ઘઉંની સેવ – આવતી કાલે હોળી છે તો બનાવો આ ઘઉંની સેવ નાના મોટા સૌને ભાવશે …

ઘઉંની સેવ

આજે આપણે બનાવીએ ઘઉં ની ઓસાયેલી સેવ ,આ સેવ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે સાથે જ એને બનવામાં ખૂબ જ સમય લાગે છે આ રેસીપી ઘણાં બધા ગુજરાતી ના ઘરે હોળી પર બનાવવામાં આવે છે તો ચાલો એની રીત પણ જોઈ લઈએ.

રીત : 

1) ૪ નંગ ઘઉં ની સેવ ના બંચ,
2) ૧ ચમચી તેલ,
3) ૩-૪ ચમચી બુરું ખાંડ (સ્વાદ પ્રમાણે ),
4) ૨-૩ ચમચી ચોખ્ખું ઘી,
5) ૭૦૦-૮૦૦ મિલી પાણી

રીત :

1) સૌથી પહેલા આ રીત ની હાથ ની વણેલી સેવ લેવાની છે અને એને બાફવા માટે એક વાસણ માં પાણી ગરમ મૂકી દો.

2) સેવ ના થોડા ટૂકડા કરી લો જેથી તે સરસ બફાઈ જાય.

3) પાણી ઉકળવા લાગે એટલે તેમાં તેલ અને સેવ ઉમેરી દો અને મીડીયમ ગેસ પર ચઢવા દો (૭-૮ મિનીટ ઢાંકીને પછી ખુલ્લી ચઢવા દો.

4) ૧૦ -૧૧ મિનીટ પછી સેવ ને સહેજ દબાવીને જોવો જો દબાઈ જાય તો ગેસ બંધ કરી દો.

5) કાણાવાળા વાડકામાં કાઢી લો.

6) એક વાસણ માં લઈ તેમાં ઘી અને બુરું ખાંડ ઉમેરી મિક્ષ કરી લો.

7) સર્વિંગ બાઉલ માં લઈ ઉપર થી થોડું ઘી અને ખાંડ નાખી સર્વ કરો.

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block