આજની વર્કિંગ તથા જોબ કરતી છોકરીઓ માટે ખરેખર સંભાળવા લાયક અને મહત્વની વાતો…અચૂક શેર કરો..

 

૧) જો એક અપાર્ટમેન્ટમાં લીફ્ટમાં દાખલ થતી વખતે કોઇ પુરૂષની સામે સ્ત્રી કે છોકરી જ્યારે પોતાને એકલી અનુભવે ત્યારે તેણે શુ કરવું જોઈએ?

નિષ્ણાંતોના મુજબ :-

લીફ્ટ માં પ્રવેશ થયા બાદ જો તમારે ૧૩મા માળે જવાનું હોય તો બધા જ માળ માટેના બટન દબાવી દો. જેથી લીફ્ટ બધા જ માળે ઉભી રહેશે. અને સામે વાળી વ્યક્તિ કોઇ પણ પગલું લેતા પહેલા વિચારશે.995130_397550580355114_193250..781_n

૨) જો કદાચ તમે ઘરે એકલા હોવ અથવા રસોડામાં કામ કરતાં હોય અને કોઇ અજાણી વ્યક્તિ તમારા પર હુમલો કરે તો શુ કરશો ?

નિષ્ણાંતોના મુજબ :-

તમે એકલા જ જાણો છો કે લાલ મરચું અથવા હળદર પાવડર ક્યાં છે ? તે ફેંકો એની ઉપર, તેમ જ થાળીઓ અને ડીશો ક્યાં છે એ પણ તમને ખબર છે. તે બધીજ વસ્તુઓ તેની ઉપર ફેંકો અથવા જમીન પર પછાડવાની શરૂ કરી દો. યાદ રાખો મોટો અવાજ થવો એ તેમનો સૌથી મોટો દુ:શ્મન છે. તે તમને પકડવાની અથવા તમારા પર હુમલો કરવાની જરા પણ કોશીશ નહી કરે.

૩) રીક્ષા અથવા ટેક્ષી રાત્રે ભાડે કરતી વખતે

નિષ્ણાંતોના મુજબ :-

રીક્ષામાં બેસતા પહેલા તેનો રજીસ્ટ્રેશન નંબર લખી લો, પછી તમારા પરીવાર સાથે કે મિત્રો ને ફોન જોડીને તેમને ડ્રાઈવર સમજી શકે તે ભાષામાં બધી જ માહીતી આપતા હોય તેમ વાત કરો. કદાચ જો કોઇ તમારી સાથે વાત ન પણ કરતું હોય તેમ છતાં તમે એવુ જ દર્શાવો કે તમે સામે વાળા સાથે વાતચીત કરી જ રહ્યા છો. તેથી એ ડ્રાઈવર સમજી જશે કે તેની માહીતી બીજ સુધી પહોંચી ગઈ છે. અને કોઇ જ જાતની ખૉટી ગંભીર બાબતમાં તેનુ નામ આવી શકે છે. તેથી તે તમને સલામત રીતે તમારી પહોંચવાની જગ્યા પર પહોંચાડવા માટે બંધાઈ (સમજી) જશે. અને તે સંભવિત હુમલાખોર તમારો રક્ષક બનીને તમારી મદદ કરશે.

૪) જો તમને લાગે કે ડ્રાઇવર એવી શેરી માં કે જગ્યા પર વળે છે કે જ્યાં તમારે ન જવું હોય અથવા તમને ના ખબર હોય તેમજ તમે ભય ઝોન દાખલ થાવ છો ? તેમ તમને લાગે છે?

નિષ્ણાંતોના મુજબ :-

તમારો બટવો અથવા તમારા દુપટ્ટાનો ઉપયોગ કરી તેની ગરદનની આસપાસ લપેટી અને તેને પાછો ખેંચો ગણતરીની સેકન્ડોમાં, તેને પોતાની જાત ગૂંગળાવેલી અને લાચાર સમજી જશે. જો તમારે પાસે બટવો અથવા દુપટ્ટો નથી તેવા કિસ્સામાં તેમના શર્ટના સૌથી ઉપરના ટોચ બટનથી કોલર પકડીને તેને પાછા ખેંચો. પછી તો એ જ યુક્તિ કરી શકાય છે.

૫) જો તમે કોઇ જગ્યા ઉપર રહી ગયા હોવ અથવા ઉભા હોવ ત્યારે 

નિષ્ણાંતોના મુજબ :-

આજુબાજુના કોઇ ઘરમાં કે કોઇ દુકાનમાં જાવ અને તમારી વિષમ પરિસ્થિતિ વિશે તેમને જણાવો. જો રાત્રે આવુ બને અને કોઇ ઘર કે દુકાન ખુલ્લી ન હોઈ તો એ.ટી.એમ (ATM) સેન્ટરમાં જતાં રહો. આમ પણ એ.ટી.એમ (ATM) સેન્ટરમાં રક્ષકો (ગાર્ડ) હોય જ છે. અને તે બધા જ બંધ સર્કીટ ટેલીવિઝન દ્વારા ચલાવવામાં આવે છે. જેથી ડર જાણીને કોઇ જ પણ અજાણી વ્યક્તિ તમારી નજીક આવવાથી અથવા તમારા પર હુમલો કરવાથી ડરશે. આમ જોઈએ તો, માનસિક રીતે ચેતીને રહેવું એ સૌથી મોટુ હથિયાર છે. આ બધી જ માહીતી છોકરીઓ અને સ્ત્રીઓ માટે છે. જેનાથી તેઓ આ સમાજમાં ચેતીને અને સતર્કતા પુર્વક સંભાળીને રહે તેમજ તેમની જાતે સલામતી અનુભવે.

મિત્રો આ વાત તમારી બહેન માટે અથવા તમારા ઘરની સ્ત્રીઓ માટે ખાસ શેર કરજો.

સૌજન્ય : ભાવેશભાઈ શર્મા

 

ટીપ્પણી