માણો એક ટકાટક વાનગી, “ગોલ્ડન રોલ”

- Advertisement -

માણો એક ટકાટક વાનગી, “ગોલ્ડન રોલ”

 

સામગ્રી:

પુરણ બનાવા માટે:

2 નંગ વરાળે બાફેલા બટેકા,

1 નંગ લીલું મરચું,

ફુદીના/કોથમીર/પાલકના પાન,

1/2 ચાટ મસાલો,

1 ટી સ્પૂન ગરમ મસાલો,

1/2 ટી સ્પૂન લાલ મરચું

રોલ બનાવા માટે:

1 કપ મેંદો,

2 ટે સ્પૂન તેલ,

1 ટે સ્પૂન સોજી,

પાલક પ્યુરી/બીટ પ્યુરી/પાણી ,

મીઠું તલ, તેલ તળવા,સોસ

રીત:

એક બાઉલમાં બટેકાનો માવો લો,તેમાં બધા મસાલા મિક્ષ કરો, પુરણ તૈયાર છે,

બીજા બાઉલમાં મેંદો+સોજી+મીઠું+જો કલર કરવો હોય તો કોઈ એક પ્યુરી મિક્ષ કરો નહિતર પાણી વડે લોટ પૂરી જેવો બાંધો.

મોટો રોટલો વાણી પુરણ તેના પર પાથરો(કિનારીને ફરતી સાઈડ છોડી દેવાની)…

ધીમે ધીમે રોલ વાળત જવાનો ને છેલ્લે કિનારી પર પાણી ચોપડી બંધ કરો.

રોલ તૈયાર થાય જાય એટલે પાટલી પર ગોળ ગોળ ફેરવો.

પછી કટકા કરી લો,ડીશમાં તલ લો,બધા કટકાને તલવાળા કરી લો, ને સહેજ દબાવો જેથી તલ તળવાથી છુટા ન પડે,ગુલાબી તળી લો,

સોસ સાથે પીરસો.

નોંઘ: પુરણમાં કોઈ પણ કઠોળ લઈ શકાય જેમ કે,ચણા,મગ,મઠ,વટાણા…

રસોઈની રાણી : હિરલ ગામી (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી