આજ નો દિવસ :- એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ વિષે બહુ ઓછા લોકો આ જાણતા હશે !

જન્મ માર્ચ ૩, ૧૮૪૭ એડિનબર્ગ, સ્કોટલેન્ડ, ઇન્ગેન્ડ

? મૃત્યુ ઓગષ્ટ ૨, ૧૯૨૨ (ઉમર ૭૫) કેનેડા

? મૃત્યુનું કારણ મધૂપ્રમેહ

એલેક્ઝાન્ડર બેલનો જન્મ એડિનબર્ગ, સ્કોટલેન્ડમાં 3 માર્ચ, 1847ના રોજ થયો હતો.એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ સુવિખ્યાત વૈજ્ઞાનિક, શોધક, એન્જિનીયર અને સંશોધનકાર હતા.

દિવસે ને દિવસે દુનિયા સ્માર્ટ ટેક્નોલોજી તરફ ઝડપથી વધી રહી છે. આજથી વર્ષો પહેલા વાહનવ્યહવાર, દુરસંચાર, જેવી સુવિધાઓ નહોવાથી લોકો સર્વસ ભર્યુ જીવન જીવી રહ્યા હતા પરંતુ આજે માણસ પોતાના ઘરમાં બેઠા બેઠા દુનિયાના કોઇ પણ ખુણે એક સેકન્ડમાં સંપર્ક કરી શકે છે અને ઘડી વારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકે છે. આ બધુ શ્રેય વૈજ્ઞાનિકોના ફાળે જાય છે એવી જ એક શોધ કે જે આજે ઘનિક થી લઇને ગરીબ તમામ લોકોની એક મૂળભુત જરૂરીયાત બની ગઇ છે. જે છે દુરસંચાર માટે વરરાતુ સાધન (મોબાઇ,ટેલીફોન )આજથી વર્ષો પહેલા ટેલીફોનની શોઘ થઇ હતી જેના શોધક હતા એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ (૩ માર્ચ, ૧૮૪૭ – ૨ ઓગસ્ટ, ૧૯૨૨) સુવિખ્યાત વૈજ્ઞાનિક, શોધક, એન્જિનીયર અને સંશોધનકાર હતા જેમને સૌપ્રથમ વ્યવહારુ ટેલિફોનની શોધનો યશ આપવામા આવે છે.

? પારિવારીક જીવનઃ

ગ્રેહામ બેલનો જન્મ સ્કોટલેન્ડ(ઇંગ્લેન્ડ)ના એડિનબર્ગ ખાતે ૩ માર્ચ, ૧૮૪૭ થયો હતો. તેઓએ એડિન બર્ગ યુનિવર્સિટી લંડન ખાતેથી અભ્યાસ લીધો હતો. ત્યાર બાદ ગ્રેહામ બેલે એક બઘિર શિક્ષક, બોસ્ટન યુનિવર્સિટી ખાતે પ્રદ્યાપક તરીકે કામ કર્યુ હતુ, તેઓ પોતાના શંસોધનોમાં પરોવાયેલા રહેતા હતા.તેમણે જીવનકાળમાં ઘણી બધી શોધો કરી છે. ગ્રેહામ બેલના લગ્ન માબેલ હુબર્ડ સાથે 1877માં થયા હતા તેમણે બે બાળકો હતા જે શૈશવકાળમાંજ મૃત્યુ પામ્યા હતા. બેલના પિતા, દાદા અને ભાઈ દરેક વકતૃત્વ અને સંબોધનના કાર્ય સાથે સંકળાયેલા હતા, અને તેમના માતા અને પત્ની બન્ને બહેરા હતા, જેણે બેલના જીવનના કાર્ય પર ઘેરી અસર કરી હતી.

તેમના સાંભળવાની અને સંબોધનની ક્રિયા પરના સંશોધને સાંભળવાના સાધનનો પ્રયોગ કરવા પ્રેર્યા હતા, જે આખરે પરાકાષ્ટામાં પરિણમ્યો હતો અને બેલને સૌપ્રથમ ટેલિફોન માટે 1876માં યુ.એસ. પેટન્ટથી નવાજવામાં આવ્યા હતા. ભૂતકાળમાં બેલે તેમની અત્યંત વિખ્યાત શોધને એક વૈજ્ઞાનિક તરીકે તેમના ખરેખર કામ પરના અતિક્રમણ તરીકે ગણવામાં આવી હતી, અને તેમના અભ્યાસમાં ટેલિફોનનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. અન્ય અસંખ્ય શોધોએ બેલના પાછળના જીવનની સાબિતી આપી હતી જેમાં ઓપ્ટિકલ ટેલિકોમ્યુનિકેશન્સ, હાઇડ્રોફોઇલ અને એરોનૌટિક્સ ક્ષેત્રે અનન્ય કામનો સમાવેશ થાય છે. 1888માં, એલક્ઝાન્ડર ગ્રેહામ બેલ નેશનલ જિયોગ્રાફિક સોસાયટીના સ્થાપક સભ્ય બન્યા હતા.

? કારકીર્દીના પ્રારંભિક વર્ષો

એલેક્ઝાન્ડર બેલનો જન્મ એડિનબર્ગ, સ્કોટલેન્ડમાં થયો હતો. તેમના પરિવારનું ઘર 16 સાઉથ ચારલોટ્ટ સ્ટ્રીટ ખાતે હતું અને તેના પ્રવેશદ્વાર પર યાદગીરીનું નિશાન હતું જે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલનું જન્મસ્થળ હોવાનો સંકેત આપે છે. તેમને બે ભાઈઓ મેલવિલે જેમ્સ બેલ (1845–1870) અને એડવર્ડ ચાર્લ્સ બેલ (1848–1867) હતા. બન્ને ભાઈઓ ફેફસાના ક્ષયરોગના કારણે મૃત્યુ પામ્યા હતા. તેમના પિતા અધ્યાપક એલેક્ઝાન્ડર મેલવિલે બેલ, અને તેમના માતા એલિઝા ગ્રેસ (પારિવારીક નામ સાયમોન્ડઝ) હતા.

તેઓએ ‘એલેક્ઝાન્ડર’ તરીકે જન્મ લીધો હોવા છતા દશ વર્ષની ઉંમરે તેમના પિતાને તેમના બે ભાઈઓની જેમ વચ્ચેનું નામ આપવા માટે વિનંતી કરી હતી.તેમના 11મા જન્મદિને તેમના પિતા માની ગયા હતા અને તેમને વચ્ચેનું નામ ‘ગ્રેહામ’ અપનાવવાની મંજૂરી આપી, જેની પસંદગી એલેક્ઝાન્ડર ગ્રેહામ, કે જેઓ એક કેનેડીયન હતા અને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હતા અને તેમના પિતા દ્વારા જેમની સંભાળ લેવામાં આવતી અને જેઓ પારિવારીક બની ગયા તેના પરથી ઉપરોક્ત નામની પસંદગી કરવામાં આવી હતી. નજીકના સંબંધી અને મિત્રો માટે તેઓ “એલેક” બની રહ્યા હતા, જે નામે તેમના પિતા તેમને પાછળની જિંદગીમાં પણ બોલાવતા હતા.

? પહેલી શોધ

એક બાળક તરીકે, નાનકડા એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે તેમની દુનિયા વિશે કુદરતી આતુરતા દર્શાવી હતી, જે નાની વયે પણ બોટેનિકલ નમૂનાઓના એકત્રીકરણમાં તેમજ પ્રયોગ કરવામાં પરિણમી હતી. તેમના શ્રેષ્ઠ મિત્ર બેન હર્ડમેન હતા, પડોશી કે જેમનો પરિવાર અનાજ દળવાની ઘંટી, ચલાવતા હતા, તેમની સાથે અનેકવાર ઝઘડતા હતા. નાના એલેકે પુછ્યું હતું કે ઘંટીમાં શુ કરવાની જરૂરિયાત હતી. તેણે જણાવ્યું હતું કે ઘઉંને શ્રમ પ્રક્રિયા દ્વારા સાફ કરવા પડે છે અને 12 વર્ષની ઉંમરે, બેલે હોમમેઇડ ડિવાઇસ બનાવ્યું હતું જેમાં નેઇલ બ્રશીશના સેટ સાથે રોટેટીંગ પેડલ્સનું મિશ્રણ હતું, આમ ઘઉંને સાફ કરવાનું મશિન બનાવ્યું હતું, જેને વપરાશમાં મૂકવામાં આવ્યું હતું અને અનેક વર્ષો સુધી તેનો સતત વપરાશ થતો રહ્યો હતો. તેની સામે, જોહ્ન હર્ડમેને બન્ને છોકરાઓને “શોધ” કરવા માટે એક નાનો વર્કશોપ ચલાવવા આપ્યો હતોય.

તેમના પ્રારંભિક વર્ષોમાંથી બેલે સંવેદનશીલ સ્વભાવ અને કલા, કવિતા અને સંગીત માટેની પ્રતિભા દર્શાવી હતી, જેને તેમની માતા દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કોઇપણ ઔપચારીક તાલીમ વિના તેમણે પિયાનોમાં કુશળતા પ્રાપ્ત કરી હતી અને પરિવારના પિયાનીસ્ટ બની ગયા હતા. સામાન્ય રીતે શાંત અને આત્મમંથન કરનારા હોવા છતા, તેમણે અન્યના બોલવાની યુક્તિ કરીને મિમિક્રી અને અવાજની કરામત કરતા હતા, જેના કારણે તેમણે પરિવારના મહેમાનોને તેમની પ્રસંગોપાત મુલાકાત સમયે સતત મનોરંજન પૂરુ પાડ્યું હતું.

બેલ પર તેમની માતાને ધીમે ધીમે આવતી બહેરાશને કારણે ઊંડી અસર પડી હતી, (તેઓ જ્યારે 12 વર્ષના હતા ત્યારે તેમણે શ્રવણશક્તિ ગુમાવવાનું શરૂ કર્યું હતું) અને આંગળીની ભાષા શીખ્યા હતા, જેથી તેઓ તેમની બાજુમાં બેસીને પરિવારમાં આસપાસ ચાલતી વાતચીત શાંતિથી સમજાવી શકે. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ, બંધબેસતા અવાજો તેમના માતાના કપાળમાં સીધા જ પહોંચે, જ્યાં તેણી તેમને વધુ સ્પષ્ટતાથી સાંભળી શકે તે માટેની પણ એક તરકીબ વિકસાવી હતી. . તેમની માતાની બહેરાશને લઇને બેલની અગમચેતીએ તેમને ધ્વનિશાસ્ત્રનો અભ્યાસ કરવા પ્રેર્યા હતા.

? ધ્વનિ સાથેનો પ્રથમ પ્રયોગ

બેલના પિતાએ એલેકની રુચિને સંબોધનામાં પ્રોત્સાહન આપ્યું હતું અને 1863માં તેઓ તેમના પુત્રને અનન્ય ઓટોમેશન જોવા લઇ ગયા હતા, જે બેરોન વોલ્ફાન્ગ વોન કેમ્પેલેનના અગાઉના કાર્ય પર આધારિત સર ચાર્લ્સ વ્હીટસ્ટોન દ્વારા વિકસાવવામાં આવ્યું હતુ. પ્રાથમિક “મિકેનિકલ મેને” માનવ અવાજની નકલ કરી હતી. . એલેકે યંત્રો દ્વારા આકર્ષાયા હતા અને જર્મનમાં પ્રકાશિત કરાયેલા વોન કેમ્પેલેનના પુસ્તકની નકલ પ્રાપ્ત કર્યા બાદ અને ભારે શ્રમ કરીને તેનું ભાષાંતર કર્યુ હતુ, તેમણે અને તેમના મોટા ભાઈ મેલવિલેએ તેમનું પોતાનું ઓટોમેશન હેડ ઉભુ કર્યું હતું.

તેમના પિતા, તેમના પ્રોજેક્ટમાં ભારે રસ ધરાવતા હતા અને કંઇ પણ વસ્તુ પૂરી પાડવા માટે ચૂકવણી કરવાની તૈયારી દર્શાવી હતી અને છોકરાઓ જો સફળ થાય તો “મોટું ઇનામ” આપવાની લાલચ આપી હતી.તેમના ભાઈએ ગળુ સ્વયંત્ર તૈયાર કર્યું હતું તો, એલેકે ખરેખર ખોપરીની પુનઃરચનાના મુશ્કેલ કાર્યને પાર પાડ્યું હતું. તેમના પ્રયત્નો નોંધપાત્ર રીતે જ માનવશરીરમાં હોય છે તેવા શિરમાં પરિણમ્યા હતા, તે કદાચ થોડા પણ શબ્દો “બોલી” શક્યા હોત. છોકરાઓ સંભાળપૂર્વક રીતે “હોઠ”ને ગોઠવી શક્યા હોત અને જ્યારે ધમણે હવાનળી મારફતે હવા ફેંકી ત્યારે અત્યંત ઓળખી શકાય તેવો અવાજ “મામા” નીકળ્યો હતો, જે બેલની શોધ જોવા આવેલા પડોશીઓ માટે આનંદની વાત હતી.

? ટેલિફોનની શોધ

૧૮૭૪ સુધીમાં બેલે તેમની નવી બોસ્ટોન લેબોરેટરી (ભાડાની સવલત) તેમજ તેમના કેનેડા ખાતેના પારિવારીક ઘરમાં કરેલી પ્રગતિ સાથે તેમનુ હાર્મોનિક ટેલિગ્રાફ પરનું પ્રારંભિક કામ રચનાત્મક તબક્કામાં પ્રવેશ્યું હતુ જે મોટી સફળતા હતી.બ્રેન્ટફોર્ડમાં તે ઉનાળામા કામ કરતા બેલે પેન જેવા મશિન “ફોનૌટોગ્રાફ” સાથે પ્રયોગ કર્યો હતો, જેણે તેના કંપનને અનુસરતા ધૂમાડો ભરેલા ગ્લાસ પર ધ્વનિના મોજાઓનો આકાર દોર્યો હતો. બેલે વિચાર્યું હતું કે ધ્વનિના મોઝાઓને મળતા આવતા ધીમે ધીમે ચડતા ઉતરતા ઇલેક્ટ્રીકલ કરંટ પેદા કરવાનું શક્ય બનશે.બેલે એ પણ વિચાર્યું હતું કે વીણાની જેમ અસંખ્ય મેટલ સળીને વિવિધ ફ્રીક્વન્સીએ ટ્યૂન કરી શકાશે જેનાથી ધીમે ચડતા ઉતરતા કરંટને ફરી ધ્વનિમાં રૂપાંતર કરવા શક્ય બનશે. પરંતુ તેમની પાસે આ તરકીબોની શક્યતા દર્શાવવા માટે વર્કીંગ મોડેલ ન હતું.

1874માં ટેલિગ્રાફ સંદેશા ટ્રાફિકમાં ઝડપથી વધારો થતો જતો હતો અને વેસ્ટર્ન યુનિયન પ્રમુખ વિલીયમ ઓર્ટોનના શબ્દોમાં કહીએ તો “તે વેપારની બળવાન વ્યવસ્થા તરીકે ઉભરી આવી હતી”. ઓર્ટોને નવી લાઇનોની રચના પાછળ થતા ખર્ચને રોકવા માટે દરેક ટેલિગ્રાફ લાઇન પર એક કરતા વધુ ટેલિગ્રાફ મોકલવાનો માર્ગ શોધવા માટે શોધકો થોમસ એડિસન અને એલિશા ગ્રે સાથે કરાર કર્યા હતા. પોતે મલ્ટી રીડ ડિવાઇસના ઉપયોગ દ્વારા ટેલિગ્રાફ વાયર પર એક કરતા વધુટોન્સની પદ્ધતિ પર કામ કરી રહ્યા હોવાનું બેલે ગાર્ડીનર હૂબાર્ડ અને થોમસ સેન્ડર્સને જણાવતા બે શ્રીમંત આશ્રયદાતાઓએ બેલના પ્રયોગોમાં નાણાકીય રીતે ટેકો આપવાનું શરૂ કર્યું હતું.પેટન્ટ બાબતો હૂબાર્ડના પેટન્ટ વકીલ, એન્થોની પોલોક દ્વારા સંભાળવામાં આવતી હતી.

? થોડુ વધારે પણ અગત્યનુ

૧૦ માર્ચ ૧૮૭૬ – સૌ પ્રથમ એલેકઝાન્ડર ગ્રહામ બેલ અને થોમસ વોટ્સન વચ્ચે ટેલીફોન પર વાત થઇ .

૧૦, ઓગસ્ટ,૧૮૭૬ ના રોજ.સૌ પ્રથમ વખત એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે લોન્ગ ડિસ્ટન્સ ટેલિફોન કોલ સફળતા પુર્વક કર્યો હતો. બન્ને સ્થળ વચ્ચે ૬ માઈલ નું અંતર હતું…

૧૮૭૬માં, એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે શોધેલા ટેલિફોનને પહેલી વાર જોઈને અમેરિકાના પ્રમુખ ONLINE CURRENCY – રુધરફોર્ડ હેયેસે કહ્યું હતું કે ‘‘આ શોધ તો ખરેખર ગજબની છે, પણ એનો ઉપયોગ કોણ કરશે?’’

૧૮૭૭ની ૨૦ જૂને એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે દુનિયાની સૌપ્રથમ કોમર્શીયલ ટેલીફોન લાઈન કેનેડાના હેમીલ્ટનમાં શરૂ કરી હતી. ફીલાડેલ્ફીયા ઈન્ટરનેશનલ એક્પોઝીશને નક્કી કર્યું કે ગ્રેહામ બેલે શોધેલી કોમ્યુનીકેશન ટેકનીકનો પ્રયોગ કરવામાં આવે. જેના ભાગ રૂપે હેમીલ્ટનની કોર્ટ સ્ટ્રીટ કે જે હાલ મેઈન સ્ટ્રીટ તરીકે ઓળખાય છે ત્યાં નાખવામાં આવી. તેના માંટે હ્યુજ કોસાર્ટ બેકરે બ્રિટીશ શાસનનું પ્રથમ ટેલીફોન એક્સચેન્જ બાન્વયું હતું. જે અત્યારે પણ મોજુદ છે.

? રમુજ

વિજ્ઞાન શીખવતા મગન માસ્તર: ‘દુનિયાની સૌથી મોટી શોધ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે કરી. જગતનો પહેલો ટેલીફોન એણે શોધ્યો.’

મસ્તીખોર મનિયો: ‘પણ એ શોધ બહુ મોટી ન કહેવાય, સાહેબ ! બીજા ફોન વગર પહેલા ફોનને કરવાનું શું ?’

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :- — Vasim Landa ☺The-Dust Of-Heaven

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block