ઘૂંટણના દુઃખાવા માટે ઘરેલું ઉપચારો !

મિત્રો ! “ઘૂંટણના દુખાવાની બીમારી” આજકાલ ઘરે-ઘરે જોવા મળે છે! પૂરતા જ્ઞાનને અભાવે અથવા તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે મેજોરીટી ઘરોમાં અ બાબતે આંખ આડા કાન કરવામાં આવતા હોય છે !

ઘૂંટણનો દુખાવો ખુબ જ પીડાદાયક હોય છે અને એમાં પણ જો વજન વધારે હોય અને ઉંમર વધારે હોય તો વધારે તકલીફ પડે છે. અહી આપેલા અમુક ઘરેલું ઉપાયથી એનાથી છુટકારો મેળવી શકાય છે.

જો દુખાવો નીચે મુજબનો હશે તો આપેલ ઉપાયો અજમાવવા:

૧. વૃદ્ધાવસ્થા
૨. લોહીની માંસપેશીમાં ખેચાણ
૩.લોહીની માંસપેશી લોહીનું પરિભ્રમણ બરાબર ના હોય
૪. કઈક વાગ્યું હોય પેહલા અને એનો દુખાવો રેહતો હોય

ઉપાય -૧

ચપટી હળદર , ખાંડ અને જરીક ચૂનો અને જોઈતું પાણી મિક્ષ કરી પેસ્ટ બન્નાવી આં પેસ્ટને રાતે સુતા પેહલા લગાવવી અને આખી રાત રાખવી સવારે સાદા પાણી થી ધોઈ લેવું.થોડાજ જ દિવસમાં ફર્ક લાગશે

ઉપાય-૨

૪-૫ બદામ
૫-૬ આખા મારી
૧૦ મુનક્કા
૬-૭ અખરોટ
બધાને મિક્ષ કરી પાવડર બનાવી બધું એક સાથે લેવું અને એની ઉપર ગરમ દૂધ પીવું.

ઉપાય-૩

નાની ચમચી સુંઢ પાવડરમાં થોડું સરસીયાનું તેલ મેળવવું બરાબર હલાવી પેસ્ટ બનાવવી અને ઘૂંટણ પર લગાવવી થોડ જ દિવસમાં સારું લાગશે

ઉપાય-૪

ખજુરમાં એ, બી ,સી,આયર્ન અને ફોસ્ફરસ મળે છે માટે તે ઘૂંટણ ના દુખાવા માટે ખુબ જ સારું છે. આખી રાત ખજુર પલાળી સવારે તે ખજુર અને પાણી પણ તેનું પી જવું દુખાવામાં ફર્ક પડશે.

ઉપાય-૫

નાળીયેર પણ ખુબ જ લાભદાયક છે.
સુકું નાળીયેર ખાવું
નાળીયેરનું દૂધ પીવું
નાળીયેરના તેલની માલીસ કરવાથી પણ રાહત મળે છે

ટીપ્પણી