“ઘઉંના ફાડાની પેટીસ” – આજે બનાવતા શીખો એક નવીન વેરાયટીની પેટીસ..

“ઘઉંના ફાડાની પેટીસ”

કાયમ બટેટા અને કેળા ની પેટીસ / કટલેટ થી કંટાળી ગયા છો ?? ચાલો આજે આપણે કઈક નવીન, સ્વાદિષ્ટ, પૌષ્ટિક કટલેટ બનાવીએ , એ પણ શેકેલી .. ઘઉં ના ફાડા , દાળ અને શાકભાજી થી બનાવેલી આ કટલેટ તવા પર ઓછા તેલ માં શેકેલી છે. આપ ચાહો તો તેલ માં તળી શકો.

સામગ્રી :

• ૧/૪ વાડકો ઘઉં ના ફાડા,
• ૧/૪ વાડકો પીળી મગ ની દાળ,
• ૧/૨ નંગ કાચું કેળું / ૧ નાનું બટેટુ,
• ૧/૪ વાડકો બફેલા વટાણા,
• ૧/૨ વાડકો ગાજર , બારીક સમારેલા,
• ૧/૨ વાડકો ફણસી , બારીક સમારેલી,
• ૧ વાડકો ઓટ્સ , પાવડર,
• ૩-૪ ચમચી ફુદીનો સમારેલો,
• ૧/૨ વાડકો કોથમીર સમારેલી,
• ૫-૬ ચમચી ટોસ્ટ નો ભૂકો,
• ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ,
• ૧/૨ ચમચી ઓરેગાનો,
• ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ / ૧ ચમચી મરચા ની પેસ્ટ,
• મીઠું,
• ૧ ચમચી લીંબુ નો જ્યુસ,

રીત :

ઘઉં ના ફાડા , મગ ની દાળ ને ધોઈ ૨૦-૩૦ min માટે પલાળી લો . કાચું કેળું / બટેટુ ધોઈ નાના કટકા કરી ફાડા અને દાળ ની સાથે , થોડા પાણી માં બાફી લો. પાણી એકદમ ઓછું રાખવું. ધીમી આંચ પર ૨-૩ સીટી વગાડો .. કુકર ઠરે ત્યાં સુધી બાકી ની સામગ્રી તૈયાર કરી લો .


હું સામાન્ય રીતે Quaker Oats વાપરું છું , મિક્ષેર માં ભૂકો કરી લેવાનો ..


બધી સામગ્રી ભેગી કરો. સ્વાદ અનુસાર મીઠું અને તીખાશ પ્રમાણસર કરવા ..
નાના લુવા કરી કટલેટ ણો આકાર આપો . ટોસ્ટ ના ભૂકા માં રગદોળો .. non stick તવા પર ૧-૨ ચમચી તેલ લગાવી ,૫-૬ કટલેટ ગોઠવો અને માધ્યમ આંચ પર શેકો …


ગરમ ગરમ પીરસો .. સાથે ટામેટા નો સોસ અને કોથમીર ની ચટણી હોય તો બસ.. Enjoy

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી