ગુણકારી ગોળનું શરબત – શરીરને સ્ફૂર્તિ આપતું આ શરબત આ ઉનાળામાં રોજ બનાવીને પીવડાવજો ઘરના સર્વને ……..

ગુણકારી ગોળનું શરબત

આજે આપણે બનાવીશું ગુણકારી ગોળ નું શરબત. જે ઉનાળા નું સ્પેશિયલ પીણું છે. જે પરંપરાગત રીતે આપણા ઘરે બનતું. જ આવે છે. જે ખૂબ. જ ટેસ્ટી ચટપટું બને છે. ગોળ આપણા શરીરને અંદરથી ઠંડક પૂરી પાડે છે. ગોળ નું આ શરબત આપણ ને લું થી બચાવે છે. તડકામાં બહાર જતા પેહલા કે જોડે શરબત ની બોટલ રાખવાથી રાહત થાય છે. ગોળનાં રહેલું આયર્ન રક્ત ને સાફ કરે છે. તેમજ આ શરબત પીવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. આ શરબત ભોજન પચાવવામાં પણ મદદરૂપ બને છે. ગોળ ની તાસીર તો ગરમ હોય છે. પરંતુ તેને એક શરબતનાં રૂપ માં લેવાથી તે શરીર ને ઠંડક પોહચડવામાં મદદ કરે છે.

સામગ્રી:

  • ૧/૨ વાડકો ગોળ,
  • · ૨ ગ્લાસ પાણી,
  • · ૧ કટકો આદુ,
  • · ૧/૨ ચમચી નમક,
  • · ૧/૨ ચમચી સંચર,
  • · ૧/૨ ચમચી આમચૂર પાઉડર,

સજાવટ માટે.

  • ૧ ટુકડો આદુ,
  • · થોડા બરફ નાં ટુકડા,
  • · થોડા પાન ફુદીનો.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું સામગ્રીઓ. જેમાં આપણને ઠંડક આપતો ગોળ લઈશું. જે ઉનાળા માં અમૃત બરાબર કેહવાય. ત્યાર બાદ ટેસ્ટ માટે લઈશું નમક, આમચૂર પાઉડર, અને સંચર જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પણ ઉમેરી શકો છો. ત્યાર બાદ લઈશું પાણી અને બરફ અને સજાવટ માં ફોદીનો અને લીંબુ ઉમેરીશું.હવે આપણે એક પેન લઈશું અને તેમાં ગોળ ઉમેરીશું. અને ધીમી આંચ ઉપર ચલાવતા રેહવું.હવે આપણે તે ગોળ માં ઉમેરીશું પાણી. જેટલું પણ ગોળ લીધો હોય કે જેટલું પણ શરબત બનાવવું હોય તે પ્રમાણે પાણી ઉમેરવું.હવે આપણે તેને ધીમી આંચ ઉપર ઉકળવા દઈશું. જેથી તે પ્રોપર ઓગળી જાય. અને તેને થોડી. જ વાર ઉકળવા દેવું. તેની ચાસણી કરવાની નથી.તે ઉકળી જાય બાદ તેને ગરણી થી ગાળી લેવું.ત્યાર બાદ તેને ઠંડુ થવા માટે એક સ્ટીલ નાં બાઉલ માં કાઢી લેવું.ત્યાર બાદ આદું લઈશું. તેને ધોઈ તેની છાલ કાઢી લઈશું. ત્યાર બાદ તેને ખમણી વડે ખમણી અને તેનો હાથ વડે રસ કાઢી લેવો.ત્યાર બાદ હવે લઈશું ગ્લાસ. જેમાં આપણે આદુ નું છીણ ઉમેરિશુ ત્યાર બાદ તેમાં ફોદીના નાં પાન ઉમેરિસુ ત્યાર બાદ તેમાં લીંબુ ની સ્લાઈસ ઉમેરીસુ. તેની ઉપર ગોળ નું ઠંડુ પાણી ઉમેરી દઈશું. અને વધારે ઠંડુ કરવા માટે તેમાં બરફ ઉમેરી દઈશું.ત્યાર બાદ તેમાં આમચૂર પાઉડર, નમક તેમજ સંચર ઉમેરી મિક્સ કરી લઈશું.તો તૈયાર છે. ઉનાળા માં ઠંડક આપતું ગોળ નું શરબત. જેમાં લીંબુ અને ફોદિના થી સજાવી સર્વ કરીશું.

નોંધ: ગોળ નાં શરબત માં લીંબુ ઉમેરવાથી પણ સરસ લાગે છે. પરંતુ જો તમે ખટાસ નાં ખાઈ શગતા હોય તો એકલા ગોળ નું શરબત પણ ખૂબ. જ સ્વાદિષ્ટ તેમજ સ્વસ્થ માટે સારું છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

ટીપ્પણી