“ગાઠીયા બાસ્કેટ ચાટ” – બનાવો એક નવી જ વેરાયટી.. શેર કરવાનું ના ભૂલતા..

“ગાઠીયા બાસ્કેટ ચાટ”

સામગ્રી-

ગાઠીયા બનાવા માટે-

* એક કપ બેસન,
* ૧ ચમચી લાલ મરચુ,
* ૨ ચમચી તેલ,
* મીઠુ સ્વાદ મુજબ,

એસેબલ કરવા-

* ૨ ટે.સ્પૂન ટામેટા ચોપ કરેલા,
* ૨ ટે. સ્પૂન ડુગળી ચોપ કરેલી,
* ૨ ટે .સ્પૂન કાકડી ચોપ કરેલી,
* ૧ ટે . સ્પૂન ચીલી સોસ,
* ૨ ટે. સ્પૂન ટામેટો સોસ,
* ૨ ટે. સ્પૂન ચીઝ છીઝેલુ,
* કોથમીર,

રીત-

– સો પ્રથમ ગાઠીયા બનાવા માટે એક બાઉલ મા ગઠીયા ની બધી સામગ્રી ભેગી કરી લોટ બાધવો. લોટ સેજ કઠણ રાખવો.
– હવે સેવ ના સચા માથી ગાઠીયા ની જારી મૂકી પાટલા પર સચો થોડો ત્રાસો કરી સીધા સીધા ગાઠીયા પાડવા.
– હવે એક ચા ની ગરણી લઈ તેમા એક એક ગાઠીયા નુ પડ ગોઠવુ.( ફોટો મા દેખાડીયુ છે ).
– પછી તેના પર બીજી ગરણી મૂકી તેલ મા તળવી. ૨ મિનિટ થાય એટલે ઉપર ની ગરણી લઈ લેવી અને નીચેની ગરણી ઉધી કરી બાસ્કેટ છૂટી પડશે .તળાય એટલે બાહર કાઢી લેવુ.
– આ રીતે બધા બાસ્કેટ બનાવી લેવી. ( ફોટો દેખાડીયો છે.)
– હવે એક બાઉલ મા એસેબલ ની ચીઝ સીવાય ની બધી સામગ્રી ભેગી કરવી.
– હવે એક પ્લેટ મા ગાઠીયા બાસ્કેટ મૂકો તેમા સ્ટફીગ મૂકી ચીઝ નાખી સવૅ કરો. મહેમાનો ,, ફેન્ડસ ને આ ચાટ ન્યૂયર પર સવૅ કરો.

નોધ :-

આજ રીતે બટાકા ની અને બાફેલા નૂડલસ ની પણ બાસ્કેટ થાય છે. સ્ટફીગ મા તમારી પંસદ નુ વેરીયેસન કરી શકો છો.

જો તમને મારી રેસીપી ગમી હોય તો like અને share જરૂર કરશો.

રસોઈની રાણી – કાજલ શેઠ, મોડાસા

ટીપ્પણી