ગીફ્ટ ઓફ માગી – એક હદયપર્શી સ્ટોરી

એક અત્યંત ગરીબ માણસ તેની પત્ની સાથે રેહતો હતો. એક દિવસ તેની પત્ની, જે અત્યંત લાંબા અંદ સુંદર વાળ ધરાવતી હતી, એ તેને પોતાના વાળની સારી સારભાર માટે એક કાંસકી લાવી આપવા કહ્યું. પતિએ અત્યંત ખેદ સાથે તેની પત્નીને ના પડી. એણે તેને સમજાવ્યું કે તેની પાસે હાલ તેની કાંડા ઘડિયાળનો તૂટેલો પટ્ટો ઠીક કરાવવાના પણ પૈસા નથી. પત્નીએ પણ પોતાની માંગણી પ્રત્યે
દુરાગ્રહ ના રાખ્યો.

પોતાના કામે જતી વખતે તે માણસ એક ઘડિયાળની દુકાન પાસેથી પસાર થયો.એણે પોતાનું ઘડિયાળ અત્યંત ઓછા ભાવમાં વેચી તે પૈસામાંથી પોતાની પત્ની માટે કાંસકી ખરીદી.

સાંજે ઘેર આવીનેએ હાથમાં કાંસકી સાથે તેની પત્નીને ભેટ આપવા માટે તૈયાર હતો. પરંતુ તેની પત્નીના એકદમ ટુંકા વાળ જોઈ તે ચોંકી ગયો. તેની પત્નીએ પોતાના વાળ વેચી તેની કાંડા ઘડિયાળ માટે નવો પટ્ટો ખરીદ્યો હતો.

એક સાથે બંને ની આંખોમાંથી અશ્રુ વેહવા લાગ્યા, પોતાના ક્રિયાઓની નિરર્થકતા વિશે વિચારીને નહિ, પરંતુ તેમના એક બીજા પ્રત્યેના પ્રેમથી ભાવુક થાય ને … !!
કથાસાર: કોઈને પ્રેમ કરવાથી વધારે મહત્વપૂર્ણ છે કોઈના પ્રેમની અનુભૂતિ, પરંતુ સૌથી ઉમદા છે તમે જેમને પ્રેમ કરો છે તેમના તમારા પ્રત્યેના પ્રેમની અનુભૂતિ!

સાભાર : સૃજન દેસાઈ.

ટીપ્પણી