખરી લઇ તેમાં સૌ પ્રથમ બટર લગાવી લસણ ની લાલ ચટણી લગાવવી તેની ઉપર આ ગ્રેવી સરસ રીતે પાથરી પછી કેપ્સીકમ મરચાં અને કાકડી ના ઝીણા ટુકડા કરી ભભરાવવા. અને પછી ઉપર ચીઝ છીણી ને ભભરાવવી. ઝીણી સમારેલી કોથમીર ભભરાવવી પછી ચપ્પાથી તેનાં ચાર પીસ કરી દેવા. ગુજરાતી પીઝા તૈયાર છે.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી