ગિરનારનું આ સ્વરૂપ પણ જોવા જેવું ખરું!!! – આ નઝારો તમે ક્યારેય નહિ જોયો હોય…!!

સૌરાષ્ટ્રમાં ડિસે-જાન્યુ-ફેબ્રુમાં ગિરનાર પર જવાનો ટ્રેન્ડ છે. ફક્ત ડ્રેન્ડ જ છે. આટલાં બધાં માણસો એ વખતે જાય છે એમાં ભક્તિની વાત તો છોડો, ઓગષ્ટ સપ્ટેમ્બરમાં કુબેરનાં ખજાના જેવું ખીલેલું પ્રાકૃતિક સૌંદર્ય પણ છ મહિના પછી લગભગ પૂરું થઇ ગયું હોય છે.

એટલે એ લોકો આવાં પ્રાકૃતિક સૌંદર્યનાં શોખીન હોય અને આવાં શોખીનો પાછા એકસાથે આટલાં બધાં હોય યે બાત હજમ નહી હોતી. હા, શિયાળો હોવાનાં કારણે વાતાવરણ એકદમ ખુલ્લુ હોય છે. પણ આ સમયમાં ત્યાં જનારા લોકો જો ગિરનાર પરનું ખુલ્લુ વાતાવરણ જોઇને પ્રકૃતિનો સહવાસ માણવા જ ગયાં હોય તો આ ત્રણ મહિનાની ‘ગિરનાર ચડો’ સિઝન પૂરી થયાં બાદ પોતાની મેળે નષ્ટ થયેલ પ્રાકૃતિક સૌંદર્ય પર પ્લાસ્ટિકનાં કચરાનો બીજો ગિરનાર ખડકાય ન જવો જોઇએ!!

અને ગિરનાર પર જવાં માટે શિયાળાની રુતુ જ બેસ્ટ એ વિચાર તો શિયાળામાં જીમ જોઇન કરવાં જેવો જ ગાડરીયો છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિનાં ગ્રાફમાં જેમ ઉછાળો આવે છે એમ જ એ ત્રણ મહિનામાં એટલાં બધાં માણસો ગિરનાર જાય છે કે ગંદકીનું સામ્રાજ્ય વધે નહી તો જ નવાઇ!

અને એટલે જ મને એવો વિચાર આવ્યો કે એક તો આવો સરસ અષાઢ આ વર્ષે ઘણાં વર્ષ પછી આવ્યો છે એટલે વનરાઇએ ગિરનારને બધાં જ ઘરેણા પહેરાવી દીધા હશે ને હવે તો શ્રાવણે પણ એને અલૌકિકતા અને અધ્યાત્મનાં વાઘા પણ પહેરાવી દીધાં હશે!

ડિસે-જાન્યુ-ફેબ્રુમાં તો હું ઓગણીસસો બાણુ પછી કોઇ દિવસ ગયો જ નથી. પણ આ વર્ષે વર્ષારાણી જે રીતે જુનાગઢ વિસ્તારમાં મહેરબાન થઇ છે એ જોઇને થયું કે કેમ અત્યારે જ ગિરનાર ન જવું??? અને પહોચી ગયો. બધી જ ધારણા સાચી પડી. માણસો સાવ ઓછા, કચરો અને ગંદકી તો સાવ નહિ, પરમ પરમ પરમ શાંતિ, લીલોતરી, વાદળા, જરા જરા વરસાદનાં છાંટા અને ખાસ તો અમારે ગિરનારમાં અધવચ્ચે વાદળા જોઇતાં હતાં અને ઉપર પહોચીને ખુલ્લું વાતાવરણ જોઇતું હતું. આ થોડું ઓવર એક્સપેક્ટેશન હતું કુદરત પાસેથી મારું!!! અને આ તો વળી આપણાં હાથમાં હોય પણ નહી!!

પણ જાણે કે કુદરત દેવી એનાં છોકરાઓને ભાગ ખવરાવતી હોય એમ મારાં પર મહેરબાન થઇ. ઉપર પહોચીને એકાદ કલાક રાહ જોઇ પછી વાદળલોકો પોતે જ ઘરભેગા થવાં માંડ્યા અને અમ લોકો માટે આલિતરીન નઝારો છોડી ગયાં. હિમાલયનાં પરદાદા એવાં ગિરનારે આજ એની આખી વસીયત અમારાં નામે લખી દીધી. બાકીની વાર્તા ફોટામાં જોઇ લો.

તા. ક. બેતાલીસની ઉમરે સાડા ત્રણ કલાકમાં દતાત્રેય હતો. સારું કહેવાય ને????

લેખક : ચેતન જેઠવા

દતાત્રેય મંદિર ની ટોચ !!

ગીરનાર ના પગથીયા ઓ અને ગ્રીનરી !!

વાદળા ઓ જાણે મળવા આવ્યા હોય !!

જાણે બીજું આકાશ !!

ધરતી, પર્વત ઓર આકાશ કા મિલન !

અંબાજી નો અદભૂત અને અદ્વિતીય નઝારો !!

દતાત્રેય ની ટોચ !!

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી