“ગ્રીન પાવભાજી”- હવે ઘરના દરેક સભ્યોને આવી રીતે લીલોતરી ખવડાવો… મજા આવશે બધાને બનાવો આ ભાજી…

ગ્રીન પાવભાજી (Green Pavbhaji)

સામગ્રી :-

* ૧ બાઉલ બાફીને સ્મેસ કરેલા બટાકા, વટાણા , ફલાવર,
* ૨ નંગ ચોપ કરેલી ડુંગળી,
* ૨ નંગ ચોપ કરેલા લીલા ટામેટા,
* ૧ ચોપ કરેલુ કેપ્સિકમ,
* ૧ કપ પાલક ની પેસ્ટ,
* ૨ ટે.સ્પૂન લીલુ લસણ, લીલા મરચા , કોથમીર ની પેસ્ટ,
* ૧૧/૨ ટે.સ્પૂન પાવભાજી મસલો,
* ૧ લીંબુનો રસ,
* ૧/૪ ટી.સ્પૂન હળદર,
* ૧+૨ તેલ+બટર,
* મીઠું સ્વાદ મુજબ,

* સવૅ કરવા

* મસાલા પાવ,
* ડુંગળી- ટામેટાનુ સલાડ,
*પાપડ,

રીત :-

* એક કડાઈ માં તેલ અને બટર લઈ ગરમ કરો પછી તેમાં ડુંગળી સાતળો જ્યાં સુંધી ગુલાબીના થાય ત્યાં સુંધી.
* પછી કેપ્સિકમ નાખો તે ચઢે પછી તેમાં ટામેટા નાખી બરાબર સ્મેસ થાય ત્યાં સુંધી સાતળો .
* હવે તેમા પાલકની પેસ્ટ , લસણ- મરચાની પેસ્ટ નાખી એક મિનિટ સાતળો.પછી તેમા બીજા મસાલા કરી બે મિનિટ સાતળી તેમા બાફેલા શાક નાખી મિકસ કરો .છેલ્લે લીંબુનો રસ નાખી મિકસ કરો.તો તૈયાર છે ગ્રીન પાવભાજી.
* આ પાવભાજીને ગરમગરમ પાવ, પાપડ, સલાડ જોડે સવૅ કરો.
* તીખાસમા લીલામરચાની પેસ્ટ મા વધઘટ કરી શકાય.
* એક ચમચી લાલ મરચુ નાખવુ હોય તો નાખી શકાય.જો કોઈ લીલા મરચા ના ખાતું હોય તો.

રસોઈની રાણી – કાજલ શેઠ ( મોડાસા )

શિયાળામાં અઠવાડિયે એક વાર તો બનાવી જ જોઈએ. શેર કરો તમારા મિત્રો સાથે.

ટીપ્પણી