આજે શીખી લો સુરતનો સૌથી ફેમસ “ગોપાલનો બર્ગર લોચો અને પિઝ્ઝા” ! માણો Video Recipe Step By Step !!!

આજે શીખી લો સુરતનો સૌથી ફેમસ “ગોપાલનો બર્ગર લોચો અને પિઝ્ઝા” ! માણો Video Recipe Step By Step !!!

ગોપાલના લોચા બર્ગર અને પિઝ્ઝા ની રેસીપી નો વિડીયો જોવા સૌથી નીચે આપેલ વિડીયો જુઓ !!!!

સિમ્પલ સુરતી લોચા ની રીત :

સામગ્રી :

-એક વાડકી ચણાની દાળ
-એક ચમચો ચણાનો લોટ
-એક ચમચી ક્રશ કરેલું લીલું મરચું
-પા ચમચી હળદર
-પા ચમચી ખાવાનો સોડા
-એક ડુંગળી ઝીણી સમારેલી
-બેથી ત્રણ ચમચા માખણ
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ
-સંચળ જરૂર મુજબ
-જીરુંનો પાઉડર જરૂર મુજબ
-મરી સ્વાદાનુસાર
-ઝીણી સેવ જરૂર મુજબ
-કોથમીર
-પાલક

રીત :

સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અડધો કલાક રહેવા દો.

હવે આ ખીરુંને ભજીયાના લોટ જેવું ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર નાખો. હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો.

પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો નહીં તો ગરમ ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો. આ થયો લોચો તૈયાર. હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠુ નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો. એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, કોથમીર, પાલક, ખાંડ અને મીઠુ આટલી ચીજો મિક્સરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો.

રસોઈની રાણી – પ્રેમીલા પટેલ (સુરત)

આ વિડીયો માં સુરતીઓ જે વાનગી પાછળ હમણાં થોડા દિવસ થી ઘેલા થયા છે તે “લોચો બર્ગર એન્ડ પિઝ્ઝા” ની વાનગી સંપૂર્ણ રીત સમજાવેલી છે…આપ સૌ આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરી લોકો ને શીખવજો !!

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!