“ઘઉં ના મુઠીયા અને તીખી કઢી” – બનાવો આ નવીન રીતે અને જણાવજો કેવી લાગી વાનગી…

“ઘઉં ના મુઠીયા અને તીખી કઢી”

રાજસ્થાન અને ઉત્તરીય પ્રદેશો માં ઘણી લોકપ્રિય આ વાનગી બહુ જ સ્વાદિષ્ટ અને સ્વાદ થી ભારપુર છે. આ કઢી , ગુજરાતી કઢી ની જેમ ગળપણ વાળી ની પણ ખાટી અને તીખી છે. પાણી માં બાફેલા આ મુઠીયા પોચા અને સ્વાદિષ્ટ છે અને એની સાથે કઢી નો combo તો જોરદાર છે . આપ ચાહો તો લીલા આદુ-મરચા પણ ઉમેરી શકો છો .
પેહલા આપણે મુઠીયા બનાવીશું…

સામગ્રી :

• ૨ વાડકા ઘઉં નો લોટ,
• ૨ મોટી ચમચી ચણા નો લોટ,
• ૧ વાડકો રાંધેલો ભાત (ઓપ્શનલ),
• ૧/૨ વાડકો છીણેલી દુધી (ઓપ્શનલ),
• ૧/૨ ચમચી હળદર,
• ૧ ચમચી લાલ મરચું,
• ૩-૪ ચમચી તેલ,
• મીઠું,

રીત :

ઘઉં ના લોટ માં બધો મસાલો ઉમેરી , કઠણ લોટ બાંધો.

આ લોટ ને લાંબા મુઠીયા જેવા બનાવો.

મોટા અને પોહળા તપેલા માં પાણી ઉકાળી આ મુઠીયા ને આ પાણી માં ૧૫-૧૭ min સુધી બાફો…

મુઠીયા માં છરી નાખી ચેક કરો કે બફાઈ ગયા કે નહિ …
પાણી નીતારી દો. ઠંડા થાય એટલે કટકા કરી લો .

કડાય માં ૩-૪ ચમચી તેલ ગરમ કરો. ૧ ચમચી રાઈ ઉમેરો .. તતડી જાય એટલે એમાં ૨ સુકા લાલ મરચા અને હિંગ નાખી મુઠીયા ઉમેરો .. મીઠું અને મરચું સ્વાદનુસાર ઉમેરો. ધીમા તાપે થોડા કડક થવા દો.


આ મુઠીયા અને ગરમ ખાટી કઢી સાથે પીરસો..

ખાટી કઢી ની રીત :

સામગ્રી :

• ૨ વાડકા ખાટું દહીં,
• ૩ ચમચી ચણા નો લોટ ( ઘણા ઘઉં નો લોટ પણ વાપરે છે ),
• મીઠું,
• ૧/૨ ચમચી હળદર,
• ૧/૪ ચમચી રાઈ,
• ૧/૨ જીરું,
• ૧/૪ મેથી ના દાણા,
• ૧-૨ લાલ સુકા મરચા,
• લીમડા ના પાન,
• મીઠું,
• ૧.૫ ચમચી ઘી,

રીત :

તપેલા માં દહીં, મીઠું , ચણા નો લોટ સરસ મિક્ષ કરી લો. એમાં ૨ ગ્લાસ્સ જેટલું પાણી ઉમેરો .

હળદર ઉમરી ગેસ પર ઉભરો આવવા દો .નાની કડાય માં ઘી લઇ ગરમા કરો . પછી તેમાં રાઈ, જીરું , મેથી ના દાણા , સુકા લાલ મરચા ઉમેરો. જીરું તતડી જાય એટલે લીમડા ના પાન અને હિંગ ઉમેરો. લાલ મરચું ઉમેરી તરત આ વઘાર કઢી માં મિક્ષ કરો .

કઢી ને ૮-૧૦ min માટે ઉકાળો . આ કઢી ગરમ રોટલી કે ભાત સાથે પણ પીરસી શકાય …


તો તૈયાર છે કઢી અને મુઠીયા …

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી