શું તમે જાણવા માંગો છો કે તમારો મોબાઈલ નંબર તમારા માટે શુભ છે કે અશુભ…

તમે અંક શાસ્ત્ર વિષે તો જાણતા જ હશો. આપણી જન્મતારીખ દ્વારા આપણે ભાગ્યાંક મેળવી આપણું ભાવિ જોવડાવતા હોઈએ છીએ તેતો તમે જોયું જ હશે. પણ શું તમે એ જાણો છો કે તમારા મોબાઈલ નંબર સાથે પણ તમારું ભાગ્ય જોડાયેલું છે. શું તમે જાણવા માંગો છો કે તમારો મોબાઈલ નંબર તમારા માટે શુભ છે કે અશુભ. અંક શાસ્ત્ર પ્રમાણે આ દસ આંકડાવાળા મોબાઈ નંબરના અંતમાં આવતા બે આંકડા જો તમારા માટે શુભ ન હોય તો તમારી માટે મુશ્કેલી સર્જી શકે છે.

તો ચાલો જાણીએ કે મોબાઈલના છેલ્લા કયા નંબર શુભ છે અને કયા નંબર અશુભ છે.

જો તમારા મોબાઈલના છેલ્લા બે નંબરો 08 હોય તો તે તમારા માટે અશુભ છે. તે નંબર તમારા કામમાં અવરોધો ઉભા કરે છે. તેમજ તમે ગુસ્સાવાળા તેમજ છણકીલા બની જાઓ છો. આ નંબરના કારણે તમારે ધાર્યા કરતાં વધારે મહેનત કરવી પડે છે ત્યારે જ તમને તમારા કામનું ફળ મળે છે. આ નંબર અમુક લોકોને જ ફળે છે. તે બધા જ લોકો માટે શુભ નથી હોતો. આ નંબર ધનવાન માણસને પણ ધૂળ ચાંટતો કરી દે છે તે જરૂર પડ્યે પોતાની પાસે રહેલા ધનનો ઉપયોગ પણ નથી કરી શકતો આ વ્યક્તિએ બની શકે તો પોતાનો નંબર બદલી નાખવો જોઈએ અને જ્યોતિષની સલાહ લેવી જોઈએ.

તમારા મોબાઈલ નંબરના છેલ્લા બે અંકો 26 હશે તો તે તમને આજીવન સુખની પ્રાપ્તિ કરાવશે, પણ તમારું મિત્રવર્તુળ એટલું સારું નહીં હોય. તમારા માટે આ નંબર બને તેટલો જલદી બદલી નાખવો સારું. આ વ્યક્તિએ પણ જ્યોતિષની સલાહ લઈ યોગ્ય ઉપાય કરવા જોઈ.

મોબાઈલના છેલ્લા 2 અંક 17 હોય તો તમારે જન્મથી જ સંઘર્ષ કરવો પડે છે, તમારે એક એક પાઈ કમાવા માટે અથાગ મહેનત કરવી પડશે. તમને સફળતા તો મળશે પણ તે માટે તમારે ખુબ જ સંઘર્ષ કરવો પડશે અને ત્યાર બાદ જ તમને સફળતા મળી શકશે. આવા નંબર ધાવતા લોકોનો સ્વભાવ સારો હોય છે પણ તેમણે પૈસો ખર્ચતા વખતે હાથ છૂટ્ટો રાખવો જોઈએ. જો તમે તમારો નંબર બદલશો તો તમારે ઓછો સંઘર્ષ કરવો પડશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ માહિતી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી