62 ફૂટ લાંબી જટા છે આ ગુજરાતીની, વાળ ધોવા માટે ફાળવે છે ત્રણ કલાક…

કોઈ વ્યક્તિ દરરોજ પોતાની સાથે દોરડા જેવી વસ્તુ લઈને ફરતો હોય તો આપણને આશ્ચર્ય લાગે, પણ નજીકથી નીરિક્ષણ કરતા આ વ્યક્તિ દોરડુ નહીં પણ પોતાના 62 ફુટ લાંબા દોરડાની જેમ વીટળાયેલા વાળ લઈને ફરે છે. આ દ્રશ્ય પંચમહાલ જિલ્લાનાં ઘોઘંબા તાલુકાના સરસવા ગામના રહેતા સવજીભાઈ રાઠવાને જોતા જોવા મળે છે. સરસવા ગામની ટેકરી પર 60 ફુટના ઘરમા રહેલા સવજીભાઈ ‘ભુવા’ ની સાથે ખેતી તેમજ સામાજિક કામ કરે છે. એક સામાજિક સંસ્થા દ્વારા સવજીભાઈ સૌથી લાંબા વાળના ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માટે પોતાની એન્ટ્રી મોકલવાની તૈયારી કરી રહ્યાં છે.

-લાંબા વાળ માટે શું કરે છે

– સવજીભાઈ ગામમાં વીટળાયેલા દોરડાની જેમ પોતાના 62 ફુટ લાંબા વાળ લઈને ફરે છે.
– વાળની માવજત માટે સવજીભાઈ ખોરાકમાં ખાસ પ્રકારનું ડાયટ લે છે. જેમાં અમુક પ્રકારના ખોરાકથી દૂર રહે છે.
– તેઓ માત્ર વેજીટેરીયન ખોરાક લે છે, તેમજ ઘરમાં બનાવેલ ખોરાક જ આરોગે છે. બહારના ખોરાકથી દૂર રહે છે.
– મહદઅંશે તેઓ સ્પાઈસી ખોરાકથી નથી લેતા, કામ અર્થે બહાર જાય ત્યારે માત્ર ફળ જ ખોરાકમાં લે છે.

વાળને ધોવા માટે ત્રણ કલાક જેટલો સમય ફાળવે

– સવજીભાઈ દરેક બીજા દિવસે પોતાના વાળને ધોવા માટે ત્રણ કલાક જેટલો સમય ફાળવે છે.
– સવજીભાઈનાં પૌત્ર-પૌત્રીઓ તેમને વાળ સુકવવામાં મદદ કરે છે.
– તેમના પૌત્ર-પૌત્રીઓ જ્યારે સૂર્યના પ્રકાશમાં તેમના વાળ સુકવતા હોય છે ત્યારે સવજીભાઈ વૃક્ષની છાયામાં હુક્કો(બીડી) પીવે છે.
– સવજીભાઈ ત્રણ પરીણીત સંતાનોમાં બે દિકરા અને એક દિકરી છે.

વર્લ્ડ રેકોર્ડ નોંધણી અંગે શું કહે છે

– સવજીભાઈ સૌથી લાંબા વાળના ગીનીસ વર્લ્ડ રેકોર્ડ માટે પોતાની એન્ટ્રી મોકલાવી શકે છે.
– તેઓ કહે છે કે, કોઈ મને આ રેકોર્ડની નોંધણી માટેની પ્રક્રિયામાં મદદરૂપ થાય તો હું મારી એન્ટ્રી મોકલીશ.
– એક સ્થાનિક નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન સવજીભાઈને જરૂરી ડોક્યુમેન્ટ પ્રક્રિયા કરવા માટે મદદ કરવા આગળ આવી છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર

શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી