ઓર્ગેનિક ફાર્મિંગ – ૨

દોસ્તો, ગઈ પોસ્ટમાં આપણે વાત કરેલી કે ઘરે જ અને ઓર્ગેનિક (કોઈ પણ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વગર, કુદરતી રીતે) રીતે શાકભાજી ઉગાડીને ખાઈ શકાય તો એ ઘરના સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે, હું તમને જણાવીશ કે કેવી રીતે ઓર્ગેનિક ફાર્મિંગ/કન્ટેઈનર ગાર્ડનીંગ તમે પણ શીખી શકો. કન્ટેઈનર ગાર્ડનીંગની નીચે બતાવેલા easy steps પ્રમાણે શરુવાત કરી શકો છો.

 

1)  Selcect your pot :  સૌથી પહેલા તમારું container, pot કે કુંડુ પસંદ કરો. તમારી પાસે મુકવા માટે કેટલી જગ્યા છે અને શું રોપવું છે એ પ્રમાણે નક્કી કરી શકો.  જો તમારે કુંડા નો ખર્ચ ના કરવો હોય તો કોઈ પણ જૂની bucket કે container વાપરી શકો છો.

pot
2) જે કુંડુ કે પોટ select કરો એમાં ફોટા માં બતાવ્યા મુજબ નીચે holes હોવા ખુબ જરુરી છે.
(excess water drain થવા માટે) જો તમે ઘર માંથી કાઢી કોઈ container વાપરો તો એમાં નીચે holes કરી દો.
3) હવે તમારા container માં જે holes છે તેને નાના તૂટેલા teracotta ( નાના કોડિયા નો તૂટેલો piece ) થી ઢાંકી દો એની ઉપર ફોટા માં બતાવ્યા મુજબ નાના પત્થર ગોઠવી દો (પત્થર નું એક જ લેયર કરવાનું છે )
4) કોઈ પણ વસ્તુ રોપવા માટે સારી માટી અને ખાતર ખુબ અગત્યના છે, કુંડામાં ફોટામાં બતાવ્યા પ્રમાણે માટી અને compost ખાતર નું મિશ્રણ ભરી દો, કુંડુ થોડું ઓછું ભરો, ફોટામાં બતાવ્યા મુજબ છેક ઉપર ની સપાટીથી થોડું ઊંડું કુંડા કરતા સહેજ મોટી ડીશ કે plate માં કુંડુ રાખશો તો સારું પડશે.
kundu
5) હવે એવી જગ્યા પસંદ કરો જ્યાં હવા ઉજાસ હોય , દિવસ માં થોડા કલાક સૂર્ય ના કિરણો આવતા હોય. બસ તૈયારી થઇ ગઈ –
So, now ready to plant first thing. ચાલો coriander – ધાણા થી શરુવાત કરીએ

 

સામગ્રી –

1) Coriander seeds – સુકા આખા ધાણા (Yes , દરેક ના રસોડામાં સુકા ધાણા હશે જ )
2-3 spoon સુકા ધાણા – જ્યારે રોપવાના હોય એના એક રાત પહેલા પાણી માં પલાળી દો
2) તૈયાર કરેલો pot કે કુંડુ
3) પાણી

રીત :
ફોટા માં બતાવ્યા મુજબ – જે પલળેલા coriander સીડ્સ છે તેને કુંડા માં આશરે થોડી થોડી જગ્યા રહે એ રીતે ભભરાવી દો. હવે હલકા હાથે માટી થી ઢાંકી દો, અને પાણી છાંટી દો. ( પાણી પણ સાચવી ને છાંટો )  અને ઉપર જણાવ્યાં મુજબ – હવા ઊજાસ હોય એવી જગ્યા એ ગોઠવી દો. દરરોજ થોડું થોડું પાણી આપો. બસ થોડા દીવસ માં ફોટા માં બતાવ્યા પ્રમાણે નાના નાના ફણગા ફુટવા લાગશે.
matti

થોડા મોટા થાય એટલે ઉપર ઉપરથી કાપી તેનો ઉપયોગ કરો અને આમ જ Keep Growing !!

આજ રીતે સુવાંના દાણા નાખી સુવાની ભાજી, મેથીની ભાજી ઉગાડી શકો..

બોલોં છે ને easy !!

આ પોસ્ટ વિષે આપને કોઈ પણ પ્રશ્ન કે સૂચન હોય તો મને નીચે કોમેન્ટમાં જણાવજો અને મિત્રોમાં પણ પોસ્ટ શેર કરજો !
– રીન્કુ પટેલ (લંડન)

ટીપ્પણી