દિવાળી પર બોમ્બ તો ફોડતા જ હશો, આજે શીખો ખાવાના બોમ્બ બનાવતા…

- Advertisement -

ગ્રીન બોમ્બ

સામગ્રી:

૧,૧/૨ મોટો બાઉલ ચણાનો લોટ
પાલકની પ્યોરી (જરૂર મુજબ)
૧/૨ કપ મેથી સમારેલી
૧/૨ કપ દુધીનું છીણ
૧/૨ કપ કોથમીર
૧/૨ tsp આદુની પેસ્ટ
તીખા લીલા મરચાની પેસ્ટ (જેવું તીખુ ખાવું હોય તે મુજબ)
લીલી ડુંગળી,લસણ (નાખવા હોય તો)
બે ચપટી ખાવાનો સોડા
લીંબુનો રસ
મીઠું
૧ ચમચો ગરમ તેલ (મિક્ષ કરવા)
તેલ (તળવા)

રીત :

સૌ પ્રથમ ચણાનો લોટ લઈ તેમાં મેથી,કોથમીર,આદુમરચાની પેસ્ટ,પાણી નીતારેલું દૂધીનું છીણ,મીઠું નાખી મિક્ષ કરી લેવું. જે દૂધીનું પાણી નીકળ્યું તે પાલકની પ્યોરી બનાવામાં વાપરી લેવું. પ્યોરી વડે લોટનું ખીરું ભજીયા જેવું બનાવું, જરૂર પડે તો જ પાણી લેવું.
પછી સોડા નાખી તેના ઉપર લીંબુ અને ગરમ તેલ રેડી મિક્ષ કરી લો. તેલ ગરમ થાય એટલે નાના નાના ગ્રીન બોમ્બ મીડીયમ તાપે તળી લો. લીલી ચટણી,ખજુર આંબલીની ચટણી,સોસ જોડે ગરમ ગરમ પીરસો.

ગામી હિરલ (જામનગર)

ખુબ જ ટેસ્ટી વાનગી, તમે ટ્રાય કરી કે નહિ??? શેર કરો તમારી મમ્મી, ભાભી, પત્ની, બહેન સાથે.

ટીપ્પણી