Golden Kiwi Jelly (ગોલ્ડન કિવી જેલી વિથ ફ્રેશ મસાલા)

1011432_10202089207058537_1804345586_n

ગોલ્ડન કિવી જેલી વિથ ફ્રેશ મસાલા :

 

સામગ્રી :

કિવી , ગોલ્ડન – 1

પાણી – 100 મિલી + 1 કપ

અગર અગર ( ચાઈના ગ્રાસ ) – 5 ગ્રામ

મીઠું સ્વદ મુજબ

ખાંડ – 2 ટે .સ્પૂન

સંચર પાવડર – 1 / 4 ટી .સ્પૂન

જીરું પાવડર – 1 / 4 ટી .સ્પૂન

મરી પાવડર – 1 / 4 ટી .સ્પૂન

ચેરી ગર્નીશ માટે

 

રીત :

કિવી ની છાલ ઉતારી 1 કપ પાણી સાથે ક્રશ કરી લો .

એક પેન માં 100 મિલી પાણી લઇ અગર અગર ને ગરમ કરો , અગર અગર ઓગળે પછી તેમાં કિવી નો જુસ , ખાંડ નાખી ગરમ કરો . ખાંડ ઓગળે પછી ગેસ બંદ કરી લો .

તેમાં મીઠું ,સંચર પાવડર , જીરું પાવડર , મરી પાવડર નાખી મિક્ષ કરી લો અને મિશ્રણ ની ઠંડુ થવા દો .

તમારી પસંદ ના મોલ્ડ માં ભરી , ચેરી લગાવી 1 કલાક માટે ફ્રીઝ માં મૂકી દો

ઠંડી જેલી નો સ્વાદ માણો .

 

ટીપ્સ : કોઈ પણ ફ્રેશ ફ્રુટ નો જુસ લઇ શકાય .

 

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી