ગોલ્ડન ટ્રાઇનગલ્સ – સવારે નાસ્તામાં કે બાળકોના લંચ બોક્સમાં ચાલે તેવી ફટાફટ બનતી વાનગી આજે નોંધી લો ને કાલે બનાવજો…..

ગોલ્ડન ટ્રાઇનગલ્સ

આજે આપણે એક યુનિક રેસિપી શીખશું. જે બધાં ની ફેવરિટ બટાટા માંથી જ બને છે અને બટાટા તો નાના મોટા બધા ને પસંદ પડે સાંજે મહેમાન આવા ના હોઈ અથવા રવિવાર એટલે કે રજા નો દિવસ હોઈ અને 4 કે 5 વાગે કંઈક નવું ખાવાની ઈચ્છા થાય તો શું બનાવું એ વિચાર ચાલું થઈ જાય. હવે વિચારવા નું નઈ આ રેસિપી એવી છે કે આમાં જોઇતી સામગ્રી ગમે ત્યારે આપણા ઘર માં હાજર હોય એટલે આ નથી ઓલું નથી એ થાય નઈ તો હવે રજા ના દિવસે બનાવો . જો તમે બાળકોને સવારે નાસ્તો કે સ્નેક્સમા બ્રેડથી બનાવેલ આ રેસિપિ ખવડાવશો તો તેને ખાઈને ખૂબ જ ખુશ થશે. તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ મુકી શકો છો. આવો જાણીએ બનાવવાની વિધિ...

સામગ્રી

  • 3 નંગ બાફેલા બટાટા,
  • 5 થી 6 સ્લાઇસ વ્હાઇટ બ્રેડ,
  • 1/2 ટી સ્પૂન મરી નો ભુક્કો,
  • મીઠું સ્વાદ અનુસાર,
  • 1 ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ,
  • તેલ તળવા માટે.

બનાવાની રીત

સૌ પ્રથમ બાફેલા બટાટા ને મેસ કરી લો.હવે બ્રેડ ને મિક્સર માં પીસી બ્રેડ ક્રમસ તૈયાર કરો. તૈયાર કરેલા બ્રેડ ક્રમસ ને મેસ કરેલા બટાટા માં ઉમેરો.હવે તેમાં પીસેલા આદુ મરચાં લસણ ની પેસ્ટ,મરી નો ભુક્કો,મીઠું એડ કરો .

આ બધું નાખી બરાબર મિક્ષ કરી કણક તૈયાર કરો.

પછી હાથ થોડો તેલ વાળો કરી તમારા મનગમતા શેપ આપો જેમ કે ગોળ,ટ્રેનગલ્સ, હાર્ટ શેપ આ રીતે તમારા મનગમતા અલગ અલગ શેપ આપોહવે મીડીયમ તાપે તેલ માં ડીપ ફ્રાય કરી ગોલ્ડન બ્રાઉન તળી લો.

સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

નોંધઃ કણક ઢીલો લાગે તો 30 મિનિટ ફ્રીઝ માં મૂકી પછી ફ્રાય કરવું. તમને ખટાશ પસંદ હોય તો આમચૂર પાવડર ઉમેરી શકાય સ્પેશિયલ બાળકો માટે બનાવતા હોઈ તો બાળકો જ વેજિટેબલ ના ખાતા હોઈ એ આમાં ઉમેરી બાળકો ને ખવડાવી શકાય. આ કણક માંથી ગોળ બોલ જેવો શેપ આપી ટુથપિક લગાડી બાળકો ને લોલીપોપ પણ બનાવી દેવાય તો તૈયાર છે ગોલ્ડન ટ્રાઇનગલ્સ

રસોઈ ની રાણી : કોમલ બાલત(વેરાવળ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી