ગેરહાજર કાંધ – માત્ર અમુક જ સંતાન ફરજ નિભાવી શકે છે!

વિશ્વાસ સાહેબ પોતાને ભાગ્યશાળી માનતા હતા. કારણ એ હતું કે એમના બંને પુત્ર આઈ.આઈ.ટી કર્યાં પછી લગભગ એક કરોડ રૂપિયાનું વેતન અમેરિકામાં મેળવતા હતા.વિશ્વાસ સાહેબ જયારે નિવૃત્ત થયા ત્યારે તેમની ઈચ્છા હતી કે તેમનો એક પુત્ર ભારત પરત આવે અને તેમની સાથે જ રહે ; પણ અમેરિકા ગયા પછી કોઈ પણ પુત્ર ભારત પાછો આવવા તૈયાર ન થયો, તદુપરાંત તેઓએ વિશ્વાસ સાહેબને અમેરિકા આવીને વસવાની સલાહ આપી.

વિશ્વાસ સાહેબ પોતાની પત્ની ભાવનાની સાથે અમેરિકા ગયા; પરંતુ તેમનું મન ત્યાં બિલકુલ ન લાગ્યું અને તેઓ ભારત પાછા આવી ગયા. દુર્ભાગ્યવશ તેમની પત્નીને લકવો થઇ ગયો અને પત્ની પૂર્ણ રીતે પતિની સેવા પર નિર્ભર થઇ ગઈ. સવારના નિત્યકર્મથી લઈને ખવડાવવા-પીવડાવવા, દવા આપવા જેવા બધા કામ વિશ્વાસ સાહેબના ભરોસે હતા. પત્નીનો અવાજ પણ લકવાને કારણે જતો રહ્યો હતો. વિશ્વાસ સાહેબ પૂરી નિષ્ઠા અને સ્નેહ સાથે પતિ ધર્મ નિભાવતા હતા.

એક રાતે વિશ્વાસ સાહેબે દવા આપીને ભાવનાબેનને સુવાડ્યા અને પોતે પણ પાસેના પલંગ પર સુવા માટે જતા રહ્યા. રાત્રે લગભગ બે વાગે હાર્ટ એટેકથી વિશ્વાસ સાહેબનું મૃત્યુ નીપજ્યું. પત્ની સવારે લગભગ ૬ વાગ્યે જાગી અને રાહ જોવા લાગી કે પતિ આવીને તેને નિત્યકર્મ કરાવવામાં મદદ કરશે.

રાહ જોતાં જોતાં પત્નીને કૈંક અજુગતું થયું હોવાની આશંકા જાગી. જોકે પત્ની સ્વયં ચાલવામાં અસમર્થ હતી, તેને પોતાની જાતને પલંગથી નીચે પાડવા દીધી અને પછી ઘસડાતા ઘસડાતા પતિના પલંગ સુધી પહોંચી. તેણે પતિને હલાવ્યો પણ કોઈ હલનચલન ન થઇ. પત્ની સમજી ગઈ કે વિશ્વાસ સાહેબ હવે નથી રહ્યા. પત્ની નો અવાજ લકવાને કારણે ચાલ્યો ગયો હતો; તેથી કોઈને પણ અવાજ દઈને બોલાવવાનું શક્ય ન્હોતું.

ઘર પર પણ કોઈ હાજર ન્હોતું. ફોન બહારના રૂમમાં લાગેલો હતો. પત્નીએ પાડોશીને સૂચના આપવામાટે ઘસડાઈને ફોન તરફ વધવાનું શરુ કર્યું. લગભગ ૪ કલાકની જહેમત બાદ તે ફોન સુધી પહોંચી અને તેણે ફોન ને તારથી ખેંચીને નીચે પડ્યો. પાડોશીનો નંબર જેમતેમ કરીને લગાવ્યો. પાડોશી ભલો માણસ હતો, ફોન પર કોઈ બોલી રહ્યું ન્હોતું, પણ ફોન આવ્યો હતો તેથી તે સમજી ગયો કે ગંભીર બાબત હતી.

તેણે આસ પાસના લોકોને સૂચના આપીને ભેગા કર્યાં, દરવાજો તોડીને બધા લોકો ઘરમાં ઘૂસ્યાં. તેમણે જોયુંકે વિશ્વાસ સાહેબ પલંગ પર મૃત પડ્યા હતા અને પત્ની ભાવના ફોન પાસે મૃત પડી હતી. પહેલાં ‘વિશ્વાસ અને પછી ભાવનાનું મૃત્યુ* થયું હતું.

બંનેની અર્થી સાથે નીકળી. *આખો મહોલ્લો કાંધ આપી રહ્યો હતો પણ બે કાંધ હાજર ન્હોતી જેની માં બાપ ને આશા હતી. કદાચ એ કાંધ કરોડો રૂપિયાની કમાઈના ભારથી અને અતિ મહત્વાકાંક્ષાથી પહેલાં જ દબાયેલી હતી.

લોકો બાગ લગાવે છે ફળ માટે
સંતાનો પાળે છે બુઢાપા માટે
પણ…
માત્ર અમુક જ સંતાન ફરજ નિભાવી શકે છે!!

ખુબ સુંદર કહ્યું છે એક કવિએ…
“બાળકોને ચાંદ – સિતારા તોડવાની શિક્ષા ન આપો.
ચાંદ-સિતારાઓ ને અડવા વાળા ગાયબ થઇ જશે.
જો આપી શકો શીખ તો ચારણ સ્પર્શવાની આપજો,
જે માટીથી જોડાયેલા રહેશે, સબંધો એ જ નિભાવશે…”

મહેરબાની કરી બાળકોને જરૂર સંભળાવજો અથવા તેમણે forward કરજો

લેખન-સંકલન – ભૂમિ મેહતા (બેંગ્લોર)

ટીપ્પણી