ગટ્ટાનો પુલાવ – આ પુલાવ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

ગટ્ટાનો પુલાવ

ગટ્ટા ના શાક થી આપણે બધા જ પરિચિત છીએ. એ એક સ્વાદિષ્ટ શાક છે. પણ એ શાક નું મૂળ છે એના ગટ્ટા. જો ગટ્ટા બરાબર ના બન્યા હોય તો શાક ની માજા જ ના આવે .. મને આ ગટ્ટા ખૂબ જ પ્રિય છે.
મેં નાનપણ માં આ પુલાવ ખૂબ ખાધો છે , મારી મમ્મી ના હાથ નો. આ પુલાવ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આશા છે પસંદ આવશે આપને પણ. તો ચાલો જોય લઈએ રીત

સામગ્રી :

ગટ્ટા બનાવવા માટે

1.5 વાડકો ચણા નો લોટ,
1/4 ચમચી હળદર,
1 ચમચી લાલ મરચું,
1/8 ચમચી હિંગ,
મીઠું,
1/8 ચમચી અજમો,
2 ચમચી જાડું દહીં,
1 ચમચી વરિયાળી,
2 મોટી ચમચી તેલ,
પાણી, જરૂર મુજબ,
પુલાવ માટે.
1.5 વાડકો બાસમતી ચોખા,
1/2 વાડકો બાફેલા વટાણા,
મીઠું,
1 ચમચી જીરું,
3 ચમચી તેલ +2 ચમચી ઘી,
2 નાની ડુંગળી , સ્લાઈસ કરેલી,
થોડા લીમડા ના પાન,
1/2 વાડકો કેપ્સિકમ ના કટકા,
1 તજ પત્તુ,
2 લવિંગ,
2 લાલ સૂકા મરચાં,
1 ચમચી લાલ મરચું,
2 ઈલાયચી,
1 તજ નો નાનો ટુકડો,
1 નાની ચમચી જીરા નો ભૂકો,
1/4 ચમચી ગરમ મસાલો,
બારીક સમારેલી કોથમીર,
સ્વાદ અનુસાર લીંબુ નો રસ,

રીત :
સૌ પ્રથમ આપણે ગટ્ટા બનાવીશું.

એક મોટા વાસણ માં ગટ્ટા માટે ની બધી સામગ્રી ભેગી કરો. અને કઠણ લોટ બાંધો. જરૂર હોય તો એકાદ ચમચી પાણી ઉમેરો.. લોટ ના એકસરખા ભાગ કરો અને લાંબો શેપ આપો.

એક મોટા અને પોહળા તપેલા માં પાણી ઉકાળો.. પાણી પૂરતા પ્રમાણ માં લેવું. એમા હવે વાળેલા ગટ્ટા ના રોલ ઉમેરો. થોડા ટીપા તેલ ઉમેરવું. 5 થી 7 મિનિટ માટે ઉકાળવા દો. ત્યારબાદ ચાયળી માં કાઢી લો અને ઠરવા દો. ઠર્યા બાદ આ ગટ્ટા ના રોલ ના એકસમાન કટકા કરી લેવા.

કડાય માં થોડું તેલ લઈ આ ગટ્ટા ને શેલો ફ્રાય કરી લો.

આપ શાક બનાવો ત્યાર તળવા ની જરૂર નથી પણ પુલાવ માં એક crunch લાવવા થોડા તળી લેવા. આપ ચાહો તો ગટ્ટા ના લોટ માં 1 થી 2 ચમચી સૂકી મેથી પણ ઉમેરી શકો.

મોટા તપેલા માં પાણી ઉકાળો. ત્યારબાદ એમાં પલાળેલા ચોખા ઉમેરો. સાથે મીઠું , થોડા ઘી ના ટીપા અને લીંબુ ના ટીપા ઉમેરવા. ભાત ને સરખો પકાવવો. કાચો ના રહે તેમ જ ગળી ના જાય એનું ધ્યાન રાખવું .. થઈ જાય એટલે એક ચાયળી માં કાઢી લો. ઠરવા દો.

એક નોન સ્ટિક કડાય માં ઘી અને તેલ ગરમ કરો. ત્યારબાદ એમાં જીરું , ઈલાયચી , લવિંગ , તજ , લાલ સૂકા મરચા, તજ પત્તુ ઉમેરી શેકો.

ત્યારબાદ એમાં હિંગ ઉમેરી ડુંગળી, લીલું મરચું અને લીમડા ના પાન ઉમેરો. થોડી વાર સૌટે કરો. ત્યાર બાદ એમાં કેપ્સિકમ ઉમેરો અને પકાવો. બધો જ મસાલો ઉમરો

અને એકાદ મિનિટ માટે શેકો.ત્યારબાદ એમાં રાંધેલો ભાત, વટાણા અને ગટ્ટા ઉમેરી મિક્સ કરો.

2 ચમચી જેટલું પાણી છાંટો અને ઢાંકી દો.. વચ્ચે વચ્ચે હલાવતા જાઓ.. સ્વાદ મુજબ લીંબુ નો રસ ઉમેરવો..

કોથમીર થી સજાવટ કરો અને ગરમ ગરમ દહી અથવા બુંદીના રાયતા સાથે પીરસો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

.

ટીપ્પણી