GREEN REVOLUTION SIZZLER

images 1

 

** સામગ્રી ::–

 ~~ રાઈસ માટે :-

  – અધકચરા બોઈલ કરેલ રાઈસ : ૧ કપ

  – બોઈલ્ડ વેજીટેબલ્સ [ વટાણા, ગાજર, ફણસી ] : ૧ કપ

 ~~ ગ્રીન માર્બલ પેટીસ માટે :-

  – બોઈલ્ડ પાલકની પેસ્ટ : ૨ ટી.સ્પુન

  – બાફીને મેશ કરેલા બટેટા : ૨ નંગ

  – કોથમીર અને ફુદીનો : ઝીણા સમારેલા

  – આદુ, મરચા, લસણની પેસ્ટ : ૨ ટે.સ્પુન

  – બ્રેડ ક્રમ્બ્સ : ૩ ટે.સ્પુન

  – ગરમ મસાલો : ૧ ટી.સ્પુન

 ~~ વેજીટેબલ્સ માટે :-

– બ્રોકોલી, વટાણા, ગાજર, ફણસી, બટર, આદુ, મરચા, મરી પાવડર

 ~~ સોસ માટે :-

– ફુદીનો : ૧/૨ કપ

– કોથમીર : ૧/૨ કપ

  – આદુ : નાનો ટુકડો

  – લીલા મરચા : ૫ નંગ

– લીલી ડુંગળી : ૨ નંગ

– લીલી ડુંગળીનાં પાન : ૧/૨ કપ

– કેપ્સીકમ : ૧/૨ નંગ

  – બાફેલ બ્રોકોલી : ૧/૪ કપ

  – મીઠું : સ્વાદ પ્રમાણે

  – લીંબુ નો રસ : ૨ ટી.સ્પુન

  – કોર્નફલોર : ૧ ટી.સ્પુન

  – ક્રીમ : ૧ ટી.સ્પુન

  – ખાંડ : સ્વાદ પ્રમાણે

 ~~ કેપ્સીકમ નાં સ્ટફિંગ માટે :-

  – પનીર : ૧/૪ કપ

  – ચીઝ : ૧ ક્યુબ

  – કોથમીર : ૨ ટે.સ્પુન

  – ફુદીનો ઝીણો સમારેલો : ૨ ટે.સ્પુન

  – ઝીણા સમારેલ મરચા : ૨ નંગ

  – મીઠું : સ્વાદ પ્રમાણે

 ~~ લીલી ચટણી :-

  – કોથમીર, ફુદીનો, આદુ, મરચા, લીંબુ, લીલું નાળીયેર, શીંગદાણા, મીઠું, ચપટી ખાંડ

 

 ~~ ડેકોરેશન માટે :-

– બોઈલ્ડ બ્રોકોલી : ૪ નંગ

– ચીઝ  ક્યુબ નાં ચોરસ પીસીસ

– એકદમ ચિલ્ડ વોટર માં બટર અને તેલ મિક્સ કરેલ

 ** રીત : :–

  ~~ રાઈસ  બનાવવા:

– સૌ પ્રથમ ૨ ટી.સ્પુન બટર લઇ તેમાં ઝીણા સમારેલ લીલા મરચા સાંતળવા.

– ત્યારબાદ તેમાં બોઈલ્ડ વેજીટેબલ્સ-વટાણા, ગાજર, ફણસી સંતાડવા. થોડી વાર પછી અધકચરા બોઈલ્ડ રાઈસ, મીઠું અને મરીપાચ્દાર નાખી ગેસ પરથી નીચે ઉતારી ૧ કપ કોથમીર નાખી સાઈડ પર રાખવું.

 

 ~~ ગ્રીન માર્બલ પેટીસ બનાવવા:

– બાફેલ  બટેટાને મેશ કરી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, પાલકની પ્યુરી અથવા ઝીણી સમારેલી પાલક, બ્રેડ ક્રમ્બ્સ, મીઠું, ગરમ મસાલો બધું જ મિક્સ કરી માર્બલ શેપ આપી તળી લેવી.

 

 ~~ વેજીટેબલ્સ બનાવવા :

એક કડાઈમાં ૨ ટી.સ્પુન બટર મૂકી તેમાં આદુ-મરચાની પેસ્ટ સાંતળી વેજીટેબલ્સ સાંતળી લેવા. તેમાં મીઠું અને મરી પાવડર નાખી સાઈડ પર રાખવા.

 

 ~~ સોસ બનાવવા :

– ૧ ટી.સ્પુન બટર માં લીલી ડુંગળી સાંતળી, આદુ-મરચાની પેસ્ટ સાંતળી, ઝીણા સમારેલ કેપ્સીકમ, લીલા મરચા તેમજ મીઠું નાખી નીચે ઉતારી ઠંડુ પાડવું.

– હવે કોથમીર, ફુદીનો, લીલી ડુંગળીનાં પાન,ખાંડ, ક્રીમ અને લીંબુનો રસ એડ કરી જોઈતા પ્રમાણમાં પાણી નાખી સોસ તૈયાર કરવો.

 

 ~~ કેપ્સીકમ તૈયાર કરવા :

– ૨ મિનીટ માટે કેપ્સીકમને ઉકળતા પાણીમાં રાખવા.

– હવે ખમણેલા પનીર, ચીઝ, કોથમીર, ફુદીનો, લીલા મરચા, મીઠું આ બધી જ સામગ્રી મિક્સ કરી આ સ્ટફિંગ કેપ્સીકમ માં ભરી તેના પર કોર્નફલોરની સ્લરી લગાડી એક મિનીટ માટે તળી લેવું.

 

હાફ બોઈલ કરેલ બ્રોકોલી અને ચીઝના નાના પીસીસને તૈયાર કરેલ લીલી ચટણી માં 30 મિનીટ માટે મેરીમેટ થવા દેવું.

 

 ~~ FINAL સર્વિંગ માટે :

– સિઝલર પ્લેટને એક કલાક પહેલા જ ગેસ પર ગરમ કરવા મૂકી દેવી.

– હવે ગેસ પર જ તેની ઉપર કોબીજના પાન મુકવા.

– હવે પ્લેટના અડધા પાર્ટમાં તૈયાર રાઈસ મુકવા અને બીજા પાર્ટમાં વેજીટેબલમૂકી પ્લેટની બોર્ડર પાસે તૈયાર ગ્રીન માર્બલ્સ મુકવા.

– પ્લેટની વચ્ચે તૈયાર સ્ટફ કરેલ કેપ્સીકમ મુકવું. હવે તેના પર ગ્રીન સોસ મૂકી તેને તૈયાર કરેલ મેરીમેટ કરેલ બ્રોકોલી અને ચીઝ વડે ગાર્નીશ કરવું.

– ચિલ્ડ વોટરમાં બટર અને તેલ મિક્સકરેલ મિશ્રણને કોબીજના પાન ની નીચે નાખી સીઝ્લીંગ ઈફેક્ટ આપી સીઝ્લીંગ સિઝલર ગરમાગરમ સર્વ કરવું. 

Courtesy: Harsha Mehta, Rajkot

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block