“ગાર્લિક સેવ”- હવે જાતે ઘરે જ બનાવો લસણ સેવ…

“ગાર્લિક સેવ”

સામગ્રી:

+ ૧ કપ બેસન,

+ અડધો કપ ચોખાનો લોટ,

+ ૪ કળી લસણ,

+ દોઢ ટી-સ્પૂન લાલ મરચું પાઉડર,

+ ૧ ટી-સ્પૂન અજમો,

+ ૧ ટેબલ-સ્પૂન તેલ/ઘી,

+ મીઠું અને ગાર્લિક પાઉડર,

રીત :

૧. લસણની કળીને મિક્સર જારમાં પીસી લેવી. પછી એમાં અડધો કપ પાણી ઉમેરી ફરી પીસી લેવું.

૨. એક બોલમાં બેસન, ચોખાનો લોટ, મીઠું, લાલ મરચું, તેલ, અજમો અને લસણવાળું પાણી ઉમેરી લોટ બાંધો.

૩. સેવના સંચામાં લોટ ભરીને જાડી અથવા પાતળી સેવ ગરમ તેલમાં કાઢીને તળી લેવી. (ગુલાબી) મીડિયમ તાપ પર.

૪. સેવને હાથેથી છૂટી પાડીને ઠંડી કરવી. પછી ઍરટાઇટ ડબ્બામાં ભરી લેવી.

સૌજન્ય : મિડ ડે

શેર કરો આ સરળ રેસીપી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી