Green Stuff Chilli (ગ્રીન સ્ટફ ચિલ્લી)

557873_667955019900588_899467956_nચાલો, આજે જાણીએ અને માણીએ એકદમ નવી જ વાનગી,

 

“ગ્રીન સ્ટફ ચિલ્લી”

 

કણક માટે સામગ્રી :

 

એક કપ મેંદો

૩ મોટા ચમચા તેલ મોળ માટે

એક ચમચી લીલો રંગ ખાવાનો

પાણી જોઈતું

સવાદ પમાણે મીઠું

પૂરણ માટે સામગ્રી —

બાફીને મેસ કરેલા બટાકા 250 ગામ

વટાણા બાફેલા એક કપ

આદુ લસણની પેસટ એક ચમચી

લીલા મરચાંની પેસટ એક ચમચી

લાલ મરચું એક ચમચી

કીચનકીંગ મસાલો એક ચમચી

એક ચમચી આમચૂર પાવડર

૩ચમચી ખાંડ

કોપરાની છીણ એક ચમચી

તલ એક ચમચી

લીલા ધાણાં બે ચમચી

સવાદ પરમાણે મીઠું

વઘાર માટે બે ચમચી તેલ એક ચમચી રાઇ ચપટી હીંગ

તળવા માટે તેલ

 

રીત :

 

સૌ પરથમ મેંદા મા તેલ મીઠું .અને.બે ચમચી પાણી માં લીલો રંગ મીકસ કરીને પરોઠા જેવો લોટ બાંધો 5મિનીટ રેહવા દેવો . મેસ કરેલા બટાકામા બધી સામગ્રી મીકસ કરવી ને એમા તેલ ગરમ કરી રાઇ હીંગ નો વઘાર નાખીને 8 ગોળા કરવા. લોટના પણ 8 ભાગ કરવા નાની રોટલી વણવી તેમાં પૂરણ ભરી ને કોન શેપ આપી ને મરચાં નો શેપ આપીને ધીમા તાપે તળી લેવા ધાણાં ને ફુદીનાની ચટણી અને ખજૂર આમલીની ચટણીસાથે સરવ કરવું.

 

રસોઈની રાણી : કલ્પના પરમાર (ટાન્ઝાનિયા)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!