ઘઉંના લોટની ચકરી – બાળકોને લંચ-બોક્ષમાં કે ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તેને નાસ્તામાં પણ આપી શકાય છે.

ઘઉંના લોટની ચકરી

હેલો મિત્રો આજે હું લઇ ને આવી છુ એક એવી રેસીપી જે અપડા માટે ખુબ જ ઉપયોગી છે. કારણકે તે ટેસ્ટી ની સાથે સાથે જ એટલી હેલ્ધી છે. કારણકે આ રેસીપી ઘઉં ના લોટ માંથી બને છે.

બાળકો ને લંચ-બોક્ષ માં દેવી હોય કે ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તેને નાસ્તા માં આપવી હોય. ઘઉં ના લોટ ની ચકરી ખુબ જ સરળ રેસીપી છે. આ ચકરી ને બનાવીને અપડે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ. જેથી પણ જયારે પણ સમય મળે અપડે તેને વધારે માત્રા માં બનાવી સ્ટોર કરી શકીએ. ઘઉં ના લોટ ની ચકરી ખાવા માં ખુબ જ ટેસ્ટી તેમજ ખુબજ ક્રિસ્પી બને છે.

સામગ્રી:

૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ,

૧ બાઉલ દહીં,

૨ સ્પુન તલ,

૨ સ્પુન આદુ – મરચા ની પેસ્ટ,

૧ સ્પુન મરચું પાઉડર

૧ સ્પુન ઘણાજીરું,

૧/૨ સ્પુન હળદળ

૧વ સ્પુન નમક (સ્વાદ પ્રમાણે લઇ સ્કાય).

તેલ તળવા માટે.

રીત:

સૌપ્રથમ અપડે લઈશું ઘઉં નો લોટ. લોટ ને એક કોટન ના કપડા માં ભરી ઉપર થી ટાઈટ ગાઠ વાડી લેવી. તેને અપડે ઓજ માં બફ્વાનો છે. જેના માટે અપડે લઈશું ઢોકળા કરવાનું ઢોકળીયુ. તેમાં ૨-૩ ગ્લાસ પાણી ઉમેરી ને તેના ઉપર ઢોક્ડીયા ની ડીશ મુકવી. અને તેના પર કપડા માં બાંધેલો લોટ મુકવો.

લોટ માં કોઈ પણ પ્રકાર નું પાણી કે કઈ ઉમેરવાનું નથી. સુકો લોટ જ ઓજ ની મદદ થી બફ્વાનો છે. આ લોટ ને ઢોકડિયા માં ૧૦ થી ૧૫ મિનીટ સુધી લોટ ને બાફવા દેવો.

લોટ બફાય ગયા બાદ તેને કપડા માંથી કાઢી લઈશું. હવે તે એકદમ કડક ફોમ માં હશે. તો તેને દસ્તા ની મદદ થી લોટ ને ધીમે ધીમે કાઢી ને ખંડવો પડશે. લોટ ને પાછો પાઉડર ફોર્મ માં આવી જાય એટલો ખાંડવાનો છે.

લોટ ને ખંડાય(પીસાય ગયા) ગયા બાદ તેને અપડે ચાળી લઈશું. તેને લોટ ચાડવા ની ચારણી માં ચાળી લઈશું. અને જેટલી પણ કણી નીકળે. તેને પાછી પીસી લેવી.

હવે લોટ ચળાય ગયા બાદ તેમાં અપડે મસાલા ઉમેરીસું જેમાં મેઈન અપડે ઉમેરીસું દહીં. ચકરી નો લોટ દહીં થી બાંધવામાં આવે છે. ત્યાર બાદ તેમાં ઉમેરીસું મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું, અને નમક.

બધા જ મસાલા પ્રોપર મિક્ષ કરી તેનો લોટ બાંધી લઈશું. જો લોટ બાંધવામાં જરૂર પડે તો પાણી ઉમેરી સ્કાય નહિતર દહીં થી જ બંધાય જશે.

ત્યાર બાદ લોટ ને સંચા માં ભરી લઈશું. અને તેમાં મોટા સ્ટાર વાડી જારી નો ઉપયોગ કરીશું.

હવે સંચા માંથી અપડે લાંબી લાંબી પાડી અને હાથ વડે ગોળ ગોળ ફેરવી ચકરી વાડી લઈશું. અને બીજી રીત ચકરી બનાવવા માટે જો તમને ફાવે તો ડાઈરેક્ટ સંચા થી પણ ગોળ ગોળ ચકરી વાડી શકો છો.

હવે ચકરી જેમ જેમ ગોળ ગોળ વળતી જાય તેમ તેમ તેને ન્યુઝ પેપર પર સુકવતા જાવ. ચકરી સુકાય જાય પછી જ તડવી જેથી તે તેલ માં ખુલી ના જાય.

હવે જેમ જેમ ચકરી સુકાતી જાય તેમ તેને તેલ માં તળતા જવાનું છે. ચકરી લાઈટ-બ્રાઉન થાય પછી તેને તેલ માંથી કાઢી લેવી. અને ચકરી ને તડી ને પેહલા ઠારવા દેવી પછી જ ડાબા માં ભરવી. નહિતર ચકરી પોચી પડી જશે.

ચકરી ઠરી ગયા બાદ તેને એક પ્લેટ માં લઇ સેર્વ કરો. તો તૈયાર છે. નાસ્તા ની સ્પેચીયલ ચકરી.

નોંધ: ચકરી વળતા વખતે ખાસ ધ્યાન રાખવું કે ચકરી વળાય ગયા બાદ છેલુ લેયર ને પ્રોપર હાથ વડે પ્રેસ કરી પેક કરી દેવું નહિતર તે તેલ માં છુટી સકે છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી