ડોમિનોસ સ્ટાઈલ ચીઝ ગર્લિક બ્રેડ કુકરમાં હવે ઘરે જ બનાવો નાના મોટા સૌ હોંશે હોંશે ખાશે

ડોમિનોસ સ્ટાઈલ ચીઝ ગર્લિક બ્રેડ કુકરમાં

હેલો ફ્રેન્ડઝ,,, આજે હું લઇ ને આવીછુ ડોમીનોસ સ્ટાઈલ ગર્લિક બ્રેડ એ પણ કુકર માં. અત્યાર ના સમય માં યંગ જનરેશન ની ફેવરીટ પૂછવામાં આવે એટલે પેહલા ગર્લિક બ્રેડ નું નામ આવે. ડોમીનોસ માં ગર્લિક બ્રેડ તો સૌ કોઈ ને ભાવે છે પરંતુ ઘરે નથી બનાવી સગતા કાં તો પ્રોપર રેસીપી ના હોય કાં તો ઓવન. તો આજે હું તમારા બધા જોડે સેર કરીશ મારી ગર્લિક બ્રેડ ની રેસીપી જેમાં ઓવન ની પણ જરૂર નથી પડતી અપડે કુકર માં સેમ ડોમીનોસ જેવી જ ગર્લિક બ્રેડ બનાવી સકીસું. તો ચાલો બનાવીએ કુકર માં ચીઝ ગર્લિક બ્રેડ.. જેના માટે જોઇશે

સામગ્રી:

૧ બાઉલ મેંદો,

૧/૨ બાઉલ દૂધ,

૧ બાઉલ ચીઝ,

૨ સ્પુન બટર,

૧ સ્પુન એક્ટીવ ડ્રાય યીસ્ટ,

૨ સ્પુન લસણ ની પેસ્ટ(લસણ નો પાઉડર)

૧/૨ સ્પુન ચીલી ફ્લેક્ષ,

૧ સ્પુન ઓરેગાનો,

૧ સ્પુન કોથમરી,

૨ સ્પુન ખાંડ.

૧ સ્પુન તેલ,

૭૦૦ ગ્રામ નમક.

રીત:

સૌપ્રથમ ચીઝ ગર્લિક બ્રેડ બનાવવા માટે અપડે લઈશું એક બાઉલ માં થોડું ગરમ દૂધ. દૂધ ની જગ્યા પર તમે ગરમ પાણી પણ લઇ શકો છો. ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરીસું.. તેને ચમચી વડે હલાવી અને ઓગળી જાય એટલે અપડે તેમાં ઉમેરીસું યીસ્ટ. અને તેને ચમચી વડે મિક્ષ કરી તેને ૧૦ મિનીટ સુધી રેસ્ટ આપવો જેથી યીસ્ટ એક્ટીવ થઇ જાય.

હવે ગર્લિક બ્રેડ નો લોટ બાંધવા માટે એક મોટા બાઉલ માં લઈશું પેહલા મેંદો અને ૧૦ મિનીટ બાદ જયારે યીસ્ટ એકટીવ થઇ જાય તો તેને લોટ બાધવા માં ઉમેરીસું. ત્યાર બાદ તેમાં નમક અને લસણ ની પેસ્ટ ઉમેરી લોટ બાંધી લઈશું. લોટ એકદમ સોફ્ટ અને મીડીયમ બાંધવો.

લોટ બંધાય ગયા પછી તેને તેલ થી ટીપી લો અને તેને એક કોટન ના ભીના કપડા વડે કવર કરી ૧૦ થી ૧૫ મિનીટ સુધી રેહવાદો. ત્યાર બાદ તેને ખોલી ને જોશો તો લોટ ડબલ થઇ ગયો હશે. તેને હાથ વડે લોટ પર મુક્કા મારવા જેથી વધારાની હવા હોય તે નીકળી જાય. અને સરસ લોટ તૌયાર થઇ જાય.

હવે અપડે લઈશું એક બાઉલ માં બટર. બટર માં અપડે ઉમેરીસું લસણ ની પેસ્ટ કે લસણ નો પાઉડર. અને ત્યાર બાદ તેમાં ઉમેરીસું જીણી સમારેલી કોથમરી. આનું એક મિશ્રણ તૈયર કરી લો.

હવે બાંધેલા લોટ માંથી નાના લુવા બનાવી લઈશું. અને એમાં થી ગોળ ગોળ રોટલી થી મોટી સાઈઝ નું વણી લેવું. અને તેના પર બટર ની પેસ્ટ લગાડી લેવી. જેમાં લસણ અને કોથમરી મિક્ષ કરેલા છે.

હવે તેના એક ભાગ પર ચીઝ પાથરી લો. અને તેના પર ચીલી ફ્લેક્ષ અને ઓરેગાનો લગાવો.

હવે તેને એક બાજુ ચીઝ પાથરેલું છે એમ બીજી બાજુ ખાલી છે ત્યાંથી તેને વાડી લો અને બીજી બાજુ ટચ કરાવી દો. અને તેને કોર થી વાડી લેવી જેથી ખુલી ના જાય.\

હવે તેના પર બટર ની પેસ્ટ લગાવી દો. હવે તેના પર ચીલી ફ્લેક્ષ અને ઓરેગાનો પણ લગાવી દો.

હવે તે ગર્લિક બ્રેડ ના ચાકુ વડે ઉપર થી કટકા કરી લઈશું તેને ઉપર નું પદ ના જ કટકા કરવાના છે. નીચે નું પદ ના તૂટે એવી રીતે કટકા કરવા .હવે એક કુકર માં નમક ઉમેરો અને તેના પે એક પાણી ના ગોળા નો કાઠો કે તે ના હોય તો એક જાડો વાડકો મુકો. અને તેના પર એક નાની ડીસ મુકો અને તેના પર તૈયર કરેલી ગર્લિક બ્રેડ મુકો.

ગર્લિક બ્રેડ ને કુકર માં મૂકી તેને ૩૦ થી ૪૦ મિનીટ સુધી પ્રિહિટેડ કુકર માં ધીમી આંચ ઉપર કુકર ની સીટી કાઢી અને મુકવાનું છે. બ્રેડ બની જાય એટલે કુકર માંથી કાઢી લેવું.

તો તૈયર છે. ચીઝ ગર્લિક બ્રેડ. એ પણ કુકર માં. ગર્લિક બ્રેડ મીયોની તેમજ ટમેટો સોસ જોડે ખુબ જ સરસ લાગે છે.

નોંધ: બ્રેડ થઇ છે કે નહિ તે ચેક કરવું હોય તો તેની સરસ ગર્લિક ની સ્મેલ આવવા માંડે એટલે કુકર ખોલી ચેક કરી શકો છો. જેથી બ્રેડ બડી જવાનો ડર રેહતો નથી.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી