ગ્રિલ સેન્ડવીચ ઢોકળા

આપણે ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા તો બહુ ખાધા આજે એ ઢોકળાને એક નવો લુક આપી બાળકોને અને મોટાઓને સવૅ કરીયે.

સામગ્રી :-

* સફેદ ઢોકળાનુ ખીરૂ
* મરી પાવડર

સ્ટફીંગ માટે

* ૧/૪ કપ બાફીને ક્રશ કરેલા કોનૅ
* ૧/૪ કપ ત્રણે કલસના કેપ્સિકમ
* ૧/૪ કપ છીણેલુ પનીર
* ૧ ટે.સ્પન ક્રશ કરેલા લીલા મરચા
* થોડો ચાટ મસાલો
* ટેસ્ટ મુજબ મીઠું
* ગ્રીન ચટણી
* તેલ

વઘાર માટે:-

* રાઈ
* તલ
* કોથમીર

રીત :-

* સો પ્રથમ ઢોકળ્યાને ગરમ કરવા મૂકો. પછી ગ્રીસ કરેલી થાળીમાં ઢોકળાનુ ખીરૂ પાથરી તેના પર મરી પાવડર છાટી ઢોકળા સ્ટીમ ટરવા. બધા ઢોકળાની આ રીતે થાળી તૈયાર કરવી.
* ઢોકળા ની થાળી સ્ટીમ થઈ ઠંડી થાય પછી આખી થાળી ઉંધી કરી આખો ઢોકળાનો રોટલો કાઢવો
* ત્યારબાદ ગોળ કટરથી અથવા વાટકી થી બધા ઢોકળા ગોળ કટ કરવા.
* એક બાઉલમાં સ્ટફીંગ ની સામગ્રી મિકસ કરો.
* હવે ઢોકળાનીએક બાજુ ચટણી લગાવી સ્ટફીંગ મૂકી તેના પર ચટણી લગાડેલુ બીજુ ઢોકળુ મૂકી બંધ કરો હવે ગ્રીલ પેન મા તેલ લગાવી વઘાર કરી ઢોકળાને બને બાજુ ગ્રીલ કરો.
* આજ રીતે બધા સેન્ડવીચ ઢોકળા તૈયાર કરી ગરમા ગરમ સવૅ કરો..

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block