ગોબી મુસલ્લમ

સામગ્રી:-

-1 નંગ ગોબી
-2 ટેબલસ્પૂન હળદર
-2 ટેબલસ્પૂન તેલ
-1 કપ સમારેલી ડુંગળી
-1 ટીસ્પૂન ગાર્લિક પેસ્ટ
-1 ટેબલસ્પૂન જિન્જર લીલા મરચાં પેસ્ટ
-1 ટીસ્પૂન જીરા પાવડર
-1 ટીસ્પૂન ધાણા પાવડર
-1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર
-મીઠું સ્વાદમુજબ
-1 ટીસ્પૂન ગરમ મસાલા
-1/2 કપ ટામેટા પ્યોરી
-2 ટીસ્પૂન કાજુ અને મગજતરીના બીયા ની પેસ્ટ
-1 ટીસ્પૂન કોથમીર
-સિલ્વર વરક ગાર્નિશ કરવા

રીત :

*ગોબીમાં મીઠું અને હળદર નાખી બોઈલ કરો .
*એક પેન માં તેલ મૂકી ડુંગળી ને સાંતળો કલર બદલાય એટલે બધી પેસ્ટ ઉમેરી તેમજ બધા મસાલા ઉમેરી સાંતળો.
*ટામેટા પેસ્ટ ઉમેરો ૨ મિનિટ પછી કાજુ પેસ્ટ ઉમેરો અને હાલ્ફ કપ પાણી ઉમેરી ગ્રેવી પકવા દો .
*કોથમીર નાખો ગ્રેવી તૈયાર છે.
*એક પ્લેટ માં ગ્રેવી મૂકી તેમાં બાફેલી ગોબી મૂકી વરખ અને લાલ મરચું પાવડર નાખી કોથમીર થી સર્વ કરો.

નોંધ :

ગોબી ને ઓવન માં બેક પણ કરી શકાય છે ..આ મારી મેથડ મુજબ મેં બનાવ્યું છે .

રસોઈની રાણી – રાની સોની (ગોધરા)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક કોમેન્ટ માં કહેજો !

ટીપ્પણી