ઘેર બેઠા ચપટીમાં મેળવો કાળા કુંડાળાથી છુટકારો

મોડી રાત સુધી મૂવીઝ જોવું, કલાકો કમ્પ્યુટરની સામે આંખ રાખીને કામ કરતા રહેવું, મોડી રાત સુધી જાગવું, જેનું પરિણામ તમારી આંખના નીચે કાળા કુંડાળાના રૂપમાં ઉભરીને સામે આવે છે. સફેદ વાળ કે ચહેરાની કરચલીઓથી ઘણું વધારે આંખ નીચેના કાળા કુંડાળા તમારી વધતી ઉંમરનો પરિચય આપે છે. જો તમે કાળા કુંડાળાથી પરેશાન છો, અમે તમને એવા કેટલાક નુસખા જણાવીશું જેનાથી તમે ઘરે બેઠા આ કાળા કુંડાળાથી છુટકારો મેળવી શકો છો.

ટી બેગ:

ફીજમાં અડધો કલાક રાખવામાં આવેલા બે બ્લેક કે ગ્રીન ટી બેગનો ઉપયોગ કરો. તેને બન્ને આંખ પર રાખો અને ૧૦-૧૫ મિનીટ સુધી રહેવા દો. તેના પછી તેને દૂર કરો અને તમારું મોંઢુ ધોઈ લો આ પ્રક્રિયાને કેટલાક અઠવાડિયા સુધી બે વખત કરો.

ઠંડક:

ઠંડા પાણી કે દૂધમાં ભીનું કરેલું સાફ કપડું લો અને થોડી મિનીટો માટે તેને પોતાની પાંપળોની પાસે રાખો. મુલાયમ કપડામાં બરફનો ટુકડો લો અને કેટલીક મિનીટો સુધી તેને પોતાની આંખ પાસે રાખો.

ફુદીનો:

ફુદીનાના પત્તાને હાથથી પીસી લો, ફુદીનાના પત્તામાં લીંબુનો રસ મેળવો. તેને ૧૫ થી ૨૦ મિનીટ માટે લગાવો. તેના પછી ધોઈ લો, તેને દરરોજ બે વખત કરો.

મલાઈ:

બે ચમચી મલાઇ અને એક ચોથાઇ ચમચી હળદર મેળવો, તેને કાળા કુંડાળા પર લગાવો. તેને ૧૫ થી ૨૦ મિનીટ માટે રહેવા દો, પછીથી તેને હુંફાળા પાણીથી ધોઈ લો.

કાકડી કે બટાટાનો રસ:

તેના ઉપરાંત તમે આંખના કાળા કુંડાળાની આજુબાજુ કાકડી કે બટાટાનો રસ પણ લગાવીને ઘણી હદ સુધી કાળા કુંડાળાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

તમને જેંતીલાલ પરનો આ લેખ વાંચીને મજા આવી અને જાણકારી મળી તો અન્ય સાથે પણ અમારું ફેસબૂક પેજ “જલ્સા કરોને જેંતીલાલ” શેર કરો

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!