“ગાર્લિક ચીલી નાન” – હવે ઘરે જ બનાવો હોટલ જેવી નાન…

“ગાર્લિક ચીલી નાન”

સામગ્રી –

– 2 કપ મેંદો + ડસ્ટીંગ માટે,
– હુંફાળું પાણી જરૂરીયાત મુજબ,
– 1/2 ટેબલસ્પુન યિસ્ટ,
– 1 ટેબલસ્પુન સાકર,
– મીઠું સ્વાદ મુજબ,
– 1 ટેબલસ્પુન તેલ,
– 1/3 કપ લસણ (અડધા સમારેલા અને અડધા છીણેલ),
– 3 ટેબલસ્પુન કોથમીર સમારેલી,
– બટર બ્રશીંગ માટે,

રીત –

– યિસ્ટ અને સાકરને એક વાટકામાં લઈ તેમાં અંદાજે 3/4 કપ હુંફાળું પાણી ઉમેરી 10 મિનિટ યિસ્ટને એક્ટીવેટ થવા બાજુએ મુકવું.
– મોટા બાઉલમાં મેંદો, મીઠું અને એક્ટીવેટેડ યિસ્ટ ઉમેરી મધ્યમ પ્રકારનું કણક બાંધવું.
– જરૂર જણાય તો વધુ પાણી ઉમેરી શકાય.
– તેલ ઉમેરી કણકને 5 મિનિટ મસળો.
– ગ્રીસ કરેલા અન્ય બાઉલમાં કણક મુકી 1 કલાક ફુલવા માટે અથવા ફુલીને ડબલ થાય ત્યાં સુધી
ઢાંકીને અલગ મુકો.
– થોડું લોટ છાંટી પંચ મારો. અને ફરી અેક મિનિટ મસળો.
– લીંબુ જેવા ગોળા વાળી લો.
– લસણ અને કોથમીરને અેક વાણમાં મિક્સ કરી રાખો.
– તવાને ઉંચા તાપે ગરમ કરો.
– લુઆની લંબગોળ રોટલી વણો ( જરૂર જણાય તો થોડું લોટ છાંટો.)
– રોટલી પર 1 1/2 ટી સ્પુન થી 2 ટી સ્પુન જેટલું લસણ અને કોથમીરનું મિશ્રણ સ્પ્રેડ કરો.
– વેલણથી વણી લસણ અને કોથમીરને દબાવો.
– નાનની બીજી બાજુ તવા પર મુકો.
– નાન પર થોડું ભીનું થાય એટલું જ પાણી લગાડો.
– નાનને પલટાવો.
– નાન રંધાય એટલે પલટાવીને બીજી બાજુને સીધા આંચ પર રાંધો. (નાન તવાને ચોટેલી હશે તેથી તવાને જ પલટાવી આંચ પર મુકવું પડશે.
– નાન રંધાય એટલે ફરી તવાને સીધું કરો. નાનને તવા પરથી ઉતારી બટર ચોપડો.
– નાન તૈયાર છે.

રસોઈની રાણી : દીપિકા ચૌહાણ (નડીયાદ)

સાભાર : ઉર્વી શેઠિયા (મુંબઈ)

શેર કરો આ ખાસ વાનગી તમારા ફેસબુક પર અને દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી