ગ્રીન ચીઝ ઢોસા (Green Cheese Dosa )

WEEKEND SPECIAL :

ગ્રીન ચીઝ ઢોસા (Green Cheese Dosa )

સામગ્રી :

ઢોસા માટે :~

૨ વાટકી.. ચોખા
૧ મૂઠી.. ચણા ની દાળ
૧ મૂઠી.. અડદ ની દાળ
૧ મૂઠી.. મગ ની મોગર દાળ
કોથમીર
લીલાં મરચાં
૧ નંગ ડુંગળી
આદુ
મીઠુ
પ્રૉસેસ ચીઝ.. જરૂર મૂજબ

સર્વ કરવા :

કોકોનટ ચટણી

રીત :

ઢોસા માટે :~

• બધી દાળ અને ચોખા ને ધોઇ ૨-૩ કલાક પલાળી રાખો.
• મિક્સર માં કકરુ ક્રશ કરી ઢોસા જેવુ ખીરુ તૈયાર કરો.
• કોથમીર, ડુંગળી, લીલાં મરચાં, આદુ ને ક્રશ કરી ખીરા માં ઉમેરી મીઠુ ઉમેરી સારી રીતે મિક્સ કરો.
• તવા પર ઢોસા ઉતારી તેનાં પર ચીઝ છીણી રોલ કરી લો.
• કોકોનટ ચટણી સાથે સર્વ કરો.

નોંધ :

• આ ખીરા માંથી ઉત્તપમ પણ બનાવી શકાય.
• આ ઢોસા ઇન્સ્ટન્ટ કહી શકાય. આમાં આથો લાવવા ની જરૂર નથી.
અને હેલ્ધી પણ કહી શકાય.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક કહેજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block